)
Visavdar Byelection : આગામી 19 જુનના રોજ થનારી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીના મતદાનને ગણતરીના કલાક બાકી છે. ત્યારે હવે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવીને મતદારોને પોતાની તરફ આકર્ષી રહ્યાં છે. આવામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાએ માસ્ટર સ્ટ્રોક ફટકાર્યો છે.
વિસાવદરની પેટાચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે. ચૂંટણીના ગરમાવા વચ્ચે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા રૂ. 2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો.
વિસાવદરની સાયોના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો આરોપ લગાવ્યો છે. આપના વિસાવદર તાલુકા મહામંત્રીને રૂ. 2 લાખ આપી ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો. ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા.
ઈટાલિયાએ એફિડેવિટ દ્વારા સંકલ્પ રજૂ કર્યો
હાલમાં જ વિસાવદર પેટા ચૂંટણી આપ ઉમેદવાર ગોપાલ ઈટાલીયાએ એફિડેવિટ દ્વારા સંકલ્પ રજૂ કર્યો હતો. ખેડૂતોના ઇકો ઝોનના પ્રશ્ને લડત લડીશ અને લાગુ ન થઇ તે માટે સંકલ્પ લીધો. સાથે જ ઉલ્લેખ કર્યો કે, નવી જમીન માપણી વિરોધમાં અવાજ ઉઠાવીશ અને લડત ચલાવીશ. ટેકાનાં ભાવે ખરીદી કેન્દ્ર ભ્રષ્ટાચાર ન થાય તેની તકેદારી રાખીશ. સહકારી મંડળીના કૌભાંડમાં અન્યાય થયો હોય તેને ન્યાય અપાવીશ. રોડ રસ્તા સહિતના કામમાં સરકારી કામમાં કમિશન ન લેવાઈ તેની તકેદારી રાખીશ. માલધારી સમાજને વાળા(જગ્યા) ફળવાઈ તે માટે લડીશ. ગરીબોને બીપીએલ કાર્ડ મળે તે માટે પ્રયત્ન કરીશ. સરકારી દવાખાનામાં સ્ટાફની સમસ્યા દૂર કરીશ. ચૂંટણી બાદ પણ મારા કાર્યાલય નાગરિકો માટે ખુલ્લા રહેશે. વન વિભાગ અને pgvcl દ્વારા ખેડૂતો સામે ખોટી ફરિયાદો કરાઈ તેના માટે હું વકીલ તરીકે લડીશ. મહિલાઓ માટે ગૃહ રોજગારીના અવસર માટે પ્રયત્ન કરીશ. પરિણામ જે આવે તે હું ભેસાણ વિસાવદરમાં સતત રહીશ.