ગુજરાતી ન્યૂઝGujaratગૃહમાં પહોંચશે ગોપાલ! જિજ્ઞેશ મેવાણીની જેમ ઈટાલિયા ભાજપ માટે બની શકે છે માથાનો દુખાવો

ગૃહમાં પહોંચશે ગોપાલ! જિજ્ઞેશ મેવાણીની જેમ ઈટાલિયા ભાજપ માટે બની શકે છે માથાનો દુખાવો

Visavdar To Vidhansabha : ગોપાલ ઈટાલિયા હવે વિસાવદરથી વિધાનસભા પહોંચવાના છે, ત્યારે વિધાનસભામાં જો ઈટાલિયા આક્રમક બન્યા તો 2027 ની ચૂંટણીમાં ભાજપને તકલીફ પડી જશે 
 

ગૃહમાં પહોંચશે ગોપાલ! જિજ્ઞેશ મેવાણીની જેમ ઈટાલિયા ભાજપ માટે બની શકે છે માથાનો દુખાવો

Gujarat ByElection Results 2025 : ગુજરાતની રાજનીતિમાં વિસાવદર પેટાચૂંટણીના પરિણામે ભાજપને શાંત પાડી દીધુ છે. આ પરિણામ નિર્ણાયક સાબિત થયું છે. આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા પોતાના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને બોલકા, આક્રમક ગણાતા યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ઉમેદવારી જાહેર કરી ત્યારે જ ભાજપના પેટમાં ફાળ પડી હતી. પરંતું વિસાવદરમાં ઈટાલિયા શાનદાર જીત મેળવીને હવે વિધાનસભા પહોંચ્યા છે. ત્યારે આ આક્રમક નેતા ભાજપને આગળ જતા કેટલા ભારે પડી શકે છે તે જોઈએ. 

આપ ફરીથી વિધાનસભામાં મજબૂત થશે 
વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ બેઠક મેળવીને ફોર્મમાં આવી ગયેલી આમઆદમી પાર્ટી દિલ્હીમાં પરાજય પછી ગુજરાતમાં પણ સુસ્ત પડી ગઈ હતી. વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત પછી તેમાં જાન ફૂંકાશે. ગોપાલ ઈટાલિયાના વ્યક્તિત્વ અને લોકપ્રિયતાના જોરે હવે પાર્ટીનું સંગઠન વધુ મજબૂત બને અને ભાજપવિરોધી મતદારો આમઆદમી પાર્ટી તરફ કેન્દ્રિત થઈ શકે છે.

Add Zee News as a Preferred Source

ગોપાલ ઈટાલિયાની જીત
ગોપાલ ઈટાલિયાએ આ ચૂંટણીમાં પૂરતી આક્રમતા દર્શાવી અને ઉમેદવારી જાહેર થઈ ત્યારથી વિસાવદરમાં ધામા નાંખી દીધા. આક્રમક યુવા નેતા તરીકેની છબીને કારણે તેમને બહુ ઝડપથી આવકાર પણ મળ્યો, અને સ્થાનિક સંગઠને શરૂઆતના કચવાતા તેમની ઉમેદવારી સ્વીકારી લીધી. તેથી આપમાંથી સ્થાનિક સ્તરે ગંભીર પ્રકારની અથવા તો નડે નહિ તેવી બળવાખોરી થઈ જ નહિ. જે તેમના પક્ષમાં ગણાય. 

આગામી ચૂંટણીમાં ભાજપને ભારે પડશે 
ગોપાલ ઈટાલિયા જીત્યા તો ગુજરાત વિધાનસભાને ભલે થોડા સમય માટે પરંતું તેજતર્રાર તથા સવાલો કરનાર ધારાસભ્ય વિપક્ષમાં મળ્યા છે. વર્તમાન વિધાનસભામાં આ ભૂમિકામાત્ર જિજ્ઞેશ મેવાણી જ નિભાવતા હોવાનું ચિત્ર છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પણ ભાજપ શાસિત સરકાર સામે એક અવાજ બનીને ઉભરશે. તેમજ આવનારી ચૂંટણીમાં 2027 ની સામાન્ય ચૂંટણીમાં ભાજપ વિરોધી વાતવારણ ઘડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. 

જો આપ અને કોંગ્રેસ ફરી ભેગા થાય તો...
એ જ રીતે ગોપાલ ઈટાલિયાની જીત બાદ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન સર્જાય, તો પણ 2027 ની ચૂંટણીમાં તે ભાજપ માટે કફોડી સ્થિતિ સર્જી શકે છે. કારણ કે, 2022 માં આપને કારણે કોંગ્રેસનું અણધાર્યું ધોવાણ થયું, અને ભાજપને રેકોર્ડબ્રેક બેઠકો મળી શકી. એ બંને પક્ષો જો વાતાવરણ હકારાત્મક બનાવીને સાથે જોડાય તો ભાજપ માટે ચોક્કસ આકરું બની રહે. એ જોતા ગોપાલ ઈટાલિયાની જીત ભાજપ માટે પડકારનો સંકેત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news