ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, વિસાવદર ચૂંટણી સંલગ્ન છે વિવાદ

Lalit Vasoya files defamation claim of Rs 10 crore: કોંગ્રેસ નેતા લલિત વોસાયા અને ગોપાલ ઈટાલિયા ફરી ચર્ચામાં આવ્યા છે. સમાચાર મળી રહ્યા છે કે લલિત વોસાયાએ ગોપાલ ઈટાલિયા પર બદનક્ષીનો દાવો કર્યો છે. ગોપાલ ઇટાલિયાને 10 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે વિસાવદર પેટાચૂંટણીમાં લલિત વસાયાની બદનામી કર્યાનો આરોપ છે. લલિત વસોયા રૂપિયા આપતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. પુરાવા ન હોવા છતાં સ્ટિંગ ઑપરેશનના નામે બદનામી કર્યાનો દાવો કર્યો. લલિત વસોયાએ નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માગ્યો છે.

ગોપાલ ઈટાલિયા ભરાયો: કોંગ્રેસી લલિત વસોયાએ ફટકારી 10 કરોડની માનહાનિની નોટિસ, વિસાવદર ચૂંટણી સંલગ્ન છે વિવાદ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More