ભારત સરકારે સુરતને જાહેરમા શૌચમુક્ત ઓડીએફ પ્લસ શહેર જાહેર કર્યુ

 સ્વચ્છતા સર્વેક્ષણમા ઉંચા રેટિંગ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મહેનત કરવામા આવી રહી હતી. જે મહેનત આખરે રંગ લાવી છે. ભારત સરકારે સુરતને જાહેરમા શૌચમુક્ત શહેર ઓડીએફ પ્લસ જાહેર કર્યુ છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2019 અતર્ગત વિવિધ શહેરોને ઓડીએફ પ્લસ અને ઓડીએફ ડબલ પ્લસ સર્ટિફિકેશનની અલગથી જોગવાઇ કરવામા આવી છે. 
 

ભારત સરકારે સુરતને જાહેરમા શૌચમુક્ત ઓડીએફ પ્લસ શહેર જાહેર કર્યુ

ચેતન પટેલ/સુરત: સ્વચ્છતા સર્વેક્ષણમા ઉંચા રેટિંગ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી મહેનત કરવામા આવી રહી હતી. જે મહેનત આખરે રંગ લાવી છે. ભારત સરકારે સુરતને જાહેરમા શૌચમુક્ત શહેર ઓડીએફ પ્લસ જાહેર કર્યુ છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ વર્ષ 2019 અતર્ગત વિવિધ શહેરોને ઓડીએફ પ્લસ અને ઓડીએફ ડબલ પ્લસ સર્ટિફિકેશનની અલગથી જોગવાઇ કરવામા આવી છે. 

આ સ્કીમ અંતર્ગત સુરત મનપા દ્વારા શહેરમા 162 જાહેર-સામુદાયિક શૌચાલયોમા ઓડીએફ પ્લસ અને ઓડીએફ ડબલ પ્લસની ગાઇડ લાઇન મુજબ સેનેચપી નેપકીન, વેન્ડિંગ મશીન, હેન્ડ ડ્રાયર, પેપર નેપકીન, હેન્ડ વોશ ડિસ્પેન્શર તેમજ અન્ય માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે.

સુરત: 1.37 કરોડના હીરાની ખરીદી કરી પણ રૂપિયા આપ્ય વિના ગઠિયા ફરાર

ભારત સરકાર દ્વારા થર્ડ પાર્ટી એજન્સી કલોવિટિ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા મારફતે બે દિવસ દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ માટે સુરતની મુલાકાતે આવેલી ટીમે 40 જેટલા રહેણાંક, કોમર્શીયલ એરિયા, વોટર બોડી સ્કુલ, સ્લમ એરિયાની વિઝિટ કર્યા બાદ રવાના થઇ હતી. આ વિઝિટ દરમિયાન ટીમ દ્વારા 30 જેટલા પોઇન્ટ ધ્યાને રાખવામા આવ્યા હતા. રિપોર્ટ બાદ ભારત સરકારે સુરત મહાનગરપાલિકાને જાહેરમા શૌચક્રિયામુકત શહેર ઓડીએફ પ્લસ જાહેર કરવામા આવ્યો છે. સુરત રી સર્ટિફાઇડ થયા બાદ હવે પાલિકા સ્ટારરેટિંગમા ઓડીએફ ડબલ પ્લસ મેળવવા માટે પ્રયાસ કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news