Loksbha Election 2024 : ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે મતવિસ્તારમાં ભવ્ય રોડ શો શરૂ કરાયો છે. આવતીકાલે એટલે 19મી તારીખે અમિત શાહ પોતાનું ઉમેદવારીપત્ર ભરશે. ત્યારે આજે સાણંદમાં અમિત શાહનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું છે. આ રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમાં જોડાયા છે, તો અમિત શાહ લોકોનું અભિવાદન ઝીલતા આગળ વધી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્ર જય શાહ પણ રેલીમાં પહોંચ્યા
સાણંદ APMC સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઊમટી પડ્યા છે. અમિત શાહ રેલી શરૂ થવાની છે એ સ્થળે પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પિતાના લોકસભા વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં પુત્ર જય શાહ સાણદ પહોંચ્યા છે. રેલી શરૂ થાય એ પહેલા જય શાહ 500 મીટર જેટલા રૂટ ઉપર ફરી નિરીક્ષણ કર્યું હતું અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તો બીજી તરફ, અમિત શાહના રોડ-શો બાદ સ્વચ્છતા માટે ટીમો તૈનાત કરાઈ છે, જેથી રોડ રોના રસ્તાની સાફસફાઈ શકે.



આ બાદ બપોરે 4 કલાકે સરદાર પટેલ ચોકથી કેકે નગરમાં રોડ શો નીકળશે. જે વાળીનાથ ચોકથી જીવરાજ પાર્ક ચાર રસ્તા સુધી રોડ શો હશે. રાત્રિના 8 કલાકે વેજલપુરમાં ભવ્ય રોડ શો બાદમાં જાહેરસભા સંબોધશે. જેના બાદ આવતી કાલે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. આવતીકાલે ૧૯ એપ્રિલ ૨૦૨૪, શુક્રવારના રોજ કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે બપોરે ૧૨.૩૯ કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે. ઉમેદવારી બાદ દિલ્હી પરત ફરશે.



બપોરે ૩.૦૦ કલાકે સાબરમતી ના રામજી મંદિર રોડ સ્થિત સરદાર પટેલ ચોકથી અમિત શાહના રોડ શોનું પ્રસ્થાન થશે.
સાબરમતી રોડ શો રૂટ:
સરદાર પટેલ ચોક
વિજય રામી સર્કલ
શ્રી વિનું માંકડ મ્યુનિસિપલ સ્વિમિંગ પુલ
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર
શાંતારામ કોમ્યુનિટી હોલ 
ચાંદલોડિયા રોડ- સમાપન


સાંજે ૪.૩૦ કલાકે ઘાટલોડિયા ખાતે અમિત શાહના રોડ શોનું ચાંદલોડિયા રોડ- ઉમિયા હોલ જંક્શનથી પ્રસ્થાન થશે.
ઘાટલોડિયા રોડ શો રૂટ:
ચાંદલોડિયા રોડ-ઉમિયા હોલ જંક્શન
અમૂલ ઔડા ગાર્ડન ચોક
પ્રભાત ચોક 
વીર મહારાણા પ્રતાપની પ્રતિમા
ગૌરવ પથ
રન્ના પાર્ક, નિર્ણયનગર- સમાપન


સાંજે ૫.૩૦ કલાકે નારણપુરાના અમિત શાહના રોડ શો નું પ્રસ્થાન થશે.
નારણપુરા રોડ શો રૂટ:
રન્ના પાર્ક
ચાય વાલે
પટેલ ડેરી
એ. ઇ. સી. બ્રિજ
સહજાનંદ એવન્યુ
સોલાર ફ્લેટ
જયદીપ હોસ્પિટલ
લોયલા સ્કુલ 
ક્રિષ્ના ડેરી- સમાપન


સાંજે ૬.૩૦ કલાકે વેજલપુર ના જીવરાજ પાર્ક ખાતેથી અમિત શાહના રોડ શો ની શરૂઆત થશે.
વેજલપુર રોડ શો રૂટ:
જીવરાજ પાર્ક 
તુલસી વન કો. ઓપ. હાઉસિંગ સોસાયટી
વેજલપુર લાયબ્રેરી અને જીમનેશિયમ 
કોર્પોરેશન વોર્ડ ઓફિસ પાસે, વેજલપુર – સમાપન અને જાહેરસભા