GSEBનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, તમામ વિગતો માટે કરો ક્લિક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું.

GSEBનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, તમામ વિગતો માટે કરો ક્લિક

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું. રાજ્યનું પરિણામ 55.55 ટકા જાહેર થયું છે. બોર્ડની વેબસાઈટ પર જઈને વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. જ્યારે માર્કશીટ અને પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા વિતરણ સ્થળો પરથી સવારે 11થી 4 વાગ્યા સુધી થશે.પરિણામ આજે નિર્ધારીત સમય કરતા વહેલું વેબસાઈટ પર મૂકી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. પરિણામ સવાર 8 વાગે જાહેર થવાનું હતું. રાજ્યમાં 505 કેન્દ્રો પર 4 લાખ 76 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે અમદાવાદમાં 5 ઝોન,31 કેન્દ્રો તથા 117 પરીક્ષાસ્થળો પર 32 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

રાજ્યના 505 કેન્દ્રો/પેટાકેન્દ્રો પર લેવાઈ હતી પરીક્ષા
રાજ્યના કુલ 505 કેન્દ્રો અને પેટાકેન્દ્રો પર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તથા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહના કુલ 4,67,100 (પૃથ્થક સાથે 4,74,507) વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 2,55,414 (પૃથ્થક સાથે 2,60,263) પરીક્ષાર્થીઓ 'પ્રમાણપત્ર મેળવવાને પાત્ર' થયા છે. આમ રાજ્યમાં પાસ થયેલા પરીક્ષાર્થીઓની ટકાવારી 55.55 ટકા છે.

સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ દ્વારા પરીક્ષાખંડમાં રેકોર્ડ થયેલા સીડીના ફૂટેજના આધારે અને અન્ય રીતે ગેરરીતિ અને કોપીના કેસો બદલ 1332 વિદ્યાર્થીઓના પરિણામો રિઝર્વ રાખવામાં આવ્યાં છે. આવા પરીક્ષાર્થીઓની બોર્ડની પરીક્ષા સમિતિ સમક્ષ રૂબરૂમાં સુનાવણી કરી જરૂરી તપાસ બાદ ગુણ દોષના આધારે અંતિમ નિર્ણય લેવાશે.ગુણ ચકાસણીની અરજી તા 3-6-2018થી 9-62018 સુધીમાં બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hsc.gseb.org પરથી ઓનલાઈન કરવાની રહેશે.

સૌથી વધુ પરિણામ અને સૌથી ઓછુ પરિણામ
આ વખતે સૌથી વધુ પરિણામ સુરતના નાનપુરા બ્લાઈન્ડ કેન્દ્રનું 100 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી ઓછુ પરિણામ લુણાવાડાના મહીસાગર કેન્દ્રનું 11.74 ટકા આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી 206 શાળાઓ છે, જ્યારે 76 શાળાઓનું પરિણામ 10 ટકાથી ઓછું આવ્યું છે. ડાંગ જિલ્લાનું સૌથી વધુ 77.32 ટકા જ્યારે છોટા ઉદેપુરનું સૌથી ઓછું 31.54 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓનું 63.71 ટકા અને વિદ્યાર્થિનીઓનું 74.68 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે આ વખતે પણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે.

A1 ગ્રેડ મેળવનાર 451 અને A2 ગ્રેડ મેળવનાર 8245 પરીક્ષાર્થી છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર 30306 અને B2 ગ્રેડ મેળવનાર 63,241 પરીક્ષાર્થી છે. C1 ગ્રેડ મેળવનાર 80912  અને C2 ગ્રેડ મેળવનાર 52,593 પરીક્ષાર્થી છે. D ગ્રેડમાં 19610 પરીક્ષાર્થી અને E1 ગ્રેડમાં 56 પરીક્ષાર્થી છે.

GSEB સામાન્ય પ્રવાહનું જિલ્લા પ્રમાણે પરિણામ ( ટકાવારીમાં)
     
જિલ્લાનું નામ  પરિણામ (ટકાવારીમાં)
     
અમદાવાદ-(સીટી) 61.79 ટકા  
અમદાવાદ (રૂ) 61.64  
અમરેલી 52.84  
ભુજ 67.39  
ખેડા 56.37  
જામનગર 59.52  
જૂનાગઢ 50.61  
આહવા (ડાંગ) 77.32  
પંચમહાલ 48.61  
બનાસકાંઠા 63. 28  
ભરૂચ 61.42  
ભાવનગર 55.69  
મહેસાણા 59.7  
રાજકોટ 60.84  
વડોદરા 57.19  
વલસાડ 52.11  
સાબરકાંઠા 46.15  
સુરત 67.42  
સુરેન્દ્રનગર 51.44  
સેન્ટ્રલ એડીએમએન 45.85  
આણંદ 50.53  
પાટણ 52.23  
નવસારી 65.04  
દાહોદ 37.51  
પોરબંદર 44.44  
નર્મદા 38.57  
ગાંધીનગર 55.08  
તાપી 56.11  
અરવલ્લી 49.6  
બોટાદ 52.55  
છોટાઉદેપુર 31.54  
દેવભૂમિ દ્વારકા 51.11  
ગીર સોમનાથ 47.86  
મહિસાગર 32.69  
મોરબી 56.4  
દીવ 55.79  
ટોટલ સરેરાશ 55.55 ટકા  
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news