વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી GTUએ 25 જૂને શરૂ થતી પીજીની પરીક્ષા મોકૂફ રાખી

 જીટીયૂ દ્વારા 2 જુલાઈથી શરૂ થતી પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે. તો 25મી જૂને પીજીના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવવાની છે. 

વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી GTUએ 25 જૂને શરૂ થતી પીજીની પરીક્ષા મોકૂફ રાખી

અતુલ તિવારી/અમદાવાદઃ અમદાવાદમાં કોરોના વાયરસના (corona virus) કેસ 15 હજાર 600ને પાર પહોંચી ગયા છે. બીજીતરફ માર્ચ મહિનાથી શરૂ થયેલા લૉકડાઉનને (Lockdown) કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર મોટી અસર પડી છે. અનેક પરીક્ષાઓ (Exam) હજુ લેવાની બાકી છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીએ (GTU) પીજીના વિદ્યાર્થીઓ (PG Students) માટે પરીક્ષાની તારીખ 25 જૂન જાહેર કરી હતી, પરંતુ શહેરમાં સતત વધી રહેલા કેસોને જોઈને હાલ આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 

25 જૂને શરૂ થનારી પરીક્ષા મોફૂક
જીટીયૂ દ્વારા પીજીના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ 25 જૂન જાહેર કરવામાં આવી હતી. પરંતુ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે અનેક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે 25 જૂનથી પીજીના વિદ્યાર્થીઓની થિયરીની પરીક્ષા લેવામાં આવશે નહીં. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો છે. 

કોરોના અનલૉકઃ રાજ્યમાં સતત બીજા દિવસે નવા કેસ 500ને પાર, 38 લોકોના મૃત્યુ

2 જુલાઈથી શરૂ થતી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે
જીટીયૂ દ્વારા 2 જુલાઈથી શરૂ થતી પરીક્ષા રાબેતા મુજબ લેવામાં આવશે. તો 25મી જૂને પીજીના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવવાની છે. જ્યારે 25 જૂને માકૂફ રાખવામાં આવેલી પરીક્ષાની નવી તારીખ જીટીયૂ દ્વારા હવે પછી જાહેર કરવામાં આવશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news