રાજકારણમાં જોડાવા અંગે વિક્રમ ઠાકોરે કરી સ્પષ્ટતા, કેજરીવાલની ઓફર પર કર્યો ખુલાસો

Vickram Thakor On Gujarat Politics : અરવિંદ કેજરીવાલની ઓફર મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરની સ્પષ્ટતા.. કહ્યું, કેજરીવાલે મને નથી આપી કોઈ ઓફર.. માત્ર ફોન પર થઈ સામાન્ય વાત.. ફિલ્મ કલાકારોના સન્માન બાદ ભાજપ સાથે પણ નથી કોઈ નારાજગી..

રાજકારણમાં જોડાવા અંગે વિક્રમ ઠાકોરે કરી સ્પષ્ટતા, કેજરીવાલની ઓફર પર કર્યો ખુલાસો

Vickram Thakor : ગુજરાતી અભિનેતા વિક્રમ ઠાકોર તાજેતરમાં ખૂબ ચર્ચામાં છે. રાજ્ય સરકાર દ્વારા ફિલ્મ કલાકારોને વિધાનસભાની મુલાકાતે બોલાવવામાં આવ્યા હતા. વિક્રમ ઠાકોરને આમંત્રણ મળ્યું છતાં તેઓ વિધાનસભા પહોંચ્યા નહીં.  હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોરનો સંપર્ક અરવિંદ કેજરીવાલે કર્યો છે. ત્યારે શું વિક્રમ ઠાકોર રાજકારણમાં એન્ટ્રી કરશે કે નહિ તેવી ચર્ચાઓ વહેતી થતા વિક્રમ ઠાકોરે આ વિશે મૌન તોડ્યું છે. 

રાજકારણમાં પ્રવેશ અંગે વિક્રમ ઠાકોરની પ્રતિક્રિયા
અભિનેતા વિક્રમ ઠાકોર સાથે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાત કરી છે. કેજરીવાલે વિક્રમ ઠાકોરને દિલ્હી આવવા માટે આમંત્રણ આપ્યું છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલની વાતચીત વિક્રમ ઠાકોર સાથે કરાવી છે. હવે જોવાનું રહેશે કે વિક્રમ ઠાકોર અરવિંદ કેજરીવાલને મળવા માટે દિલ્હી જાય છે કે નહીં. ત્યારે વિક્રમ ઠાકોરે મીડિયા સાથે વાત કરીને આ વિશેનો ખુલાસો કર્યો હતો. ત્યારે મીડિયાએ પૂછેલા સવાલોનો વિક્રમ ઠાકોરે શું જવાબ આપ્યા તે જાણીએ. 

વિક્રમ ઠાકોરની રાજનીતિમાં એન્ટ્રીને લઈને અટકળો શરૂ થઈ છે. ત્યારે આ વચ્ચે અરવિંદ કેજરીવાલ સાથે વિક્રમ ઠાકોરે વાતચીત કરી. ઈસુદાન ગઢવીના મારફતે કેજરીવાલ સાથે વાત થઈ હોવાનું વિક્રમ ઠાકોરે કબૂલ્યુ. તેમણે કહ્યું કે, રાજકારણમાં એન્ટ્રી હાલ નહિ કરું. સમય આવે મારો નિર્ણય કરીશું. દરેક પક્ષમાંથી મને રાજનીતિમાં આવવા માટેની ઓફર આવે છે.

કેજરીવાલનો ફોન આવ્યો તો આપમાં જોડાશો?
કેજરીવાલ સાહેબનો મારા પર ફોન આવ્યો હતો. ઈસુદાનભાઈ પણ મળવા આવ્યા હતા. ઘણીવાર ગાંધીનગર આવે ત્યારે મને મળે છે. તેમણે કેજરીવાલને મારા વિશે વાત કરી હતી. કેજરીવાલ સાહેબે મને આવો ત્યારે મળવા બોલાવ્યા હતા. 

રાજકારણમાં જોડાવાના છો?
પહેલા પણ મને રાજકારણમાં જોડાવાની ઓફર આવી જ હતી. હાલ તો કંઈ ન કહી શકું. જ્યારે કરીશ ત્યારે મીડિયા સામે જાહેર કરીશ. મોદીસાહેબ હતા ત્યારે ઓફર આવી હતી. દરેક પક્ષમાંથી ઓફર આવી હતી. કેજરીવાલ સાહેબે પણ જોડાવા માટે ફોન નહોતો કર્યો, માત્ર આવો ત્યારે મળવા માટેની વાત કરી હતી. દરેક પાર્ટી સારા લોકોને પોતાના પક્ષમાં જોડાવા ઈચ્છતી હોય છે. 

તમે વિધાનસભામાં કેમ ન ગયા?
મેં મુદ્દો ઉઠાવ્યો ત્યારે રાજકારણનો મુદ્દો ન હતો. કલાકારોને ધ્યાનમાં રાખીને મુદ્દો ઉપાડ્યો હતો. મેં જે મુદ્દો ઉપાડ્યો તેનું નિરાકરણ પણ આવ્યું. મને બે દિવસ ફોન આવ્યો. મેં વાત સ્વીકારી. ગુજરાત સરકારનો આભાર માનું છું. જો હું જાત તો એવો મેસેજ વહેતો થાત કે, વિક્રમ ઠાકોર પોતાનું સન્માન ઈચ્છે છે. સરકારે દરેક ક્ષેત્રના કલાકારોને મળવા બોલાવ્યા એ મારા સન્માન બરાબર છે. હું સન્માનથી દૂર છું, ભાજપથી દૂર નથી. 

ભાજપ સાથે નારાજગી છે?
નારાજગી મારી નાની હતી. મારી નાની વાત માની સરકારે બધા કલાકારોને બોલાવ્યા એ ગૌરવની વાત છે. એ જ મારું સન્માન છે. દરેક પક્ષના નેતાઓ સાથે મારા સારા સંબંધ છે. 

તો બીજી તરફ, અભિનેતા કરતા રાજનેતાની જેમ વિક્રમ ઠાકોરે મીડિયાનો જવાબો આપ્યા હતા. સમાજની વાત કરીને અનેક નેતાઓ રાજનેતા બન્યા પછી સમાજને ભૂલ્યા હોવાનું તેમણે કહ્યું. સાથે જ આંદોલનકારી નેતાઓ પર વિક્રમ ઠાકોરે નામ લીધા વગર ચાબકા માર્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news