ઐતિહાસિક રાહત પેકેજ પર ગુજરાતના કૃષિમંત્રીની મોટી જાહેરાત; આ તારીખથી શરૂ થશે ઓનલાઈન પોર્ટલ

Gujarat Farmers Relief Package: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોની સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે. મુખ્યમંત્રીના દિશાદર્શનમાં નુકસાનીનો સર્વે-પંચરોજકામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રર્કિયા સરકારના સંબંધિત વિભાગોએ 24X7 કાર્યરત રહીને એક અઠવાડિયામાં પુરી કરવાના અપનાવેલા સંવેદનશીલ અભિગમ માટે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.

ઐતિહાસિક રાહત પેકેજ પર ગુજરાતના કૃષિમંત્રીની મોટી જાહેરાત; આ તારીખથી શરૂ થશે ઓનલાઈન પોર્ટલ

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More