આમાં પણ ગર્વ લો સરકાર! શ્વાનના કરડવાના કેસમાં ગુજરાત ટોપ-5 રાજ્યોમાં સામેલ
Dog Attack In Gujarat : ગુજરાતમાં વિકાસની સાથે રખડતા શ્વાનનો આતંક પણ વધી રહ્યો છે, કૂતરું કરડવાના રોજના 700 જેટલા કેસ આખા રાજ્યમાં બને છે
Trending Photos
)
Dog Bite : વિકાસશીલ ગુજરાતમાં જનતા અનેક સમસ્યાઓથી પીડિત છે, જેમાં એક કૂતરુ કરડવાની સમસ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે, ગુજરાત જ્યાં અનેક બાબતોમાં નંબર વન છે, તેમ શ્વાન કરડવાના કિસ્સાઓમાં પણ આગળ છે. શ્વાનના કરડવાના કેસમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે.
દર વર્ષે અઢી લાખ જેટલા કેસ
ગુજરાતમાં કૂતરુ કરડવાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રોજના 700 થી વધુ કેસ આવી રહ્યા છે. ગુજરાતમાં કૂતરું કરડવાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દર વર્ષે કૂતરું કરડવાના 2.41 લાખથી વધુ કેસ આવી રહ્યાં છે.
આજના સમાચાર
કૂતરાઓની સમસ્યાના અપડેટની વાત કરીએ તો, આજે જંગલી શ્વાનોએ હુમલો કરતા ૪૧ વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. ઉમરપાડા તાલુકાના જોડવાણ ગામે ઈમાબેન વસાવા ખેતરમાં શૌચક્રિયા માટે ગયા હતા. આ દરમ્યાન જંગલમાંથી આવેલા જંગલી શ્વાનોના ટોળાએ તેમના પર હુમલો કર્યો હતો. જેમાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર ઇજાઓના કારણે મહિલાનું મોત નિપજ્યુ છે. ઉમરપાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં કૂતરુ કરડવાના કેસમાં વધારો
આવા ગુજરાતના અનેક શહેરોમાં અલગ અલગ કિસ્સા બને છે. મેગા સિટી અમદાવાદમાં પણ કૂતરુ કરડવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં એનિમલ બાઈટના 2023 થી 2025 સુધી 29 હજાર જેટલા કેસ નોંધાયા છે. આ ઉપરાંત એનિમલ બાઈટના જે પણ કિસ્સા નોંધાયા છે, તેમાં 95 ટકા ડોગબાઈટના છે.
'ધ લેન્સેટ ઈન્ફેક્શનિયસ ડિસીઝ જર્નલ'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, પ્રાણીના કરડવાના દરેક કેસમાં 4માંથી 3 કેસ સામેલ છે. અને હડકવાથી ભારતમાં દર વર્ષે 5,700 થી વધુ લોકોના મોતનો અંદાજ છે.
કેટલા લોકોને હડકવા ચેપ લાગે છે?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ 2023 દરમિયાન દેશભરના 15 રાજ્યોના 60 જિલ્લાઓમાં એક સર્વે હાથ ધર્યો હતો. આ સમયગાળા દરમિયાન, 78,800 થી વધુ પરિવારોમાં 3,37,808 લોકોને કુટુંબમાં પ્રાણીઓના કરડવાથી, હડકવા વિરોધી રસી અને પ્રાણીઓના કરડવાથી થતા મૃત્યુ વિશે પૂછવામાં આવ્યું હતું.
શ્વાન સૌથી વધુ જવાબદાર છે
ICMR-નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી, ચેન્નાઈના સંશોધકો સહિત ઘણા સંશોધકોએ શોધી કાઢ્યું છે કે પ્રાણીઓના કરડવાની દર 4માંથી 3 ઘટનાઓ માટે કૂતરાઓ જવાબદાર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














