Gujarat: બોર્ડની પરીક્ષા લેવાશે કે નહી? તે અંગે સૌથી મોટા સમાચાર ZEE 24 Kalak પર

કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે. CORONAએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. 

Gujarat: બોર્ડની પરીક્ષા લેવાશે કે નહી? તે અંગે સૌથી મોટા સમાચાર ZEE 24 Kalak પર

અમદાવાદ :કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે. CORONAએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. આગામી 30મી એપ્રિલ સુધી ઓનલાઈન (online class) શિક્ષણ રહેશે. જોકે, બોર્ડની પરીક્ષા અંગે ભારે અસમંજસ જોવા મળી રહી છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ગુજરાત બોર્ડની પરીક્ષા નિયમ સમય અને નિયત તારીખે જાહેર કર્યા અનુસાર જ  આવતા મહિને જ લેવામાં આવશે. જેથી વિદ્યાર્થી કે વાલી કે શિક્ષણ સ્ટાફ કોઇ પ્રકારની ગફલત કે ગલતફહમીમાં ન રહે. 

રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે અગાઉ જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. અગાઉ સરકારે ઓનલાઇન જાહેરાત કરી દીધી છે. તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે. ત્યારે મહારાષ્ટ્રમાં બોર્ડની પરીક્ષા આગળ ઠેલવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ બોર્ડની પરીક્ષા અંગે અસમજંસ હતી. જે મુખ્યમંત્રીએ આજે દુર કરી હતી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી SOP નું ચુસ્તપણે પાલન કરીને બોર્ડની પરીક્ષા લેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news