પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, જંગી લીડ સાથે તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત 

દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. જેની ઉજવણી તમામ બેઠકો પર કરવામા આવી રહી છે. વિજયી ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવા પહોંચી ગયા છે. તો ભાજપના કાર્યાલય કમલમમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો

પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો, જંગી લીડ સાથે તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત 

ઝી મીડિયા/બ્યૂરો :આજે વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી (byelection) ના પરિણામમાં કોંગ્રેસની તમામ મોરચે હાર થઈ છે. તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ડાંગ બેઠક પર 30 હજારથી વધુની લીડ સાથે ભાજપ બેઠક જીતી છે. તો બીજી તરફ, મોરબીમાં બહુ જ પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા જીત્યા છે. જોકે, દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. જેની ઉજવણી તમામ બેઠકો પર કરવામા આવી રહી છે. વિજયી ઉમેદવારો સરઘસ સાથે મતદારો વચ્ચે જીતનો જશ્ન મનાવવા પહોંચી ગયા છે. તો ભાજપના કાર્યાલય કમલમમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. 

તમામ 8 બેઠકો પર ભાજપની જીત 

  • ધારીમાં જેવી કાકડિયાની જીત
  • ડાંગમાં 30 હજાર લીડથી વિજય પટેલની જીત 
  • કપરાડામાં જીતુ ચૌધરીની જીત  
  • લીંબડીમાં કિરીટસિંહ રાણા 20 હજાર મતથી વિજય 
  • મોરબીમાં પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજાની જીત 
  • ગઢડામાં 21 હજાર મતથી આત્મરામ પરમારની જીત 
  • અબડાસામાં 38 હજારથી વધુ મતથી પ્રદ્યુમનસિંહ જાડેજાની જીત
  • કરજણમાં અક્ષય પટેલની જીત 

ઝી 24 કલાક સાથે જોતા રહો પેટાચૂંટણીના પરિણામોનું મહાકવરેજ....

બપોરે 2 વાગ્યાના પરિણામના અપડેટ 

  • મોરબી માળીયા બેઠક પર 27 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ નીકળી ગયા છે. 27 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને ૪૮૨૨૫ મત મળ્યા છે. તો ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૯૬૨૯ મત મળ્યા છે. ૧૪૦૪ ની ભાજપને લીડ મળી છે. 
  • કપરાડા બેઠક પર 14 રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ. જેના અંતે ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીને 58024 મત મળ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઇ વરઠાને 32525 મત મળ્યા. તો 
    અપક્ષ ઉમેદવાર પ્રકાશ પટેલને 3473 અને જ્યેન્દ્ર ગાવિતને 985 મળ્યા. નોટામાં 1955 મત પડ્યા છે. તો સમગ્ર પિક્ચરમાં ભાજપ 25499 મતથી આગળ છે. 
  • લીંબડી સીટ પર 30 માં રાઉન્ડના અંતે ભાજપના કિરીટસિંહ રાણા 24420 મતોથી આગળ છે. 30 માં રાઉન્ડના અંતે નોટાના કુલ 2486 મત પડ્યા છે. 
  • 29 રાઉન્ડના અંતે કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને 76831 મત મળ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 60422 મત મળ્યા છે. અક્ષય પટેલ 16409 મતથી વિજેતા થયા છે. કુલ મત 1,43,270 પડ્યા. 
  • અબડાસા વિધાનસભા ચૂંટણીમાં 24 રાઉન્ડને અંતે ભાજપને 3237 અને કોંગ્રેસને 923 બેઠક મળ્યા છે. 24 રાઉન્ડ બાદ ભાજપના પદ્યુમનસિંહ જાડેજા 28594  મતે આગળ છે.
  • ડાંગ જિલ્લા વિધાનસભાની પેટાચૂંટણીમાં 19માં રાઉન્ડમાં ભાજપાનાં વિજય પટેલ 32070 મતોથી આગળ 
  • આ પેટાચૂંટણીમાં ગઢડા શહેરની એતિહાસિક લીડ મળી છે. અત્યાર સુધીમાં સૌપ્રથમ વખત 3092 ની લીડ ભાજપને પહેલીવાર મળી છે. ભાજપ દ્વારા આત્મારામ પરમારના વિજય સરઘસ માટેની તૈયારીઓ કાર્યકર્તાઓ દ્વારા શરૂ કરાઈ છે. ગઢડા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીએ હાર સ્વીકારી મીડિયા સાથે વાત કરી.
  • ધારી બેઠક ઉપર રાઉન્ડ-૧૮ ના અંતે ભાજપને ૯૪૭૨ મતની લીડ મળી 
  • રાજકોટમાં પેટાચૂંટણીમાં જંગી બહુમતીને ધ્યાનમાં લઈને ઉજવણી શરૂ કરાઈ. રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ. ઢોલ, બેન્ડ વગાડાયા અને કાર્યકરોના મોંઢા મીઠા કરાવવામાં આવ્યા. 

મોરબીમાં બ્રિજેશ મેરજા કોંગ્રેસની સરસાઈ કાપી આગળ આવ્યા 
મોરબી માળીયા બેઠક પર 17 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ. ત્યારે 17 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ નીકળી ગયા છે. 17 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 27739 મત મળ્યા છે. તો ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 28761 મત મળ્યા છે. 17 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજા 1022 મતથી આગળ નીકળી ગયા છે. આમ, 17 રાઉન્ડ પછી મોરબીમાં ભાજપ 1022 મતે આગળ આવી ગયુ છે. છેલ્લાં 3 રાઉન્ડમાં મોરબીમાં ભાજપના બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના જયંતીલાલ પટેલે મેળવેલી સરસાઈ કાપી અને હવે આગળ નીકળી ગયા છે. 

ગુજરાત પેટાચૂંટણીના પરિણામ Live : ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર, થોડી વારમા ચિત્ર સ્પષ્ટ થશે

11 વાગ્યા સુધીનું પરિણામ, કોંગ્રેસ પર ભાજપ ભારે પડ્યું

  • 11 વાગ્યા સુધીના પરિણામમાં ભાજપને 54.33 ટકા વોટ શેર મળ્યો છે. તો કોંગ્રેસને 34.19 ટકા મત મળ્યા છે. 
  • લીંબડી અને ડાંગ બેઠક પર ભાજપનું વાવાઝોડું ફૂંકાયું, લીંબડીમાં ભાજપના ઉમેદવાર 15 હજાર વોટથી આગળ, તો ડાંગમાં વિજય પટેલ 11 હજારની લીડ સાથે આગળ વધી રહ્યાં છે. લીંબડીમાં 12 મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કિરીટ સિંહ રાણા 15,555 મતથી આગળ ચાલી રહ્યા છે. તો ડાંગ બેઠક પર 8 રાઉન્ડના અંતે ભાજપને 20152 મત મળ્યા છે. તો 
  • કોંગ્રેસને 7567 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર વિજય પટેલ 12585 મતથી આગળ ચાલે છે. મતગણતરીમાં પાછળ જતા રહેતા કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગાવિત મતદાન મથક છોડીને જતા રહ્યા હતા. તેઓએ મીડિયા સાથે કંઈ પણ વાત કરવાની ના પાડી હતી. તેઓ પહેલા રાઉન્ડથી જ પાછળ રહ્યા હતા. 
  • કમલમ પર 12 વાગે વિજય મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 12 વાગે કમલમ આવશે. કમલમ આવતા પહેલા બંન્ને વચ્ચે બેઠક થશે. તો બીજી તરફ, કોંગ્રેસ ભવન ખાતે સન્નાટો છવાયો છે. સવારથી બપોર સુધી એકપણ નેતા કે પદાધિકારી કોંગ્રેસ ભવન, પાલડી ખાતે દેખાયા નથી. 
  • કપરાડા વિધાનસભા બેઠક પર  છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 9875  મતથી આગળ
  • કરજણ બેઠક પર 10 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ 27958 મત મળ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને કુલ  19427 મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ  8531 મતથી આગળ ચાલી રહ્યા છે. 
  • મોરબી બેઠક ઉપર પણ ભાજપનો ભગવો લહેરાશે તેવો દાવો રાજ્યના ઊર્જા મંત્રી સૌરભ પટેલે કર્યો. મોરબી બેઠકની જવાબદારી ઊર્જામંત્રી સૌરભ પટેલને સોંપવામાં આવી હતી. ત્યારે ઝી 24કલાક સાથેની ખાસ વાતચીતમાં તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે, શરૂઆતમાં જે મતપેટી ખોલાઈ તે કોંગ્રેસ તરફી વિસ્તારોની હતી. પણ હવે પછીના તમામ બુથો ભાજપ તરફી છે એટલે ભાજપના ઉમેદવારનો ભવ્ય વિજય થશે. મોરબી માળીયા બેઠક પર 10 રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. 10 રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ આગળ ચાલી રહ્યા છે. જોકે, જયંતી પટેલી લીડમાં ઘટાડો થયો છે. દસ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલને 16897 મત મળ્યા છે. તો ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને 15502 મત મળ્યા છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર જયંતી પટેલ 1395 મતથી આગળ ચાલી રહ્યા છે. 
  • ધારી બેઠક ઉપર છઠ્ઠા રાઉન્ડના અંતે ભાજપને 2021 મતની લીડ મળી. 

congress_bhavan_paldi_zee.jpg

(હાર નજર સામ દેખાતા અમદાવાદના કોંગ્રેસના કાર્યાલય ખાતે સન્નાટો છવાઈ ગયો)

7 બેઠક પર જીત તરફ ભાજપ, કાર્યકર્તાઓ ગેલમાં
11 વાગ્યા સુધીનુ પરિણામ લગભગ સ્પષ્ટ થઈ રહ્યું છે. મોરબીને બાદ કરતા 7 બેઠકો પર ભાજપ પક્ષ આગળ ચાલી રહ્યું છે. ડાંગ, લીંબડી, અબડાસા, ધારી, કરજણ, ગઢડા અને કપરાડા બેઠક પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉજવણી માટે પહોંચી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસનું કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર સોપો છવાઈ ગયો છે. ભાજપ માટે આ દિવાળી છે, ત્યારે આ મોટો વિજયોત્સવ ભાજપના ફાળે આવશે. સીઆર પાટીલના પ્રમુખપદે આવ્યા બાદ આ પહેલી ચૂંટણી હતી, જેમાં ભાજપને સફળતા મળી છે. આમ, કમલમમાં વિજયોત્સવની તૈયારીઓ શરૂ થઈ છે.  

bjp_byelection_zee.jpg

સવારે 10.00 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં મોરબી બેઠક પર ટ્રેન્ડ બદલાયો, 7 બેઠક પર ભાજપ આગળ અને 1 પર કોંગ્રેસ પાછળ   

  •  કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કુલ મત 9440 મળ્યા. તો કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાને 6191 મત મળ્યા છે. બીજા રાઉન્ડ બાદ ભાજપ ઉમેદવાર અક્ષય પટેલ 3249 મતથી આગળ
  • ડાંગ બેઠક પર 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર વિજય પટેલ 6243 મતથી આગળ ચાલી રહ્યા છે. જેથી મતદાન કેન્દ્ર પર ભાજપના કાર્યકર્તાઓમા ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં કાર્યકર્તા એકઠા થયા છે. ડાંગ બેઠક પર ભાજપ પહેલા રાઉન્ડથી જ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના સૂર્યકાંત ગાવિતને 4066 મત મળ્યાં છે. 
  • ગઢડા વિધાનસભા બેઠક પર બીજા રાઉન્ડના અંતે ભાજપને 2873 મત મળ્યા છે. તો કોંગ્રેસના મોહનસિંહ સોલંકીને 1599 મત મળ્યા છે. બીજા રાઉન્ડના અંતે ભાજપ 2674 મતે આગળ છે. ગઢડા બેઠક પર નોટામાં 207 મત પડ્યા છે. 
  • લીંબડીમાં 5 માં રાઉન્ડના અંતે 7240 થી ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણા આગળ
  • અબડાસા બેઠક પર રાઉન્ડ 4ના અંતે ભાજપના પદ્યુમનસિંહ જાડેજા 4554 મતે આગળ છે. તો કોંગ્રેસના શાંતિલાલ સેંઘાણી પાછળ ચાલી રહ્યાં છે. 
  • મોરબી-હાલમાં માળિયા વિસ્તારની મત ગણતરી ચાલી રહી છે. માળિયામાં અપક્ષ ઉમેદવાર નિઝામ મોવરને 1548 મત મળ્યા. તો પરમાર વસંતલાલ 914 મત મળ્યા. માળિયા વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અહીં અપક્ષની રણનિતી કોને ફાયદો કરે છે તેના પર સૌની નજર છે. જોકે, મોરબી માળીયા બેઠક પર પાંચમા રાઉન્ડની મત ગણતરીના અંતે પાંચ રાઉન્ડના અંતે કોંગ્રેસના ઉમેદવાર જેન્તીભાઇ પટેલ આગળ ચાલી રહ્યાં છે. પાંચ રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજાને 5422 મત મળ્યા છે. તો કોંગ્રેસના ઉમેદવાર જેન્તી પટેલને મળ્યા 8794 મત
  • ધારી બેઠક પર બીજા રાઉન્ડના અંતે ભાજપના જેવી કાકડિયા 367 મતથી આગળ, તો કોંગ્રેસના સુરેશ કોટડિયા પાછળ

huhuhuhu.jpg

સવારે 9.00 વાગ્યા સુધીનો ટ્રેન્ડમાં 7 બેઠકો પર ભાજપ આગળ 

  • મોરબી માળીયા બેઠક પર પ્રથમ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા આગળ. મોરબી માળીયા બેઠક પર બીજા રાઉન્ડની મત ગણતરી શરૂ. પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા 278 મતથી આગળ ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડના અંતે બ્રિજેશ મેરજાને 1466 મત મળ્યા. પ્રથમ રાઉન્ડના અંતે નોટામાં  78 મત પડ્યા. 
  • કપરાડા વિધાનસભા બેઠક પર પહેલા રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર 2459 મતથી આગળ
  • ગઢડા બેઠક ઉપર પહેલા રાઉન્ડમાં ભાજપના આત્મરામ પરમાર 1420 મતે આગળ
  • લીંબડી બેઠક પર ભાજપના કિરીટીસિંહ બે રાઉન્ડના અંતે 3546 મતે આગળ

ZEE 24 કલાક સાથે લાઈવ :

  • અબડાસા બેઠક પર પોસ્ટલ બેલેટ મત ગણતરી શરૂ થઈ. સ્ટ્રોંગ રૂમના સીલ ખોલી મત ગણતરી શરૂ કરાઇ
  • ડાંગ વિધાનસભામાં બેલેટ પેપરની મત ગણતરીમાં ભાજપના ઉમેદવાર વિજય પટેલ 50 મતથી આગળ
  • મોરબી વિધાનસભા પેટા ચૂંટણી પર 1552 બેલેટ પેપર મતદાન મથક પર પહોંચ્યા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી થોડીવારમાં શરૂ થશે 

દરેક મતદાન મથક પર થર્મલ સ્કેનિંગ, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી ગણતરી થશે. ટેબલ દીઠ સોશિયલ ડિસ્ટન્સના કારણે એજન્ટને મુશ્કેલી ન પડે માટે તે માટે મોનિટર ડિસ્પ્લે મૂકાશે. દરેક મતદાન ગણતરી સેન્ટર પર મેડિકલ ટીમ ઉપલબ્ધ હશે. મતગણતરી મથકો ઉપર 320 નો સ્ટાફ ઉપસ્થિત રહેશે. 

  • અબડાસા 30 રાઉન્ડ
  • લીંબડી 42 રાઉન્ડ 
  • મોરબી 34 રાઉન્ડ
  • ધારી 29 રાઉન્ડ
  • ગઢડા 27 રાઉન્ડ 
  • કપરાડા 27 રાઉન્ડ
  • કરજણ 28 રાઉન્ડ
  • ડાંગ 36 રાઉન્ડ

Election_counting_zee.jpg

આઠ બેઠકોની પેટાચૂંટણીમાં આજે બપોર સુધી મતગણતરીના રાઉન્ડ પ્રમાણે પરિણામો આવી શકે છે. ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે. સૌપ્રથમ પરિણામ કપરાડા અને ગઢડા બેઠકમાં સૌથી ઓછા 27 રાઉન્ડ હોવાથી પ્રથમ પરિણામ આવશે. તો સૌથી વધુ 42 રાઉન્ડ લીંબડી બેઠકમાં હોવાથી લીંબડીનું પરિણામ સૌથી મોડું આવે તેવી સંભાવના છે. તો ધારી અને કરજણ બેઠક ઉપર મતગણતરી 28 રાઉન્ડ હાથ ધરાશે. એટલે બીજા ક્રમે પરિણામ આવે તેવી સંભાવના છે. તો અબડાસામાં 30, મોરબીમાં 34 અને ડાંગમાં 36 રાઉન્ડ હોવાના કારણે અન્ય બેઠકો કરતા મોડું પરિણામ આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news