Gandhinagar News : ગુજરાતના મુખ્યમંત્રીની સલામતી જરૂરી છે. આવામાં તેમની કોન્વોયમાં રહેલી બુલેટપ્રુફ કારને અકસ્માતનો મુદ્દો સામે આવ્યો છે. અમદાવાદ પાસે કોન્વોયમાંની બુલેટપ્રુફ કાર ગાય સાથે ભટકાઈ હતી. આ મામલે એક ગુપ્ત અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી કોન્વોયની બુલેટ પ્રૂફ કારને અકસ્માતનો મામલો સામે આવ્યો છે. સમગ્ર બનાવની તપાસ પૂરી કરી વડોદરા પોલીસે ગુપ્ત અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલ્યો છે. CMની સુરક્ષા માટે વડોદરાથી રાજકોટ મોકલતા સમયે તેમની કોન્વોયમાંની બુલેટ પ્રૂફ કારને અકસ્માત થયો હતો. અમદાવાદ નજીક સરખેજ બાવળા હાઇવે પર ચાંગોદર વિસ્તારમાં અકસ્માત થયો હતો. પાઈલોટ અને એસ્કોર્ટિંગ સાથે જઈ રહેલી બુલેટ પ્રૂફ કાર સાથે ગાય ભટકાઈ હતી. ત્યારે આ અંગે વડોદરા પોલીસ હેડ ક્વાર્ટરના એસીપીને તપાસ સોંપાઈ હતી. એસીપીએ તપાસ કરી ગુપ્ત અહેવાલ મુખ્યમંત્રી કાર્યાલયને મોકલ્યો છે. 


ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહી! વાવાઝોડાને કારણે વાતાવરણમાં રમણભમણ થઈ જશે


ક્યારે અને કેવી રીતે થયો હતો અકસ્માત
અમદાવાદ રુરલના ચાંગોદર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ એન્ટ્રી નં.૪૬- ૨૦૨૪થી આ ઘટના સ્ટેશન ડાયરીમાં નોંધાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો તા.૯મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રાજકોટ ખાતે જાહેર કાર્યક્રમ હતો. સી. એમ.ની સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ તંત્રના તાબા હેઠળની બુલેટ પ્રુફ ફોર્ચ્યુનર કારને ડ્રાઈવર સાથે રાજકોટ ખાતે મોકલાવાઈ હતી. સી.એમ.નો કાર્યક્રમ પતાવીને પાઈલોટિંગ અને એસ્કોટિંગ સાથે બુલેટ પ્રુફ કાર રાજકોટથી નીકળીને સાંજે ૫-૨૪ વાગે બાવળા હાઈવે ચાંગોદર ગગન હોટલ પાસેથી પસાર થઈ રહી હતી. આગળ પાઈલોટિંગ કાર હતી. બીજા ક્રમે વડોદરાથી મોકલાવાયેલી બુલેટ પ્રુફ કાર હતી પાછળ જામર કાર હતી. ત્યારે અચાનક એક ગાય રોડ પર આવી હતી અને બુલેટ પ્રૂફ કાર સાથે ભટકાઈ હતી.


ગત વર્ષે વોર્નિંગ કાર ખોટકાઈ હતી 
ગત વર્ષે પણ એક બનાવ બન્યો હતો, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વડોદરા એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા. જ્યાં કામ પૂરુ કરીને તેઓ સાવલી જવા રવાના થયા હતા. પરંતું તે પહેલા જ તેમના કાફલામાં આગળ ચાલતી વોર્નિંગ કાર ખોટકાઈ હતી. જેથી તેઓને વોર્નિંગ કાર વિના જ સાવલી જવા નીકળવુ પડ્યુ હતું. જોકે, આ એક ગંભીર બેદરકારી છે કે, મુખ્યમંત્રીને વોર્નિંગ કાર વગર જવુ પડ્યુ હતું. વોર્નિંગ વાનમાં હાજર પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે, આજે સવારના 7 વાગ્યે ગાડી ઉભી રાખી હતી. ગાડીમાં સેલ્ફ સ્ટાર્ટ લાગતો નથી. બધુ કરી જોયું છે પણ ચાલુ થતી નથી.


મોદી CM હતા ત્યારે સ્કોર્પિયોનો જ ઉપયોગ કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ મહિન્દ્રા સ્કોર્પિયો એસયુવીનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ જ્યારે તેઓ પીએમ બન્યા ત્યારે સૌથી પહેલા ફોર્ચ્યુનર કારનો ઉપયોગ કર્યો. ત્યારબાદ Toyota Land Cruiser, BMW 7-Series 760 Li High-Security Edition, Range Rover HSE અને બાદમાં Mercedes-Maybach S650 Guardનો ઉપયોગ કરી રહ્યા છે.


વિચલિત કરી દેતા દ્રશ્યો... ઉર્સના મેળામાં કીચડમાં ધૂણ્યા લોકો, ચીસાચીસ કરતા માહોલ ડરામણો બન્યો