લખનઉઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી રવિવારે પોતાના 14 સભ્યોના પ્રતિનિધિમંડળની સાથે લખનઉ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. બંન્ને વચ્ચે આ દરમિયાન ગુજરાતમાં થયેલી હિંસાની ચર્ચા થઈ હતી. ત્યારબાદ વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાત સરકાર રાજ્યમાં રહેતા બિન ગુજરાતીની સુરક્ષા માટે તમામ પગલા ભરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપાણીએ કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર પર નિશાન સાધતા કહ્યું કે, અમારી સરકાર અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કાયદાકીય પગલા ભરશે. તેમણે કહ્યું કે, અમે ગુજરાત હિંસામાં સામેલ લોકોની ધરપકડ પણ કરી છે. 


સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ રાજ્યમાં હિંસા ફેલાવવા ઈચ્છે છે પરંતુ તે નિષ્ફળ રહી. તેમણે કહ્યું કે, મને લાગે છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેના પર જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. આ મામલા પર કોંગ્રેસનો પક્ષ સ્પષ્ટ થવો જોઈએ. સાથે કોંગ્રેસે મામલાને લઈને જરૂરી પગલા ભરવા જોઈએ. 


મુખ્યપ્રધાને એકતા સંવાદમાં સંબોધન કરતા કહ્યું કે, રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા ઇતિહાસ અને વિરાસત આજની પેઢીમાં ઉજાગર ન થાય તે માટે અગાઉની કેન્દ્રની સરકારોએ ઉદાસીનતા દાખવી હતી.


આ પહેલા વિજય રૂપાણીએ યૂપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સામે મુલાકાત કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં હાજરી આપવાનું આમંત્રણ આપ્યું હતું. સીએમે યોગી આદિત્યનાથને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની તસ્વીર, કોફી ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રીમંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી. મુખ્યપ્રધાને કહ્યું કે, સરદાર સાહેબે દેશને જોડવાનું કામ કર્યું હતું, તેને કોઈ તોડી શકે નહીં. જો સરદાર ન હોત તો આજે ભારતનો નકશો જુદો હોત .


મુખ્યપ્રધાને એકતા સંવાદમાં સંબોધન કરતા કહ્યું કે, રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા ઇતિહાસ અને વિરાસત આજની પેઢીમાં ઉજાગર ન થાય તે માટે અગાઉની કેન્દ્રની સરકારોએ ઉદાસીનતા દાખવી હતી. સીએમે કહ્યું કે, એક પરિવારને મહત્વ આપીને ગાંધીજી સાથે અન્યાય કરવામાં આવ્યો હતો. સરદારને ભૂલાવી દેવાના પણ ઈરાદા પૂર્વક અનેક પ્રયત્નો કરવામાં આવ્યો હતો. તેમની પાર્લામેન્ટમાં પણ એક તસ્વીર મુકવામાં વિલંબ કરવામાં આવ્યો હતો. 


સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આંબેડકરજીના જીવન સાથે જોડાયેલા પાંચ મહત્વપૂર્ણ સ્થળો લંડનમાં તેમનું અભ્યાસ સ્થળ, જન્મ સ્થળ, દિલ્હીમાં મહાપરી નિર્વાણ સ્થળ સ્મારત, નાગપુર દીક્ષા ભૂમિ અને મુંબઈની ચૈત્ય ભૂમિમાં સ્મારકના નિર્માણ કરવાનો સંકલ્પ પણ વડાપ્રધાન મોદીએ કર્યો છે. 


તેમણે કહ્યું કે, અખંડ ભારતના શિલ્પકાર સરદાર સાહેબના મહાન કાર્ય અને ઈતિહાસને વિશ્વ સમક્ષ ઉજાગર કરવા માટે નરેન્દ્ર મોદીએ વિશ્વની વિરાટ પ્રતિમાનો શિલાન્યાસ, કરીને દરેક પ્રદેશના લોકોનું ભાવનાત્મક જોડાણ સરદાર સાહેબ સાથે બાંધ્યું છે. 


આ પ્રતિમાના નિર્માણમાં દેશના ખેડૂતોના ખેત ઓજારોનું લોખંડ વ