ગુજરાતમાં ભાજપનું ટેન્શન વધશે, કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન માટે કરી મોટી તૈયારી, આવું છે પ્લાનિંગ
Rahul Gandhi Gujarat Visit : 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે... જેમાં દેશભરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજરી આપશે
Trending Photos
Congress National Convention In Gujarat : રાહુલ ગાંધીની જ્યારે જ્યારે ગુજરાત મુલાકાત હોય ત્યારે ભાજપનુ ટેન્શન વધી જાય છે. ત્યારે ફરી એકવાર રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓના કાફલા સાથે ગુજરાતમાં આવવાના છે. ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની નવી માહિતી સામે આવી છે.
ગુજરાતમાં આશરે 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં યોજાશે. ત્યારે શું શું થશે તે જોઈ લો
7 એપ્રિલ
7 એપ્રિલની સાંજે 7 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાંસ્કૃત્તિક કાર્યક્રમ યોજાશે. દેશના જુદા જુદા રાજ્યોને જોડતો એક સાંસ્કૃત્તિક કાર્યક્રમ દ્વારા ભારતની ઝાંખી દેખાડાશે.
8 એપ્રિલ
8 એપ્રિલે સવારે 11 વાગ્યે શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળશે. તે જ દિવસે સાંજે 5 વાગ્યે ગાંધીઆશ્રમમાં પ્રાર્થના સભા થશે. કોંગ્રેસના સોનિયા ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ મુખ્ય આગેવાનો ત્યાં ઉપસ્થિત રહેશે.
9 એપ્રિલ
9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકમાં માનનીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધીજી, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે.
ભાજપને મોટું ટેન્શન
કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાવાનું છે, જેનાથી ભાજપનું ટેન્શન વધી શકે છે. એક તરફ રાહુલ ગાંધી ગુજરાતમાં સક્રિય થયા છે. તો બીજી તરફ, રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં બદલાવ કરવાની વાત કરી છે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અત્યારથી એક્ટિવ થઈ ગયું છે. ત્યારે અમદાવાદના આંગણે કોંગ્રેસના નેતાઓના મેળાવડાથી ભાજપના પેટમાં ફાળ પડી શકે છે.
રાહુલ ગાંધીએ કહી નેતાઓને હાંકી કાઢવાની વાત
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં રહેલી ખામીઓને પણ જાહેરમાં વ્યક્ત કરી હતી. ગુજરાતમાં પગ મૂકતાં જ રાહુલે કોંગ્રેસને આ હિન્ટ આપી હતી. જેને પગલે હવે ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં ધરમૂળથી ફેરફારો આવે તો નવાઈ નહિ. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ ગુજરાતમાં જીતશે, અને ગુજરાતથી જ નવી પાર્ટી બનશે. કોંગ્રેસ પાર્ટીના સૌથી મોટા નેતા, જેઓએ અમને માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતના નેતા મહાત્મા ગાંધીએ દેશને કહ્યું હતું કે, ડરો નહિ અને ડરાવો નહિ. આજે કોંગ્રેસ પાર્ટીના વિચાર ગુજરાતથી આવ્યા હતા. હવે અમે તેમને સબક શીખવાડીશું, જેમ તેમણે અમારી ઓફિસ તોડી, તેમ અમે તેમની સરકારને તોડીશું. આ સાથે જ મારી એક ફરિયાદ પણ છે. ગુજરાત કોંગ્રેસમાં કોઈ કમી નથી તેવુ પણ ન કહી શકાય. એક કાર્યકર્તાએ મને કહ્યું કે, રાહુલજી, કોંગ્રેસમાં એક તકલીફ એવી છે કે, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો અને બીજો લગ્નનો હોય છે. ક્યારેક કોંગ્રેસ લગ્નના ઘોડાને રેસમાં અને રેસના ઘોડાને લગ્નમાં દોડાવે છે. કાર્યકર્તાએ મને કહ્યું કે, આ તમે બંધ કરાવો. હવે આ ગુજરાતમાં કરવાનું છે. રેસના ઘોડાને રેસમાં દોડાવીશું, અને લગ્નના ઘોડાના લગ્નના બારાતમાં નચાવીશું. આ કામ હવે ગંભીરતાથી કરવાનું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે