'ભાજપ સરકારનું ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી'! ખેડૂતો મુદ્દે અમિત ચાવડાના આકરા પ્રહાર
Ahmdabad News: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનુ ખેડૂતો મુદ્દે નિવેદન. કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂતો મુદ્દે એક વચન સાચું નથી પડ્યું. આ સરકારની નીતી ખેડૂત વિરોધી હોવાનુ સાબીત થયું. સરકાર એક બાદ એક એવા નિર્ણય કરે છે જેથી ખેડૂતોની અધોગતિ થાય. થોડા સમય પહેલાં કપાસ પરની આયાત ડ્યુટી નાબુદ કરી દેશના ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું. હવે સરકારે મગફળી પકવતા ખેડૂતો પર વજ્રઘાત કર્યો.
Trending Photos
)
Ahmdabad News: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કેન્દ્ર અને રાજ્યમાં સત્તા પર રહેલી ભાજપ સરકાર પર ખેડૂતોના મુદ્દે આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "કેન્દ્ર અને રાજ્યમાં રહેલી ભાજપ સરકારનું ખેડૂતો મુદ્દે એક પણ વચન સાચું પડ્યું નથી અને આ સરકારની નીતિ સંપૂર્ણપણે ખેડૂત વિરોધી હોવાનું સાબિત થયું છે."
કોંગ્રેસ પ્રમુખે આરોપ લગાવ્યો કે સરકાર એક પછી એક એવા નિર્ણયો લઈ રહી છે જેનાથી ખેડૂતોની અધોગતિ થઈ રહી છે. તાજેતરના નિર્ણયોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, "થોડા સમય પહેલાં કપાસ પરની આયાત ડ્યુટી નાબૂદ કરીને દેશેના ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. હવે સરકારે મગફળી પકવતા ખેડૂતો પર વજ્રઘાત કર્યો છે."
મગફળીની ખરીદી મુદ્દે સરકારનો 'વજ્રઘાત'
ચાવડાએ જણાવ્યું કે સરકારે ટેકાના ભાવે ચોક્કસ વજનમાં જ મગફળી ખરીદવાનો નિર્ણય કરીને ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. સરકારે ખેડૂતો દ્વારા ઉત્પાદિત ૧૦૦ ટકા મગફળી ન ખરીદવાના બદલે માત્ર ૭૦ મણ ખરીદવાની જાહેરાત કરી છે, જે ખેડૂતો સાથે અન્યાય છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરી છે.
તેમની મુખ્ય માંગણીઓ આ મુજબ છે. ખેડૂતો દ્વારા જેટલી મગફળીનું ઉત્પાદન થયું છે, તે તમામની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે. જો સરકાર ટેકાના ભાવે સંપૂર્ણ ખરીદી ન કરી શકે, તો ખેડૂતોને બજાર ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત (ભાવફેર) ચૂકવવામાં આવે. ભાવફેરના રૂપિયા સીધા જ ખેડૂતોનાં ખાતામાં જમા કરાવવામાં આવે.
કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અને આંદોલનની ચીમકી
મગફળી પકવતા ખેડૂતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર થકી ૩૦૦ મણ મગફળીની ખરીદી કરવા માંગણી કરવામાં આવી છે. આ લડતને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસના કાર્યકરો મગફળી પકવતા ખેડૂતો પાસે ફોર્મ ભરાવવાની ઝુંબેશ ચલાવશે. જે ફોર્મ ભરાયા છે, તે રેલી સ્વરૂપે જે તે જિલ્લાના કલેક્ટરને સોંપવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ અંતે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, "જો સરકાર આ મુદ્દે સકારાત્મક નિર્ણય નહીં લે તો, કોંગ્રેસ પક્ષ ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે અને ખેડૂતોને તેમનો હક અપાવીને જ જંપશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે













