ઝેરી કફ સિરપ કાંડમાં ખુલ્યું ગુજરાત કનેક્શન, ઉત્પાદન કરનાર 2 કંપનીઓ પર સૌથી મોટો ખુલાસો

Toxic Cough Syrup Scare: ગુજરાતના લોકો સાવધાન થઈ જાઓ. ગુજરાતમાં મળી રહ્યું છે બાળકોના મોતનો સામાન. ઝેરી કફ સિરપ ગુજરાતમાં બનતી હોવાનો થયો ખુલાસો. બે કફ સિરપ ઝેરી હોવાનો ખુલાસો. નિયતથી વધુ માત્રામાં ખતરનાક કેમિકલ મળ્યા. બંને સિરપના વેચાણ પર પ્રતિબંધ મુકાશે.

ઝેરી કફ સિરપ કાંડમાં ખુલ્યું ગુજરાત કનેક્શન, ઉત્પાદન કરનાર 2 કંપનીઓ પર સૌથી મોટો ખુલાસો

Toxic Cough Syrup Scare: મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેણે ગુજરાતના ડ્રગ ઉત્પાદન ઉદ્યોગ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ જીવલેણ સિરપનું ઉત્પાદન ગુજરાતમાં થતું હોવાનું બહાર આવ્યું છે.

Add Zee News as a Preferred Source

ઝેરી કફ સિરપ: મોતનો સામાન
તાજેતરમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપના કારણે 11થી વધુ બાળકોના કરુણ મૃત્યુ થયા હોવાના અહેવાલો બાદ આ સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ખુલાસો થયો છે કે બે ચોક્કસ કફ સિરપ, 'રી-લાઈફ' (Re-Lief) અને 'રેસ્પિફ્રેસ ટીઆર' (Respifresh TR), ઝેરી છે. આ બંને સિરપમાં નિયત માત્રા કરતાં અનેકગણું વધુ પ્રમાણમાં ખતરનાક કેમિકલ 'ડાઈએથિલીન ગ્લાયકોલ' (Diethylene Glycol - DEG) મળી આવ્યું છે. ડાઈએથિલીન ગ્લાયકોલ એક અત્યંત ઝેરી ઔદ્યોગિક સોલ્વેન્ટ છે, જેનો ઉપયોગ એન્ટિફ્રીઝ અને બ્રેક ફ્લુઇડ જેવા ઉત્પાદનોમાં થાય છે, અને જો તે દવાઓમાં ભેળવવામાં આવે તો તે કિડની ફેલ્યોરનું કારણ બની શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે.

ગુજરાતની બે કંપનીઓનું નામ આવ્યું સામે..
સૌથી મોટો અને ચિંતાજનક ખુલાસો એ છે કે આ ઝેરી સિરપનું ઉત્પાદન ગુજરાતની બે કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. 1. શેપ ફાર્મા (Shape Pharma) આ કંપનીની 'રી-લાઈફ'** સિરપમાં ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધુ હતું. આ કંપની સુરેન્દ્રનગરના શેખપરમાં આવેલી છે. જ્યારે બીજી કંપની રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ (Rednex Pharmaceuticals) છે. આ કંપનીની 'રેસ્પિફ્રેશ TR' સિરપમાં ડાયએથિલીન ગ્લાયકોલનું પ્રમાણ વધુ હતું. આ કંપની અમદાવાદના બાવળામાં આવેલી છે. આ ખુલાસા બાદ ગુજરાતમાં દવાના ગુણવત્તા નિયંત્રણ અને ઉત્પાદન પ્રક્રિયા પર ગંભીર સવાલો ઊભા થયા છે.

તાત્કાલિક પ્રતિબંધ અને તંત્રની કાર્યવાહી
તપાસમાં આ બંને સિરપ ઝેરી હોવાનું પુરવાર થતાં, તેમના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઝેરી કફ સિરપના કારણે થયેલા મૃત્યુના મામલા બાદ, અન્ય રાજ્યોના દવા નિયંત્રણ વિભાગોએ પણ સમાન ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો છે અને સઘન તપાસ શરૂ કરી છે. ગુજરાતની કંપનીઓનું નામ સામે આવ્યા બાદ, ગુજરાતનું ડ્રગ કંટ્રોલ તંત્ર પણ હવે સક્રિય બન્યું છે અને આ કંપનીઓના અન્ય ઉત્પાદનોની ગુણવત્તાની તપાસ પણ હાથ ધરવામાં આવી શકે છે.

વાલીઓ માટે ખાસ ચેતવણી
આ ઘટના ગુજરાત સહિત સમગ્ર દેશના વાલીઓ માટે એક મોટી ચેતવણી છે. બાળકોને કોઈપણ કફ સિરપ આપતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. પોતાની જાતે અથવા મેડિકલ સ્ટોરના કહેવા પર સીધી કોઈ પણ કફ સિરપ આપવાનું ટાળો. જો બાળકને કફ સિરપ આપ્યા પછી ઉલ્ટી, ઝાડા, ઓછો પેશાબ થવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. માત્ર વિશ્વસનીય અને જાણીતા ઉત્પાદકોની દવાઓ જ ખરીદો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news