Ahmedabad માં ઢગલાબંધ નેતાઓથી કોરોના પોઝિટિવ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ પણ સંક્રમિત
ગુજરાતમાં કોરોના વિસ્ફોટ (gujarat corona update) ની સ્થિતિ તરફ જઈ રહ્યું છે. ગુજરાતમાં દર કલાકે 140 લોકોને કોરોના ડંખી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના નવા 3350 કેસ (corona case) નોંધાયા છે. તો હાલ રાજ્યમાં કોરોનાના 10,994 એક્ટિવ કેસ છે. આવામાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ એકલામાં કોરોનાના નવા 1660 કેસ નોંધાયા છે. ત્યારે ઢગલાબંધ નેતા કોરોના સંક્રમિત (corona update) થયા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ (Amit Shah) કોરોના સંક્રમિત થયા છે. આ સાથે 40 જેટલા નેતાઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં કોરોના વિસ્ફોટ (gujarat corona update) ની સ્થિતિ તરફ જઈ રહ્યું છે. ગુજરાતમાં દર કલાકે 140 લોકોને કોરોના ડંખી રહ્યો છે. એક દિવસમાં કોરોનાના નવા 3350 કેસ (corona case) નોંધાયા છે. તો હાલ રાજ્યમાં કોરોનાના 10,994 એક્ટિવ કેસ છે. આવામાં અમદાવાદ (Ahmedabad) માં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. અમદાવાદ એકલામાં કોરોનાના નવા 1660 કેસ નોંધાયા છે. ત્યારે ઢગલાબંધ નેતા કોરોના સંક્રમિત (corona update) થયા છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ (Amit Shah) કોરોના સંક્રમિત થયા છે. આ સાથે 40 જેટલા નેતાઓ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ માટે ચોંકાવનારા સમાચાર એ છે કે, શહેરમાં 40 જેટલા નેતા કોરોના સંક્રમિત થયા છે. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ કોરોના સંક્રમિત થયા છે. આ સાથે 40 જેટલા નેતાઓ કોરોનો પોઝિટિવ (corona virus) આવ્યા છે. મંગળવારે આ તમામ નેતાઓ રિવરફ્રન્ટ સ્થિત કાર્યક્રમમાં ધર્મચાર્ય આશીર્વાદ સમારોહમાં હાજર હતા. સમારોહમાં રાજ્યના 500થી વધુ સાધુ સંતો હાજર રહ્યા હતા. જેથી સંતોમાં પણ ડર ભરાયો છે. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, મહામંત્રી ભૂષણ ભટ્ટ, પરેશ લાખાણી, ઉપાધ્યક્ષ દર્શક ઠાકર, પૂર્વ કોર્પોરેટર અમુલ ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે.
આ પણ વાંચો : કેમિકલ માફિયાઓના પાપની સજા મજૂરોને મળી, અંધારામાં દહેજથી આવ્યુ હતું કેમિકલ ભરેલું ટેન્કર
તો બીજી તરફ, રાજ્ય કક્ષા મંત્રી જીતુ ચૌધરી કોરોના સંક્રમિત થયા છે. ગુજરાતના આરોગ્ય વિભાગમાં પણ કોરોના ઘૂસ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના મુખ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલ પણ કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ સંક્રમિત થયા બાદ કર્મચારીઓએ કોરોના ટેસ્ટ કરાવવા દોડ મૂકી હતી. અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં 6 તબીબો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો થતા બંધ થયેલા ટેસ્ટિંગ ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આનંદનગર રોડ પર રેપિડ ટેસ્ટ માટે લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. કોરોના ટેસ્ટિંગની સાથે જે લોકોને વેક્સીન બાકી હોય તેમને વેક્સીન પણ આપવામાં આવી રહી છે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ માટે લોકોની લાંબી લાઈન લાગી છે. છેલ્લા બે દિવસમાં AMC સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 6 શિક્ષકો કોરોના સંક્રમિત થયા છે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસો જોતા પ્રાથમીકના વર્ગો તાત્કાલિક બંધ કરવા શિક્ષકોની અપીલ કરાઈ છે.
આ પણ વાંચો : આ ગુજ્જુ મહિલાએ સફળતાની વ્યાખ્યા બદલી, ફ્લેવરવાળું મધ બનાવીને એક વર્ષમાં કરી લાખોની કમાણી
અમદાવાદ શહેરમાં મોટો કોરોના વિસ્ફોટ યથાવત છે. બીજી તરફ માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારમાં પણ સતત અતિ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સદી નોંધાઈ છે. AMC દ્વારા આજે નવા 23 વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ તરીકે જાહેર કરાયા છે. એક વિસ્તાર માઈક્રો કન્ટાઇનમેન્ટ યાદીમાંથી દૂર કરાયો છે. શહેરમાં માઈક્રો કન્ટાઇનમેન્ટ વિસ્તારની સંખ્યા 108 થઈ છે.