ગુજરાતમાં બીજી લહેરની પીક આવી ગઈ, જાણો ક્યારથી કોરોનાના કેસ ઘટવાનુ શરૂ થશે

ગુજરાતમાં બીજી લહેરની પીક આવી ગઈ, જાણો ક્યારથી કોરોનાના કેસ ઘટવાનુ શરૂ થશે
  • દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. જોકે, 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ છે

ઝી મીડિયા/બ્યૂરો :જુલાઈ મહિનાના અંત સુધી કોરોનાની બીજી લહેરનો અંત આવી જશે. આમ જુલાઈમાં કોરોનાની બીજી લહેરમાંથી મુક્તિ મળી શકશે. ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેરની પીક આવી ગઈ છે. તેથી હવે ગુજરાતને પણ જલ્દી જ બીજી લહેરમાંથી મુક્ત મળી જશે. ભારત સરકારના વિજ્ઞાન મંત્રાલય હેઠળ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા સ્થાપિત કરવામાં આવેલી 3 સદસ્યની પેનલે અનુમાન લગાવ્યું હતું કે દેશમાં કોરોનાની બીજી લહેર જુલાઈ સુધીમાં કહેર વરસાવવાનું બંધ કરી શકે છે. જોકે, 6થી 8 મહિના પછી ભારતમાં ત્રીજી લહેર પ્રવેશવાનાં એંધાણ પણ જણાયાં હતાં. 

આગામી 15 દિવસમાં વધુ નિયંત્રણ આવી શકે છે
ગુજરાતમાં કોરોના મહામારીની બીજી લહેર પીક પર આવી ગઈ છે. અમદાવાદમાં પણ રોજ નવા સંક્રમિત થતા દર્દીઓમાં હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ જેવા મોટા રાજ્યોમાંથી બીજી પીક પસાર થઈ ગઈ છે તેવુ કેન્દ્રની પેનલમાંથી કહેવાઈ રહ્યું છે. તેથી હવે કોરોનાના કેસ પર લગામ લાગી શકે છે. આગામી 15 દિવસમાં વધુ નિયંત્રણ આવી શકે છે. પણ વેક્સીનેશનથી ત્રીજી વેવ પર નિયંત્રણ મૂકી શકાય છે તેવુ એક્સપર્ટનું કહેવુ છે. હર્ડ ઈમ્યુનિટી પણ કામ કરી શકશે. 

આ પણ વાંચો : વાવાઝોડાથી ગીરના 18 સિંહો ગુમ થવા મુદ્દે વન વિભાગે આપ્યો આ ખુલાસો 

કેસ ઘટી રહ્યાં છે 
ત્રીજી લહેરમાં વેક્સીનેશન બહુ જ કારગત નીવડશે તે મોટી વાત છે. હાલ વેક્સીન કોરોનાનો એકમાત્ર ઈલાજ છે. તેથી જ વેક્સીનેશનનો પ્રયાસ સરકાર દ્વારા થઈ રહ્યો છે. 10 દિવસ પાછળ જઈએ તો ચાર લાખ કેસ આવતા હતા. તે સમયે બીજી લહેરનો પીક કહેવાતો તો. તેના બાદ કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે. હવે અઢી લાખ જેટલા કેસ આવી રહ્યાં છે. હવે મૃત્યુદર પણ ઘટી ગયો છે. 

આ વિશે પલ્મોનોલોજિસ્ટ ડો, પાર્થિવ મહેતાનુ કહેવુ છે કે, 15 મેથી ગ્રાફ નીચે આવશે. જુલાઈના અંત સુધી કોરોનાને કાબૂ કરવામાં સફળતા મળી જશે. સાથે જ ચેપ લાગવાની સંખ્યા ઘટી જશે. ત્રીજી લહેર માટે સરકાર ગાઈડલાઈન આપે તો પાલન કરો. કોઈ ગફલત અને વહેમમાં ન રહો. વેક્સીનેશનમાં ભાગ લઈ અન્ય લોકોને જોડવાનો પ્રયાસ કરો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news