વિધાનસભાની વાતઃ વડગામમાં આ વખતે કોને વધાવશે મતદારો અને કોને આપશે જાકારો? શું છે હાલની સ્થિતિ

Gujarat Assembly Elections 2022/વિધાનસભાની વાતઃ વડગામ બેઠકમાં વડગામ તાલુકો તેજમ પાલનપુર તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર રહી છે. કારણ કે આ એક એવી બેઠક છે જ્યાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરતા અપક્ષનું પલડું ભારે રહ્યું છે. આ બેઠકમાં વડગામ તાલુકો તેજમ પાલનપુર તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે.

 

વિધાનસભાની વાતઃ વડગામમાં આ વખતે કોને વધાવશે મતદારો અને કોને આપશે જાકારો? શું છે હાલની સ્થિતિ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા વર્ષ 2022ની ચૂંંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આ વખતે દિલ્હીથી આવેલી આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં સામેલ થઈ છે. ત્યારે આ વખતે ચૂંટણીઓમાં તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જોવા મળશે. વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકની. તો આ સિડ્યુઅલ કાસ્ટ માટેની અનામત બેઠક છે. ગઈ વખતે અપક્ષ ચૂંટણી લડીને જિગ્નેશ મેવાણી આ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતાં. ત્યાર બાદ મેવાણી વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. આ વખતે જિગ્નેશ મેવાણી આ બેઠક પર કોંગ્રેસની ટિકિટ લઈને ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે મેવાણીને હરાવવા માટે ભાજપે વડગામમાં મણિભાઈ વાઘેલા જ્યારે આમ આદમી પાર્ટીએ દલપત ભાટિયાને ટિકિટ આપીને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યાં છે. જેને કારણે આ વખતે ત્રિ-પાંખિયો જંગ હોવાથી ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળશે. 

વડગામ બેઠકમાં વડગામ તાલુકો તેજમ પાલનપુર તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. બનાસકાંઠાની વડગામ વિધાનસભા બેઠક હંમેશાથી ચર્ચાનું કેન્દ્ર રહી છે. કારણ કે આ એક એવી બેઠક છે જ્યાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરતા અપક્ષનું પલડું ભારે રહ્યું છે. આ બેઠકમાં વડગામ તાલુકો તેજમ પાલનપુર તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. પરંપરાગત રીતે આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણવામાં આવે છે. પરંતુ ગત ચૂંટણીમાં જીજ્ઞેશ મેવાણી અપક્ષ ઉતર્યા હતા અને જીત્યા હતા.અપક્ષ જીગ્નેશ મેવાણીએ ભાજપના ઉમેદવાર ચક્રવર્તીને 19,000થી વધુના માર્જીનથી હરાવ્યા હતા.2017માં વડગામ બેઠક પરથી કુલ 10 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાંથી આઠની ડિપોઝીટ જપ્ત થઇ હતી.  

શું છે વડગામ બેઠકના સમીકરણો?
વડગામ બેઠક SC ઉમેદવાર માટે અનામત છે. વડગામ બેઠક પર કુલ 2 લાખ 39 હજાર 275 મતદાતોએ છે. જેમાંથી 1 લાખ 26 હજાર 696 પુરુષ ઉમેદવારો છે. જ્યારે 1 લાખ 12 હજાર 579 મહિલા મતદારો છે. અહીં દલિત અને મુસ્લિમ સમાજના મતદારો સૌથી વધારે છે. વિધાનસભામાં 25.9 મુસ્લિમ, 15.5 દલિત, 9.5 ઠાકોર, 16.4 ચૌધરી, 5.6 ટકા રાજપૂત, 25.9 અન્ય જાતિનું પ્રભુત્વ છે.

શું છે વડગામ બેઠકનો ઈતિહાસ?
વડગામ બેઠક પરથી વર્ષ 2017માં જીજ્ઞેશ મેવાણી અપક્ષ લડ્યા હતા અને જીત મેળવી હતી. જીજ્ઞેશને આડકતરી રીતે સમર્થન આપવા કોંગ્રેસે ત્યાં ઉમેદવાર જ ઉભા નહોતા રાખ્યા. તો ભાજપના વિજય ચક્રવર્તીની 19 હજાર કરતા વધુ મતથી હાર થઈ હતી.વર્ષ 2012માં કોંગ્રેસના મણીભાઈ વાઘેલાએ ભાજપના ફકીરભાઈ વાઘેલાના હરાવ્યા હતા. તો વર્ષ 2007માં ભાજપના ફકીરભાઈ વાઘેલા જીત્યા હતા.

વર્ષ    વિજેતા ઉમેદવાર           પક્ષ
2017    જીજ્ઞેશ મેવાણી            અપક્ષ
2012    મણિલાલ વાઘેલા         કોંગ્રેસ
2007    ફકીરભાઈ વાઘેલા        ભાજપ
2002    દોલતભાઈ પરમાર      કોંગ્રેસ
1998    દોલતભાઈ પરમાર      કોંગ્રેસ
1995    રામજીભાઈ પરમાર     ભાજપ
1990    મુકુલ પરમાર              જેડી
1985    દોલતભાઈ પરમાર      કોંગ્રેસ
1980    દોલતભાઈ પરમાર      કોંગ્રેસ(I)
1975    અશોકભાઈ ડેભી        NCO
1962    હીરાભાઈ પરમાર       કોંગ્રેસ

 

 

2022માં શું થશે?
2022માં ભાજપ અને કોંગ્રેસ બંનેએ મજબૂત ઉમેદવારોને વડગામથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના મણિભાઈ વાઘેલા ભાજપમાં જોડાયા અને ઈનામ સ્વરૂપે ભાજપે તેમને ટિકિટ આપી છે. તો અપક્ષમાંથી જીજ્ઞેશ મેવાણી ફાઈનલી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા અને કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા છે.તો આમ આદમી પાર્ટીએ દલપત ભાટિયાને મેદાનમાં ઉતાર્યા છે. જેથી વડગામનો જંગ રસપ્રદ બન્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news