Gujarat Election: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ભાજપ, કોગ્રેસ અને આ વખતે ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી મેદાનમા આમાને સામને ટકરાશે. કેજરીવાલે સૌથી વધુ પુરજોશમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને ચોથી યાદી જાહેર કરી છે, આ લિસ્ટમાં કુલ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીના અગાઉના ૩ લિસ્ટ જાહેર કરી 29 ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતનો જંગ ભાજપ અને આપ વચ્ચે છે. કોંગ્રેસનું કોઈ અસ્તિત્વ દેખાતું નથી, કોંગ્રેસમાં જે ઉમેદવારો છે એ હવે ભાજપમાં જઈ રહ્યા છે, ચૂંટણી પછી પણ ભાજપમાં જશે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતની પ્રજાએ આપને એક મોકો આપવાનું મન બનાવી લીધું છે. કેજરીવાલજી દ્વારા જે જાહેરાત કરાઈ એનાથી લોકો આપને મત આપશે. અગાઉ ત્રણ વાર લિસ્ટ જાહેર કરી 29 ઉમેદવાર જાહેર કરાયા છે. આજે વધુ એક લિસ્ટ જાહેર કરી રહયા છીએ. આજની યાદીના માધ્યમથી અમે જમીન સાથે જોડાયેલા અને સમાજમાં કઈક કરવા માંગતા હોય એવા ઉમેદવારોને પસંદ કર્યા છે.



આમ આદમી પાર્ટીએ 12 ઉમેદવારનું જાહેર કર્યું લિસ્ટ


  • હિંમતનગરથી નીરમલસિંહ પરમાર

  • ગાંધીનગર સાઉથ- દોલત પટેલ

  • સાણંદ કુલદીપ વાઘેલા

  • વટવા બિપીન પટેલ

  • અમરાઈવાડી ભરતભાઈ પટેલ

  • કેશોદ રામજીભાઈ ચુડાસમા

  • ઠાસરા નટવરસિંહ રાઠોડ

  • શેહરા તકતસિંગ સોલંકી

  • કાલોલ (પંચમહાલ) દિનેશ બારીયા

  • ગરબડા  શેલેશ કનુભાઈ ભાભોર

  • લીબ્યાંત પંકજ તયડે 

  • ગણદેવી પંકજ પટેલ


ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી અગાઉ જાહેર કરવામાં આવી હતી. ત્યારે ભાજપ અને કોંગ્રેસ પહેલા આપના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે બીજી યાદીમાં નવ ઉમેદવારો આપ દ્વારા જાહેર કરાયા હતા. ત્યારબાદ ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી.



9 ઉમેદવાર જાહેર કર્યાં 
પ્રથમ યાદીમાં સૌરાષ્ટ્રની ચાર, મધ્ય ગુજરાતની બે, ઉત્તર ગુજરાતની ત્રણ અને દક્ષિણ ગુજરાતમાં એક બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે વધુ 9 ઉમેદવારોની પણ હવે જાહેરાત કરવામાં આવી હતી.