Gujarat Vidhan Sabha Chutani Result: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન યોજાયું હતું અને આજે હવે પરિણામનો દિવસ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે મતદાન યોજાયું હતું. આજે સવારે 8 વાગ્યાથી સમગ્ર રાજ્યમાં 37 જેટલા કેન્દ્રો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીએમ ભૂપેન્દ્ર પટેલ આગળ 
ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ આગળ છે. કતારગામ બેઠકથી ગોપાલ ઈટાલિયા પાછળ છે. જ્યારે વરાછા બેઠકથી અલ્પેશ કથીરિયા પાછળ છે. 


ભાજપ 144 બેઠકો પર આગળ
જે ટ્રેન્ડ સામે આવી રહ્યા છે તેમાં 144 બેઠકો પર ભાજપ  આગળ છે. જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. અને આમ આદમી પાર્ટી 10 બેઠક પર આગળ છે. જ્યારે અધર્સમાં 4 બેઠક પર આગળ છે. 


ગોપાલ ઈટાલિયા પાછળ
સુરતની કતારગામ બેઠકથી ગોપાલ ઈટાલિયા પાછળ છે. વરાછા રોડ બેઠક પરથી અલ્પેશ કથીરિયા પણ પાછળ છે. જ્યારે ભાજપના કુમાર કાનાણી આગળ છે. ખંભાળિયામાં ઈસુદાન ગઢવી પાછળ છે. 


મતગણતરી શરૂ
સવારે 8ના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. બેલેટ પેપરની મતગણતરી સૌથી પહેલા શરૂ થઈ ગઈ છે. 


182 બેઠકોનું આજે પરિણામ
ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે. જેમાં ઉત્તર ગુજરાતની 32 બેઠકો, દક્ષિણ ગુજરાતની 35 બેઠકો, મધ્ય ગુજરાતની 61 અને સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકો સામેલ છે. 


જુઓ લાઈવ ટીવી



50 હજાર લીડથી જીત થશે, ગુજરાતમાં ફરી બનશે ભાજપની સરકાર
જેતપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા હાલ રાજકોટના કાઉન્ટિંગ સેન્ટર પર પહોંચ્યા છે. તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કહ્યું કે 50 હજારની લીડથી જીતશે. ગુજરાતમાં ફરીથી ભાજપની સરકાર બનશે.