Kodinar Gujarat Chutani Result 2022 કોડીનારમાં આ વખતે કોણ થશે વિજેતા? જાણો જીતનું ગણિત

Kodinar Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
 

Kodinar Gujarat Chutani Result 2022 કોડીનારમાં આ વખતે કોણ થશે વિજેતા? જાણો જીતનું ગણિત

Kodinar Gujarat Chunav Result 2022: ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં કોડીનાર વિધાનસભા 92માં ક્રમાંકે છે અને આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે. વર્ષ 2012માં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાઈને આવેલા જેઠાભાઈ સોલંકીએ ધારાસભ્ય પદેથી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ભાજપના દલિત નેતા અને સંસદીય સચિવ, કોડીનારના જેઠાભાઈ સોલંકીએ રાજીનામું આપી દીધું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘ભાજપે દલિતોના પ્રશ્નોને કોઇ ન્યાય આપ્યો ના હોવાને કારણે તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું.

ધારાસભ્ય અને સંસદીય સચિવ તરીકે દલિત સમાજના લોકો મારી પાસે પ્રશ્નો લઇને આવતા હતા પરંતુ સમાજના પ્રશ્નોને સરકાર ન્યાય આપતી ન હતી.’ તે સમયે જાણવા મળ્યું હતું કે, કોડીનાર બેઠક પરથી ટીકીટ મળવાની ના હોવાને કારણે તેમણે નારાજ થઈને રાજીનામું આપ્યું હતું. કોડીનાર ભાજપમાં પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી અને જેઠાભાઈ સોલંકી વચ્ચેનો ગજગ્રાહ જગજાહેર છે. દીનુભાઈ સોલંકીને અમિત શાહની નજીક માનવામાં આવે છે. દીનુભાઈ સોલંકીના ઈશારે જ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેઠાભાઈ સોલંકીની ટીકીટ કપાઈ હોવાનુ માનવામાં આવે છે.

કોડીનાર વિધાનસભા ચૂંટણીનું પરિણામઃ

ગીર-સોમનાથ જિલ્લાની કોડીનાર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રદ્યુમન વાજાએ શાનદાર જીત હાંસલ કરી છે. ભાજપના ઉમેદવારે આ બેઠક 19,386 મતોથી જીતી લીધી છે.

2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    પ્રદ્યુમન વાજા
કોંગ્રેસ     મહેશ મકવાણા
આપ    વાલજી મકવાણા

2017ની ચૂંટણીઃ-
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાએ ભાજપ ઉમેદવાર રામભાઈ વાઢેરને જંગી બહુમતીથી હાર આપી હતી.

2012ની ચૂંટણી:-
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાને હરાવીને જીત મેળવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news