)
Bhadaravi Poonam : ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાં ભાદરવી પૂનમનું અનેરું મહત્વ હોય છે. આ દિવસની મા અંબાના ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. પગપાળા જ્યોત લઈને મા અંબાના ધામમાં પહોંચે છે. આવતીકાલે ભાદરવી પૂનમ છે. પરંતું આવતીકાલે અંબાજી મંદિર બંધ રહેવાનું છે. ત્યારે આ પાછળનું કારણ પણ જાણી લો.
ચંદ્રગ્રહણને પગલે ગુજરાતના મોટા મંદિરોમાં આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. દ્વારકાધીશ મંદિર, પાવાગઢ મહાકાળી મંદિર, અંબાજી મંદિર તથા શામળાજી મંદિરમાં ભક્તો માટે સમયમાં બદલાવ કરાયો છે. જે આ મુજબ છે .
અંબાજી મંદિરમાં પણ ફેરફાર
ભાદરવી પૂનમના મેળાના પાંચમા દિવસે અંબાજી મંદિરમાં પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. ભાદરવી પૂનમે ચંદ્ર ગ્રહણ હોવાથી મંદિર વહેલા બંધ થશે. 7 સપ્ટેમ્બરે બપોરે 12.30 કલાકે મંદિર બંધ થશે. શ્રદ્ધાળુઓ 12.30 કલાક બાદ ધ્વજારોહણ પણ નહીં કરી શકે. સાંજના 5 વાગ્યા સુધી જાળીમાંથી માતાના દર્શન થશે. ભાદરવી પૂનમે સાંજના 5 વાગ્યા બાદ મંદિર દર્શન માટે સંપૂર્ણ પણે બંધ રહેશે.

મેળાનો આજે છઠ્ઠો દિવસ
અંબાજીમાં ભાદરવી પૂનમનો છઠ્ઠો દિવસ હોઈ લોકો પોતાની બાધા માનતા પૂરી કરવા પહોંચી રહ્યા છે. અનેક શ્રદ્ધાળુઓ પોતાની બાધા માનતા પૂરી કરવા અંબાજી પહોંચી રહ્યા છે. માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ અને બાળકો પણ પોતાની યથા શક્તિ ભક્તિને લઈ પોતાની બાધા સાથે અંબાજી પહોચતા નજરે પડી રહ્યાં છે. બાળકો પણ પોતાના સારા અભ્યાસ તથા ઘરમાં શાંતિ રહે તે માટે માતાજીને વિનવણી કરવા દંડવત કરતા માતાજીના દરબારમાં પહોંચ્યા હતા. માતાજી એકનું નહિ, પણ અનેકનું સાંભળતા હોય છે ત્યારે બાળકોની ઈચ્છા પરિપૂર્ણ થાય તેવી અપેક્ષા સાથે બાળકો પણ ચાચરચોકમાં નજરે ચઢ્યા.
ડાકોર મંદિરના સમયમાં પણ ફેરફાર
આવતીકાલે ડાકોર મંદિરમાં ભાદરવી પૂનમે ગ્રહણને લઈ દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. ભાદરવી પૂનમે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.7 સપ્ટેમ્બરે ભાદરવી પુનમ અને ખગ્રાસ ચંદ્રગ્રહણનો વિશેષ સંયોગ હોઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે. ભાદરવી પુનમે બપોરે 2 વાગ્યા બાદ મંદિર સંપૂર્ણ બંધ રહેશે. મંદિર બીજા દિવસે 8 સપ્ટેમ્બરે સવારે 6-30 ની મંગળા આરતી સમયે ખુલશે.
7 સપ્ટેમ્બર 2025 ભાદરવી પુનમે મંદિરમાં દર્શનનો સમય નીચે મુજબ રહેશે.
મંદીર બીજા દિવસે 8 સપ્ટેમ્બરે સવારે 6-30 ની મંગળા આરતી સમયે ખુલશે.