ગુજરાતી ન્યૂઝGujaratજેને જોવા માટે દુનિયા ગાંડી બની, ગુજરાતનો એ જાદુઈ ચાલતો આંબો 20 ફૂટ સરક્યો

જેને જોવા માટે દુનિયા ગાંડી બની, ગુજરાતનો એ જાદુઈ ચાલતો આંબો 20 ફૂટ સરક્યો

Walking Mango Tree : વલસાડનો ફેમસ ચાલતો આંબો તેના મૂળથી જમીન સમાંતર 20 ફૂટ વધી ગયો, દુનિયાભરથી લોકો તેને નિહાળવા માટે આવે છે 

જેને જોવા માટે દુનિયા ગાંડી બની, ગુજરાતનો એ જાદુઈ ચાલતો આંબો 20 ફૂટ સરક્યો

Moving mango tree in Gujarat : શું  તમે કેરીનું ચાલતું ઝાડ જોયું છે? બસ આ વાંચીને તમને લાગતું હશે કે આવું પણ ક્યાંક થાય છે. પરંતુ વાસ્તવમાં ગુજરાતમાં એક એવું વૃક્ષ છે જે 1300 વર્ષ જૂનું છે અને 250 વર્ષમાં મૂળ જગ્યાએથી 20 ફૂટ સમાંતર દૂર ખસ્યો છે. તેને વૉકિંગ ટ્રી કહેવામાં આવે છે અને તેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે.

ગુજરાતના ચાલતા આંબાની ચર્ચા 
ફળોનો રાજા કેરી કોને ન ગમે? ઉનાળાની ઋતુ આવતાં જ લોકો તેની રાહ જોવા લાગે છે. તેની ઘણી જાતો છે, જેને જોઈને મોંમાં પાણી આવી જાય છે. ઘણા લોકો આખા મહિના દરમિયાન કેરી ખાય છે. પરંતુ આજે અમે તમને એક એવા આંબાના ઝાડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વર્ષોથી એક અજાયબી બનીને રહી ગયું છે. ચાલતો આંબા તરીકે ઓળખાતા આ વૃક્ષની વિશેષતા એ છે કે તે તેના મૂળ સ્થાનથી કેટલાય મીટર દૂર ખસી ગયું છે.

Add Zee News as a Preferred Source

હજારો લોકો આ આંબાને જોવા આવે છે
તમે વિચારતા હશો કે વૃક્ષ પણ ક્યાંક ખસી શકે છે? પણ આ વાત 100 ટકા સાચી છે. ગુજરાતના વલસાડ જિલ્લામાં કેરીના ઘણા બગીચા છે, જેને આપણે બાગ પણ કહીએ છીએ. આ ઐતિહાસિક આંબાનું વૃક્ષ અહીં સંજાણમાં છે. તેની અનેક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને સરકારે 2011માં આ વૃક્ષને હેરિટેજ ટ્રી તરીકે જાહેર કર્યું હતું. તે ગુજરાતના 50 હેરિટેજ વૃક્ષોમાંનું એક છે. વન વિભાગ સવાર-સાંજ તેનું નિરીક્ષણ કરે છે. તેને જોવા માટે વિશ્વભરમાંથી હજારો લોકો આવે છે.

1300 વર્ષ જૂનું વૃક્ષ
અહીં રહેતા વડીલો જણાવે છે કે આ કેરીનું ઝાડ 1300 વર્ષ જૂનું છે અને છેલ્લા 250 વર્ષમાં તે તેના મૂળ સ્થાનેથી 20 ફૂટ સમાંતર વધ્યો છે. સંજાણમા આવેલા પારસીઓએ આ આંબાનો છોડ વાવ્યો હતો, જે સમયાંતરે આકાશમાં ઉપર તરફ વધવાને બદલી જમીનમાં ખસી રહ્યો છે. તેથી તેની ઓળખ ચાલતા આંબા તરીકે થઈ છે. આટલા વર્ષોમાં આંબો 20 ફૂટ ફૂલ્યોફાલ્યો છે. હાલ તેનો ઘેરાવો 75 ફૂટનો છે. છેલ્લાં 7 વર્ષમાં તે 20 ફૂટ ચાલ્યો છે. 

વન વિભાગે પણ તેને અજાયબી ગણાવી 
સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષની પાસે એક બોર્ડ લગાવવામાં આવ્યું છે, જેમાં તેને હેરિટેજ ટ્રી હોવાની માહિતી આપવામાં આવી છે. સાથે સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે છેલ્લા 20 થી 25 વર્ષમાં આ વૃક્ષ તેનાથી લગભગ ત્રણ-ચાર મીટર ખસી ગયું છે. મૂળ સ્થાન એટલે કે 10 ફૂટ સુધી પૂર્વ દિશામાં આગળ વધ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે વૃક્ષ ઉપરની તરફ વધે છે. પરંતુ આ વૃક્ષ જમીનની સમાંતર પણ વધી રહ્યું છે. શાખાઓ જમીનથી સહેજ ઉપર વધે છે અને ત્રાંસી દિશામાં વધે છે. ધીમે ધીમે તેઓ જમીનમાં ડૂબવા લાગે છે અને વૃક્ષો બની જાય છે. આ પછી, તેમાં કેરી ઉગે છે અને જૂના ઝાડની ડાળીઓ સુકાઈ જાય છે. તેની કેરી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને પાકે ત્યારે લાલ થઈ જાય છે. વનવિભાગે આ અંગે વ્યાપક સંશોધન કર્યું પણ ખાસ સફળતા મળી નથી. 

પારસીઓએ તેનું વાવેતર કર્યું હશે
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, એવું માનવામાં આવે છે કે દરિયા કિનારે આવેલા સંજાન ટોલાને પારસી વસાહતીઓએ 936માં ગુજરાતમાં આશ્રય માટે અરજી કરી ત્યારે સ્થાયી થયા હતા. તેમણે આ છોડ વાવ્યો હશે.  અહીં રહેતા આદિવાસીઓ તેની પૂજા પણ કરે છે. આ તેમની ભક્તિનું કેન્દ્ર છે. કોઈ તેને નુકસાન પહોંચાડતું નથી. એવું કહેવામાં આવે છે કે સ્થાનિક લોકો પેટના દુખાવા અને ડાયાબિટીસ માટે કેરીના પાંદડા અને ઝાડની છાલનો ઉપયોગ કરે છે અને દાવો કરવામાં આવે છે કે તેઓ તેનાથી ઠીક થઈ જાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news