ગુજરાતી ન્યૂઝGujaratહોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનો સંદેશ, ચાહકોને આપ્યા રાહતના સમાચાર

હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનો સંદેશ, ચાહકોને આપ્યા રાહતના સમાચાર

Mayabhai Ahir's Health Deteriorated : જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી... કડીમાં ડારો શરૂ થાય તે પહેલાં છાતીમાં દુખાવો થતા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ... માયાભાઈએ પોતે સ્વસ્થ હોવાનો હોસ્પિટલમાંથી આપ્યો મેસેજ 

હોસ્પિટલમાંથી માયાભાઈ આહીરનો સંદેશ, ચાહકોને આપ્યા રાહતના સમાચાર

Mayabhai Ahir News : ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની ગઈકાલે કડી ખાતે એક ડાયરાના કાર્યક્રમમાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. જોકે, મંગળવારે સવારે એક રાહત આપતો વીડિયો સામે આવ્યો છે. જેમાં માયાભાઈ આહીરે ચાહકોને સંદેશ આપ્યો છે કે, ‘હું એકદમ રેડી છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.’ માયાભાઈ આહીરની તબિયતમાં હાલ સુધારો છે તેવું તેમના પરિવારજનોનું કહેવું છે. 

ચાલુ ડાયરામાં લથડી હતી તબિયત 
સોમવારના રોજ મહેસાણાના ઝુલાસણમાં ડાયરાના કાર્યક્રમ પહેલા માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. ઝુલાસણ ગામે અનુપમ પ્રાથમિક શાળાના લોકાર્પણ કાર્યક્રમને લઈ ડાયરાનું આયોજન કરાયું હતું. પરંતું ડાયરા પૂર્વે માયાભાઈ આહીરને છાતીમાં દુખાવો ઉપ઼્યો હતો. તબિયત ખરાબ હોવા છતાં ચાહકો માટે સ્ટેજ પર પહોંચ્યા હતા, પરંતુ ડાયરાની શરૂઆતમાં સ્તુતિ ગાયા બાદ તેમની તબિયત લથડી હતી. જેથી તેમને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. જેના બાદ માયાભાઈ આહીરના સમાચાર મળતા જ તેમના ચાહકવર્ગમાં ચિંતા વ્યાપી ગઈ હતી. 

Add Zee News as a Preferred Source

ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી, અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ

હોસ્પિટલમાંથી માયાભાઈએ ચાહકોને આપ્યો મેસેજ  
આવામાં માયાભાઈ આહીરનો હોસ્પિટલમાંથી વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલમાં માયાભાઈએ ચાહકોને મેસેજ આપ્યો કે, આપણે એકદમ રેડી છીએ ચિંતા ન કરો. તો તેમના હેલ્થ અપડેટ અંગે કલાકાર બ્રિજરાજ ગઢવીએ જણાવ્યું કે, હાલ માયાભાઈની તબિયત સ્થિર છે. ગઈકાલે બપોરથી તેમની તબિયત ખરાબ હતી. માતાજીની દયાથી હાલ તબિયત સ્થિર છે. ડોક્ટરે હાલ માયાભાઈને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે. 

હાલમાં જ દીકરાના ધામધૂમથી કર્યા હતા લગ્ન 
માયાભાઈ આહીરના નાના પુત્ર જયરાજ આતા આહીરના લગ્ન ધામધૂમથી થયા હતા. આ રજવાડી સ્ટાઈલામાં ભવ્ય રીતે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમા ગુજરાતની અનેક હસ્તીઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. હેલિકોપ્ટરમાં જાન લઈને જતા આખું ગામ જોવા માટે ટોળે વળ્યું હતું. વળી સાંજે ફુલેકું પણ એટલું ભવ્ય નીકળ્યું હતું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news