)
Ambalal warns cattle herders: અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે જે પશુપાલકો છે તેઓ પોતાના વાડામાં દૂઘાળા પશુઓને રાખે છે, જેમણે હાલ કેટલાક પ્રકારનું ઘાસ ખવડાવવામાં આવે છે, જેથી તેમને આફડો ચઢતો હોય છે. એ ઘાસમાં ફીણ જેવું ઘાસ હોય છે, અંદર કિડો હોય છે અને આ ખાવામાં આવે તો લગભગ દૂધાળા પશુઓને પણ આફડો ચઢતો હોય છે અને આવા પશુઓનું ક્યારેક મરણ પણ થતું હોય છે. એટલે આફડો ના થાય તે અંગે જોવું રહ્યું. અને હવે પછી સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં જુવાળ ખેતરમાં નિગરશે, પરંતુ જો જુવાળ નિગર્યા વગર પશુઓને ખવડાવવામાં આવે તો પણ પશુઓને આફડો ચઢતો હોય છે.
પશુપાલકો પશુઓને લીલા ચારાના રૂપમાં વિવિધ પ્રકારનો લીલો ચારો (બરસીમ ઘાસ, ગુવાર, મકાઈ, બાજરી અને જુવાર)નો ઉપયોગ કરે છે. કારણ કે, આ લીલો ચારો સરળતાથી તૈયાર થઈ જાય છે. પરંતુ આ બધા લીલા ચારામાં આવેલી જુવારને પશુઓને ખવડાવતી વખતે ઘણી સાવચેતીઓ રાખવી જોઈએ. જુવારને લીલા ચારાના રૂપમાં પશુઓને ખવડાવાથી પશુને ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.
ખરેખર તેઓ જણાવે છે કે, જુવારની વાવણીના લગભગ 50 દિવસ પછી કાપણી કરવી જોઈએ. આ સાથે જ તેની સિંચાઈ કરતા રહેવું જોઈએ. કારણ કે, જુવારમાં પાણીની અછત થવાથી તેમાં હાઈડ્રોજન સાયનાઈડના તત્વો વિકસવા લાગે છે. જે પશુઓના સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર કરે છે. આથી જ જરૂરી છે કે હંમેશા પશુને લીલા ચારા સાથે સૂકો ચારો મિશ્ર કરીને આપવો જોઈએ. આ સાથે જ થોડા પ્રમાણમાં અનાજનું મિશ્રણ પણ આપવું જોઈએ. જેનાથી તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ સાથે જ આવું કરવાથી દૂધમાં ચરબીનું પ્રમાણ પણ વધે છે.