ઇરાન-ઇઝરાયેલ યુદ્ધના ધુમાડા હવે માત્ર મિડલ ઈસ્ટ પૂરતા સીમિત રહ્યા નથી...તેની સીધી અસર ભારતના સોના-ચાંદીના બજારો પર પડી રહી છે...વૈશ્વિક અનિશ્ચિતતા અને વધેલી ઈમ્પોર્ટ ડ્યુટીના કારણે સોનુ અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે
અમદાવાદના જવેલર્સ બજારમાં હાલ કહી ખુશી...કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે...એક તરફ અગાઉ ખરીદી કરનારા વેપારીઓને ભાવ વધારાનો ફાયદો થયો છે...તો બીજી તરફ નવા ગ્રાહકો ગાયબ થતા વેપારીઓ ચિંતિત બન્યા છે...
સોના-ચાંદીના ભાવ પર એક નજર કરીએ તો, સોનું રૂપિયા 1.57 લાખથી વધીને રૂપિયા 1.67 લાખએ પહોંચ્યું છે...ચાંદી રૂપિયા 2.70 લાખથી વધીને રૂપિયા 3.05 લાખએ પહોંચી છે...તો સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી છે.
સોનું રૂપિયા 1.57 લાખથી વધીને રૂપિયા 1.67 લાખે પહોંચ્યું
ચાંદી રૂપિયા 2.70 લાખથી વધીને રૂપિયા 3.05 લાખે પહોંચી
સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી 6 ટકાથી વધારીને 15 ટકા કરી દીધી
વેપારીઓનું કહેવું છે કે ઈમ્પોર્ટ ડ્યુટી ફરી 15 ટકા થતાં બજારમાં સીધી અસર પડી છે...અને છેલ્લા 40 વર્ષમાં આવો માહોલ પહેલીવાર જોવા મળી રહ્યો છે. ભાવ વધારાની વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલ કરી છે...અને PMની આ અપીલને ગુજરાતના સોની વેપારીઓએ દેશહિતમાં આવકારી છે. રાજકોટના સોની વેપારી કિશોરભાઈ ભૂતનું કહેવું છે કે જ્યારે દેશ કટોકટી જેવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે દરેક નાગરિકે દેશ સાથે ઉભા રહેવું જોઈએ...
વેપારીઓએ ઐતિહાસિક ઉદાહરણો પણ યાદ કરાવ્યા....જ્વેલર્સ એસોસિએશને પ્રધાનમંત્રીને સૂચન પણ કર્યું છે કે દેશના મંદિરો અને ધાર્મિક સ્થળોએ સંગ્રહ થયેલ ગોલ્ડને રિસાયકલ કરીને તેનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ વેપારીઓએ સરકારને અપીલ કરી છે કે સોની બજારના કારીગરોને રોજગારી મળી રહે તે માટે ખાસ યોજના જાહેર કરવામાં આવે. અમદાવાદમાં ભાવ વધારાની અસર એટલી ગંભીર છે કે શોરૂમમાં સ્ટાફ અને વેપારીઓ ગ્રાહકોની રાહ જોતા નજરે પડી રહ્યા છે...વેપારીઓના જણાવ્યા પ્રમાણે ગ્રાહકીમાં અંદાજે 40 ટકા સુધી ઘટાડો નોંધાયો છે.
તો સુરતમાં પણ PMની અપીલ બાદ જવેલર્સ માર્કેટ પર મોટી અસર જોવા મળી છે...માત્ર ત્રણ દિવસમાં ગ્રાહકીમાં 80 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે...અને વેપારીઓનું માનવું છે કે આ વર્ષે માત્ર 20 ટકા જેટલો જ વેપાર રહી શકે...જોકે વેપારીઓનું કહેવું છે કે દેશ પ્રથમ છે...અને દેશહિત માટે જો જરૂરી હશે તો તેઓ સરકાર સાથે સંપૂર્ણ સહકાર આપશે.
વેપારીઓ હવે લોકોને નવું સોનુ ખરીદવાને બદલે જૂના દાગીનામાંથી નવા દાગીના બનાવવાની અપીલ કરી રહ્યા છે...તેથી ખર્ચ પણ ઘટશે અને આયાત ઉપરનો દબાણ પણ ઓછું થશે.
વૈશ્વિક યુદ્ધ...વધતી ઈમ્પોર્ટ ડ્યુટી...અને PMની અપીલ...આ ત્રણેય પરિબળોએ ગુજરાતના જવેલર્સ માર્કેટમાં નવી સ્થિતિ ઊભી કરી છે...વેપારીઓ દેશહિતમાં સરકાર સાથે ઉભા રહેવાની વાત કરી રહ્યા છે...પરંતુ સાથે જ રોજગારી અને બજારને બચાવવા સહાયની માંગ પણ ઉઠી રહી છે...