આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારનું સૌથી મોટું પગલું, જનતાની સુવિધા માટે 34 PHC સેન્ટરને અપાઈ મંજૂરી

Gujarat Government Approval For 34 PHC Center : રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓ વધુ સારી કરવા માટે મહત્વનો નિર્ણય... 34 પીએસસી સેન્ટરની મંજૂરી અપાઈ... રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ટ્વિટ કરીને આપી જાણકારી

આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારનું સૌથી મોટું પગલું, જનતાની સુવિધા માટે 34 PHC સેન્ટરને અપાઈ મંજૂરી

Gujarat Government Big Decision : ગુજરાત સરકારે ગુજરાતની જનતાના જનહિતમાં વધુ એક નિર્ણય લીધો છે. વસ્તીના ઘોરણો ઉપરાંત જીઓ સ્પાશિયલ એનાલિસિસ અને આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઇ નવીન ૩૪ નવીન P.H.C. ને વહીવટી મંજૂરી અપાઈ છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં ૨૧ જિલ્લામાં નવીન ૩૪ P.H.C ની વહીવટી મંજૂરી આપી છે. 

આ જાહેરાત કરતા આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રાજ્યના ગ્રામ્ય આરોગ્યસેવાઓને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે. ભારત સરકારના નિયત માપદંડો પ્રમાણે હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વ્યવસ્થાઓ વધું ને વધું સુદ્રઢ બની રહી છે.

તેમણે કહ્યું કે, જેને પગલે આજે રાજ્યમાં ૨૧ જિલ્લાઓમાં કુલ ૩૪ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (P.H.C) ને વહીવટી  મંજૂરી આપી છે. રાજ્યના ગ્રામ્ય આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ અને લોકઉપયોગી બનાવવા આ કેન્દ્રો મહત્વના બની રહેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, હાલમાં રાજ્યમાં ભારત સરકારના ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવે છે. જે મુજબ સામાન્ય વિસ્તારમાં ૩૦,૦૦૦ અને આદિજાતિ વિસ્તારમાં ૨૦,૦૦૦ની ગ્રામ્ય વસ્તીએ એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર કરવામાં આવે છે. 

હાલ રાજ્યમાં ૨૦૧૧ ની ગ્રામ્ય વસ્તીના ધારાધોરણો મુજબ કુલ ૧૪૯૯ પ્રા.આ.કેન્દ્રો પુરતા પ્રમાણમાં મંજુર અને કાર્યરત છે. હાલ આ પ્રાથમિક કેન્દ્રોની મંજૂરીમાં ભૌગોલિક પરિસ્થિતિને આધારે ઉક્ત વસ્તીના ધારાધોરણો ધ્યાને ન લેતા જીઓ સ્પેશિયલ એનાલિસિસના આધારે આરોગ્ય કેન્દ્રો વચ્ચેના અંતરને ધ્યાને લઈ કુલ ૩૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજુર કરવામાં આવેલ છે. જેથી આવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ સુચારૂ રૂપે પુરી પાડી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર , લેબોરેટરી ટેકનીશીયન, જુનિયર ફાર્માસિસ્ટ,સીનીયર ક્લાર્ક સહિતના અન્ય સ્ટાફની નિમણૂંક કરાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news