2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ

Gujarat Government : ચેરીટીતંત્રની કામગીરીમાં પારદર્શિતા વધારવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય... ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે મોકલાશે... પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે 

2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ

Gandhinagar News : ગુજરાત સરકાર દ્વારા ચેરીટીતંત્રના વહીવટમાં પારદર્શિતા લાવવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સાર્વજનિક ટ્રસ્ટ અધિનિયમ ૧૯૫૦ની કલમ-૮ હેઠળ ચેરીટીતંત્રની કચેરીઓમાં થતી ન્યાયીક અને અર્ધન્યાયીક કામગીરીમાં થયેલા અંતિમ હુકમોની સંપૂર્ણ નકલ હવે સંબંધિત પક્ષકારોને વિનામૂલ્યે પ્રદાન કરવામાં આવશે. સાથોસાથ આ નકલ પક્ષકારોને રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા પણ મોકલવામાં આવશે.

વધું વિગતો આપતા કાયદામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી હુકમોના માત્ર સારાંશની નકલ મોકલવામાં આવતી હતી, પરંતુ હાલની કાનૂની જરૂરિયાતોને અનુલક્ષીને હવેથી સમગ્ર હુકમની નકલ રજીસ્ટર્ડ એ.ડી. પોસ્ટ દ્વારા વિનામૂલ્યે મોકલવામાં આવશે. આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં મુકવામાં આવ્યો છે.  

Add Zee News as a Preferred Source

આ પહેલના અમલીથી ચેરીટીતંત્રના વહીવટમાં વધુ પારદર્શિતા આવશે તેમજ પક્ષકારો માટે ન્યાયની સુલભતા સુનિશ્ચિત થશે. પોતાના કેસની સંપૂર્ણ માહિતી સરળતાથી મેળવી નાગરિકોનો કાનૂની પ્રક્રિયામાં વધુ વિશ્વાસ મજબૂત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ ઉપરાંત ચેરીટીતંત્રના અધિકારીઓને પોતાના હુકમમાં આ વ્યવસ્થાનો ઉલ્લેખ કરવાનું અચૂકપણે પાલન કરવાની સૂચના પણ અપાઇ છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news