)
Gandhinagar News : સાયલન્ટ ડિઝાસ્ટર “હીટવેવ”ની વિપરીત અસરોથી બચવા માટે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં ઉનાળાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટે કેટલીક ટિપ્સ આપવામાં આવી છે.
સરકારી માર્ગદર્શિકામાં જણાવાયું કે, હીટવેવ દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને છાશ જેવા પ્રવાહીનું સેવન કરવું. બજારમાં મળતો ખુલ્લો, વાસી ખોરાક ખાવો નહી, બજારમાં મળતા બરફનો ઉપયોગ પણ ટાળવો. લૂ કે હીટસ્ટ્રોકના લક્ષણ જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો
ઉનાળામાં હીટવેવની સંભવિત અસરોને નિવારીને રક્ષણ મેળવી શકાય તે અર્થે માર્ગદર્શિકામાં હીટવેવના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.
લૂ અથવા હિટ સ્ટ્રોકથી બચવાના ઉપાય
લૂ લાગવાના (હીટવેવના) લક્ષણો
હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈ પણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલીક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ફોન કરવો.