ખેડૂતો માટે રાહતના સમાચાર : આખરે સર્વેના 22 દિવસ બાદ સરકારે જાહેર કર્યો પેકજનો ઠરાવ, જાણી લો તમારા ગામનું નામ છે કે નહીં?

Agricultural Relief Package: ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં વરસેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે આખરે રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે 947 કરોડ રૂપિયાના પેકેજનો ઠરાવ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્યના કૃષિ મંત્રી દ્વારા ભાવનગર ખાતે પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરવામાં આવી હતી.

ખેડૂતો માટે રાહતના સમાચાર : આખરે સર્વેના 22 દિવસ બાદ સરકારે જાહેર કર્યો પેકજનો ઠરાવ, જાણી લો તમારા ગામનું નામ છે કે નહીં?

Agricultural Relief Package: ગુજરાતમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025માં વરસેલા ભારે વરસાદને કારણે જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં પૂરના કારણે ખેતી પાકને નુકસાન થયા હોવાનો અહેવાલા મળ્યા હતા. જ્યાર બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ 5 જિલ્લાના 18 તાલુકાઓના 800 ગામોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ  દાડમ જેવા બાગાયતી પાકોમાં ભારે નુકસાન થયું હતું.

 

Add Zee News as a Preferred Source

આખરે રાજ્ય સરકારે આ પાંચ જિલ્લાના 18 તાલુકાઓના નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા અંગે ઠરાવ કર્યો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા સર્વેના 22 દિવસ બાદ આ રાહત પેકેજનો ઠરાવ કરવામાં આવ્યો છે.આ પેકેજમાં SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય બજેટમાંથી વધારાની 384 કરોડ રૂપિયાની સહાય ઉમેરીને કુલ 947 કરોડ રૂપિયાના સહાય પેકેજનો ઠરાવ કર્યો છે.

  • ઓગસ્ટ - સપ્ટેમ્બર 2025 માં બનાસકાંઠા પાટણમાં થયેલ પૂર નુકસાની અંગે સહાયનો ઠરાવ 
  • 947 કરોડના પેકેજનો આખરે રાજ્ય સરકારે કર્યો ઠરાવ 
  • વાવ થરાદ ,પંચમહાલ ,જુનાગઢ, કચ્છ અને પાટણ જિલ્લામાં મળશે સહાય 
  • વીસીઇ મારફતે અરજી કરવાની રહેશે 
  • વાવ થરાદ અને પાટણ જિલ્લામાં હજુ પાણી ભરાયેલા હશે તો જમીન સુધારણા સહાય અપાશે

આ જિલ્લાઓમાં સમાવિષ્ટ ગામોની કુલ સંખ્યા

  1. વાવ-થરાદ જિલ્લો: કુલ ૨૯૮ ગામો 
  2. પાટણ જિલ્લો: કુલ ૨૨૧ ગામો 
  3. કચ્છ જિલ્લો: કુલ ૧૬૯ ગામો 
  4. જુનાગઢ જિલ્લો: કુલ ૧૦૬ ગામો 
  5. પંચમહાલ જિલ્લો: કુલ ૧૦ ગામો

આવતીકાલથી વીસીઇ મારફતે અરજી કરવાની રહેશે

જેમાં વાવ, થરાદ ,પંચમહાલ ,જુનાગઢ, કચ્છ અને પાટણ જિલ્લામાં સહાય મળશે. સહાય મેળવવા માટે ખેડૂતોએ આવતીકાલથી વીસીઇ મારફતે અરજી કરવાની રહેશે. અરજી કરવા માટે 15 દિવસ સુધી પોર્ટલ ખુલ્લું રહેશે. તેમજ વાવ થરાદ અને પાટણ જિલ્લામાં હજુ પાણી ભરાયેલા હશે તો જમીન સુધારણા સહાય અપાશે. આ પાંચ જિલ્લામાં વાવ થરાદના 298 ગામો, પાટણના 221 ગામો, કચ્છ જિલ્લાના 169 ગામો, જૂનાગઢ જિલ્લાના 106 ગામો અને પંચમહાલ જિલ્લાના 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

 લાભાર્થીની પાત્રતા અને સહાય મેળવવા અરજી:

1. આ કૃષિ રાહત પેકેજ હેઠળ પાક નુકસાનીનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ. તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો "ના - વાંઘા અંગેનો સંમતિ પત્ર* વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પોર્ટલ પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ આ અરજી કરવા હોટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.

2. જમીન સુધારણા માટેની (B) મુજબની ખાસ કિસ્સાની સહાય માટે અલગથી અરજી કરવાની રહેશે. આ માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો "ના - વાંધા અંગેનો સંમતિ પત્ર*, Latitude-Longitude સાથેના ફોટોગ્રાફ વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ આ અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહીં.

3. અરજીની તારીખે રેવન્યુ લેન્ડ રેકર્ડ મુજબ અરજદાર ખાતા ધારક હોવો જોઈશે. કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

4. પોર્ટલ પર લેન્ડ રેકર્ડ ઇન્ટીગ્રેટ કરવા માટે લેન્ડ રેકર્ડની વિગત મહેસૂલ વિભાગે NICને પુરી પાડવાની રહેશે.

5. આ પેકેજ અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. ૮/અ દીઠ) એક લાભાથી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે.

6. આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ (FRA) હેઠળ નોટીફાઈડ થયેલા જિલ્લાઓમાં વન અધિકાર પત્ર (સનદ) મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે.

7. વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે. તે માટે સક્ષમ અધિકારીશ્રીનો દાખલો/પ્રમાણપત્ર લેવાનો રહેશે.

8. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજુ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામું રજુ કરી અરજી કરી શકશે.

9. આ રાહત પેકેજ નો લાભ સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને મળવાપાત્ર રહેશે નહી.

10. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે. આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એકટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજુ થયે સહાય મળવાપાત્ર થશે.

11. આ "કૃષિ રાહત પેકેજ-૨૦૨૫" અંતર્ગત સહાય અને આનુષાંગિક ચૂકવણા PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધા જ કરવાના રહેશે.

અરજી કરવાની અને અમલીકરણ કાર્ય પદ્ધતિ:

  • લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પર સંબંધિત VLE/VCE મારફત સાધનિક આધાર પુરાવા સાથે કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
  • ખેડૂત તરફથી મળેલ નિયત સાધનિક આધાર પુરાવા મુજબ વિગતોની સાચી ડેટા એન્ટ્રી થાય તે અંગેની પ્રાથમિક જવાબદારી સંબંધિત VLE/VCE ની રહેશે. તથા તમામ ડેટા એન્ટ્રી યોગ્ય ચકાસણી બાદ જ કરવાની રહેશે.
  •  સંબંધિત VLE/VCE દ્વારા અરજીની પ્રીન્ટ આઉટ લઇ નિયત જગ્યાએ લાભાર્થી ખેડૂતની સહી લેવાની રહેશે તથા સંબંધિત VLE/VCE એ પણ અરજી પર સહી કરવાની રહેશે.
  • નિયત આધાર પુરાવા સાથેની અરજી VLE/VCE એ સંબંધિત ગ્રામ સેવકને દૈનિક ધોરણે પહોંચતી કરવાની રહેશે.
  • VLE/VCE તરફથી મળેલ અરજી પૈકી ખેતીપાકો માટે સંબંધિત ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારી (ખેતી) દ્વારા અને બાગાયતી પાકોના કિસ્સામાં ગ્રામસેવક તથા બાગાયતી અધિકારી દ્વારા યોગ્ય ચકાસણી કરવાની રહેશે ત્યારબાદ પાત્રતા ધરાવતી તમામ અરજીઓ ગ્રામસેવક દ્વારા ઓનલાઇન કૃષિ રાહત પેકેજ (KRP) પોર્ટલ પર તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપશે.
  • સંબંધિત તાલુકા વિકાસ અધિકારી ગ્રામસેવક તરફથી મળેલ લાભાર્થીની વિગતો ચકાસીને જિલ્લા ખેતીવાડી અધિકારીને ઓનલાઇન મોકલી આપશે.
     

     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news