હવે ગુજરાતના CMને ડાયરેક્ટ સંપર્ક કરો! ફિલ્મ ‘નાયક’ની જેમ જાહેર કરશે નંબર, શું છે “સીએમ ઓન ફોન' સેવા
ગુજરાત સરકાર ટૂંક સમયમાં એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઇ રહી છે. હેલો ભૂપેન્દ્રભાઈ... હવે 108 એમ્બુલન્સની જેમ “સીએમ ઓન ફોન' સેવા. સીધો ફોન કરીને મુખ્યમંત્રીને ફરિયાદ કરી શકાશે; વોટ્સએપ, ઈમેલ પણ કરી શકાશે, પ્રારંભિક બજેટ 1 કરોડ રૂપિયા ફાળવ્યું.
Trending Photos
Contact Gujarat CM: નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય તેના માટે એક ટેલિફોન હેલ્પલાઇન શરૂ કરવા જઈ રહી છે. જેમાં લોકો પોતાની ફરિયાદ સીધો જ નંબર ડાયલ કરીને મુખ્યમંત્રીને જણાવી શકશે. લોકો સીધા ચીફ મિનિસ્ટર્સ ઓફિસ એટલે કે CMO સંપર્કમાં રહી શકે છે. હવે મુખ્યમંત્રીએ પોતાની ફરિયાદ નિવારણની સિસ્ટમને વધારે મજબૂત બનાવવા માટે ચીફ મિનિસ્ટર્સ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી રહી છે.
લોકો દ્વારા હેલ્પલાઈન પર ઉઠાવવામાં આવેલી ફરિયાદોનું સમાધાન આ કામ માટે રાખવામાં આવેલા અધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવશે. આ માટે બજેટમાં સામાન્ય વહીવટી વિભાગ માટે રાજ્ય સરકારે એક કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. હવે આ વિભાગ ટૂંક સમયમાં ત્રણ સ્તરીય વ્યવસ્થા શરૂ કરવા માટે એજન્સીઓને નિયુક્ત કરશે. તમને જણાવી દઈએ કે હાલ ફરિયાદ માટે સ્વાગત ઓનલાઇન સેવા ઉપલબ્ધ છે, જેમાં નાગરિકો સીધા જ મુખ્યમંત્રીને ફરિયાદ કરે છે, પરંતુ તે લેખિત સ્વરૂપે કરવાની રહે છે. જ્યારે અહીં નાગરિકો ટેકનોલોજીથી ફરિયાદ નોંધાવી શકશે.
આ હેલ્પલાઈન માત્ર ફોન કોલ્સ જ નહીં, તે ઉપરાંત વ્હોટ્સએપ જેવા સોશિયલ મીડિયા, ઇમેલ અને ફોન મારફતે ફરિયાદ કરી શકશે. આ હેલ્પલાઈનનો વ્યાપ ખૂબ વિશાળ હશે. બીજા કેટલાંક રાજ્યોમાં આવી હેલ્પલાઈન ચાલે છે, જેમાં રોજના 5થી 50 હજાર ફોન આવે છે, અમે અહીં રોજના 1 લાખ ફોન કોલ્સ રિસીવ કરી શકાય તે રીતે વ્યવસ્થા કરીશું.
આ નંબર પર સંપર્ક કરો
હવે ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.
સામેથી જવાબ પણ મળશે
મુખ્યમંમી કાર્યાલયમાં સંપર્ક, અરજી, ફરિયાદ સહિતની બાબતો પર વોટ્સએપ નંબરનો ઉપયોગ કરી શકાશે. એટલુ જ નહિ, આ નંબર પર સંપર્ક કરવાથી તમને જવાબ પણ મળશે. મુખ્યમંત્રી કાર્યાલયના વોટ્સ એપ નંબર પરથી ઓટો જનરેટેડ મેસેજ મળશે.
સરકારી કર્મચારીની ફરિયાદ કે કોર્ટ કેસ બાકાત રહેશે.
કોઈ સરકારી કર્મચારીને પોતાની કચેરી સંદર્ભની ફરિયાદ હોય અથવા કોઈ કિસ્સામાં કોર્ટ કેસ થયો હશે તો તેને લઈને આ હેલ્પલાઇનથી ફરિયાદ નોંધાશે નહીં. તે સિવાય કોઇ નાગરિકને યોજના કે સરકારી સેવા સંબંધિત માહિતી જોઈતી હશે તો તે પણ હેલ્પલાઈન પર મળશે. આ સેવા સંપૂર્ણપણે નાગરિકોને સમર્પિત હશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે