ગુજરાતમાં વિદ્યાર્થીઓની નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા

ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરી શકે‌ છે. 

ગુજરાતમાં વિદ્યાર્થીઓની નવરાત્રિ વેકેશનની રજા કેન્સલ કરવાની ચાલી રહી છે વિચારણા

હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં ગયા વર્ષે નવરાત્રિ પર વેકેશન આપવાની જાહેરાત કરાઈ હતી, અને તેનો અમલ પણ કરાયો હતો. જોકે, રાજ્યમાં નવરાત્રિનું વેકેશન રદ કરવાની રાજ્ય સરકારની વિચારણા ચાલી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નવા વર્ષના શૈક્ષણિક કેલેન્ડરમાં વેકેશનના સમયગાળામાં ફેરફાર કરી શકે‌ છે. 

આ વિશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ.જે. શાહે જણાવ્યું કે, નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગેની દરખાસ્ત આવી છે. જોકે આ દરખાસ્ત ઉપર સોમવારે બેઠક થયા બાદ ચર્ચા વિચારણા કરવામાં આવશે. નવરાત્રિનું વેકેશન રદ કરવા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિ અને શૈક્ષણિક સમિતિની આજે બેઠક મળી હતી. આ બેઠકમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી છે. તો કેટલાક વિદ્યાર્થીઓને સાંભળવામાં પણ આવ્યા છે.

મહત્વનું છે કે નવરાત્રિના દિવસો દરમિયાન જ્યારે શાળાઓમાં વેકેશનની જાહેરાત કરાઈ હતી. ત્યારથી જ આ વેકેશનને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને ઘણા સ્થળોએ નવરાત્રિમાં વેકેશનનો વિરોધ પણ થયો હતો. ત્યારે શિક્ષણ વિભાગ હવે ફરી નવરાત્રિનું વેકેશન રદ કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news