Gujarat News અતુલ તિવારી/અમદાવાદ : ગુજરાતમાં હવે ડોક્ટર બનવાનુ સપનુ મોંઘુ પડશે. હવે ગુજરાતમાં માત્ર ધનાઢ્ય પરિવારના સંતાનો જ ડોક્ટરો બનશે એવા દિવસો આવ્યા છે. સરકારના એક નિર્ણયથી ગરીબ પરિવારોના સંતાનોનું ડોક્ટર બનવાનું સપનુ રગદોળાયું છે. કારણ કે, રાજ્યની GMERS કોલેજની ફીમાં વધારો કરાયો છે. 13 થી 88 ટકા ફીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. અધધ... ફી વધારો કરાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં 13 GMERS મેડિકલ કોલેજમાં 2100 બેઠકો ઉપલબ્ધ છે. યુજી નીટ મુજબ હાલ રાજ્યમાં મેડિકલ, ડેન્ટલ, હોમીઓપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે. GMERS મેડિકલ કોલેજની સ્ટેટ, મેનેજમેન્ટ અને NRI ક્વોટાની ફીમાં વધારો કરી દેવાતા ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા છે. 


પાયલોટની જીદને કારણે ગુજરાતના સાંસદોની ફ્લાઈટ છૂટી, બીજા એરપોર્ટથી ઉડવુ પડ્યું


આ વિશે મેડિકલ ક્ષેત્રના નિષ્ણાંત ડોક્ટર ઉમેશ ગુર્જરે કહ્યું કે, ફીમાં કરાયેલો વધારો જોતા માત્ર ધનિકોના જ બાળકો ડોકટર બની શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે. ફી વધારો પાછો ખેંચવામાં ના આવે તો અનેક મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ GMERS કોલેજમાં પ્રવેશથી વંચિત રહેશે. GMERS મેડિકલ કોલેજના સ્ટેટ ક્વોટામાં 1500 બેઠક હતી, જેમાં 66 ટકા ફી વધારા સાથે 5.50 લાખ ફી જાહેર કરી દેવાઈ છે. મેનેજમેન્ટ ક્વોટામાં 210 બેઠક છે, જેની ફી 9 લાખ રૂપિયા હતી, જેમાં 88 ટકા ફી વધારો કરી, 17 લાખ રૂપિયા ફી કરી દેવાઈ છે. NRI ક્વોટામાં 315 બેઠકો ઉપલબ્ધ છે, જેની ફી 22 હજાર ડોલર હતી, જે 13 ટકા વધારી 25 હજાર ડોલર કરાઈ છે. 


ડોક્ટર ઉમેશ ગુર્જરે કહ્યું કે, હાલ તો 10 હજાર રૂપિયા ફી ભરી વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યાર બાદ 21 જુલાઈએ GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરાયાનું નોટિફિકેશન જાહેર કરાયું છે. 


આજનો દિવસ ગુજરાતના 11 જિલ્લાઓ માટે ભારે, જાણો ક્યાં ભારેથી અતિભારે વરસાદની છે આગાહી


આ ફી વધારા વિશે વાલીએ કહ્યું કે, જો 3.30 લાખ ફીમાં વધારો કરી 5.50 લાખ કરવાની હતી, તો જાહેરાત બે વર્ષ અગાઉ કરવી જોઈતી હતી. બાળકને ધોરણ 11 અને 12 સગા સંબંધીઓની મદદથી માંડ માંડ પૂરું કરાવ્યું, હવે મેડિકલમાં ડબલ ફી વધારો કરી દેવાયો. અગાઉ જ ખબર હોત તો છોકરાને બી ગ્રુપને બદલે એ ગ્રુપમાં ભણાવ્યા હોત. NEET માં 566 માર્ક આવ્યા છે, મેડીકલમાં પ્રવેશ ફીને કારણે ના લઈએ તો શું ભણાવીએ બાળકને? વાલીએ કહ્યું કે ફીમાં વધારો કરવો હોય તો 5 કે 10 ટકા ફી વધારો કરવામાં આવે, આટલો તોતિંગ ફી વધારો કેવી રીતે સહન કરવો.


ગુજરાતમાં ચીટરોની ફૌજ વધી, કરોડોનું ફુલેકુ ફેરવીને સુરતનો સુમિત ગોયન્કા ફરાર


GMERS મેડિકલ કોલેજમાં ફી વધારાનો વિરોધ ગુજરાતમાં ઉઠ્યો છે. ABVP દ્વારા GMERS, સોલા ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. GMERS, સોલાના ડીનને આવેદનપત્ર આપી, 88 ટકા જેટલો ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરાઈ. ABVP ના કાર્યકરોએ કહ્યું કે, 10 ટકા સુધી ફી વધારો સમજી શકાય છે, પરંતુ 88 ટકા જેટલો ફી વધારો યોગ્ય ના કહી શકાય. ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ આ ફી વધારો કેવી રીતે સહન કરી શકશે? હાલ મેડીકલમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે ત્યારે સરકાર તુરંત આ ફી વધારો પાછો ખેંચે. ફી વધારો કરવાનો પણ હોય તો સરકારે અગાઉ જાહેર કરવો જોઈએ, જેથી વાલીઓ પોતાની તૈયારી કરી શકે.


ABVP એ કહ્યું કે, સરકાર સુધી રજૂઆત કરીશું, જો ફી વધારો પરત લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે. GMERS કોલેજ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના બાળકો ડોકટર બની શકે એ માટે શરૂ થઈ હતી પરંતુ ફીમાં આ પ્રકારે વધારો, મેડિકલ લૂંટ છે, જે નહીં ચલાવી લેવાય.


 


મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી