ગુજરાત સરકારે જાહેર કર્યો સિંહની વસ્તી ગણતરીનો આંકડો, જાણો નર, માદા અને પાઠડા અને બચ્ચાની સંખ્યા

Asiatic Lion population 2025: ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના ગીર અને બૃહદ-ગીર લેન્ડસ્કેપમાં જોવા મળતા એશિયાઇ સિંહ (Panthera leo persica) વ્યાપક સંરક્ષણ અને વ્યવસ્થાપન પ્રયાસોનું કેન્દ્ર રહ્યું છે. વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવતી નિયમિત વસ્તી અંદાજની કામગીરી તેમની સંખ્યાનું મુલ્યાંકન અને સંરક્ષણમાં મળેલ સફળતાનું મુલ્યાંકન કરવામાં મદદ કરે છે. 

ગુજરાત સરકારે જાહેર કર્યો સિંહની વસ્તી ગણતરીનો આંકડો, જાણો નર, માદા અને પાઠડા અને બચ્ચાની સંખ્યા

Asiatic Lion population 2025: ગીર નેશનલ પાર્ક અને અભયારણ્યના મેનેજમેન્ટ પ્લાનની જોગવાઇઓ મુજબ વન વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ વેરીફીકેશન, જેને બ્લોક કાઉન્ટ પદ્ધતિ પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરી સિંહ વસ્તી અંદાજની કામગીરી કરવામાં આવેલ છે. આને અનુસરીને ૧૬મી સિંહ વસ્તી અંદાજની કામગીરી ૧૦મે થી ૧૩મે દરમીયાન કુલ ૩૫,૦૦૦ ચો. કીમી. વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ જેમાં ૧૧ જિલ્લાના ૫૮ તલુકાનો સમાવેશ કરવામાં આવેલ. વર્ષ ૨૦૨૦ માં આશરે ૩૦,૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં સિંહ વસ્તી અંદાજ કરવામાં આવેલ. 

— Press Trust of India (@PTI_News) May 21, 2025

'16મી સિંહ વસ્તી ગણતરી - 2025'ના આંકડા જાહેર 
ગુજરાત સરકારે એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે '16મી સિંહ વસ્તી ગણતરી - 2025'ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.

સૌપ્રથમ વર્ષ 1936માં યોજાઇ હતી સિંહ વસ્તી ગણતરી 
રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.  

આ વસ્તી અંદાજની કામગીરી માટે સમગ્ર વિસ્તારને શ્રેણીબદ્ધ એકમોમાં વિભાજીત કરવામાં આવેલ. સમગ્ર વિસ્તારને ૮ રીજીયન, ૩૨ ઝોન, ૧૧૨ સબ-ઝોન અને ૭૩૫ ગણતરી એકમોમાં વિભાજીત કરવામાં આવેલ. આ કામગીરીમાં પારદર્શિતા વધારવા માટે, વન વિભાગના અધિકારીઓ ઉપરાંત, રાષ્ટ્રીય અને રાજ્ય વન્યજીવ બોર્ડના સભ્યો, વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને સિંહ વ્યવસ્થાપન અને તેના વર્તનના અનુભવી વ્યક્તિઓને નિરીક્ષક તરીકે આમંત્રિત કરવામાં આવેલ. વધુમાં, વિવિધ ક્ષેત્રોના રસ ધરાવતા વ્યક્તિઓ અને સ્વૈચ્છિક સંસ્થાના સભ્યોને સ્વયંસેવકો તરીકે સામેલ કરવામાં આવેલ. આ કામગીરી અસરકારક અને સુગમતાપુર્વક ચાલે તે માટે, વરિષ્ઠ વન અધિકારીઓ દ્વારા સમગ્ર અંદાજ પ્રક્રિયાનું નિરીક્ષણ કરવામાં આવેલ. આ વસ્તી અંદાજની કામગીરીમાં કુલ ૩૮૫૪ લોકોએ ભાગ લીધેલ. સૌ પ્રથમ વાર આ કામગીરીમાં સ્થાનિક સરપંચશ્રીઓ તેમજ ગામ આગેવાનોને પણ આમંત્રીત કરવામાં આવેલ અને તેઓએ ખૂબ સારો પ્રતિભાવ આપેલ છે. 

— BJP Gujarat (@BJP4Gujarat) May 21, 2025

આ વસ્તી અંદાજની કામગીરીમાં મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવેલ. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો. અમુક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવેલ, જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળેલ. e-GujForest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થયેલ, જેમાં જીપીએસ લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઈ અને કાર્યક્ષમતા સુધરેલ. જીઆઈએસ સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવેલ. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કારી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી સકતા AI આધારીત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવેલ. આ કામગીરી એશિયાઈ સિંહોના સંરક્ષણ અને વૈજ્ઞાનિક વ્યવસ્થાપન પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તા.૨૧/૦૫/૨૦૨૫ ના રોજ માન. મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં યોજવામાં આવેલ ૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મંત્રી, વન અને પર્યાવરણ મુળુભાઈ બેરા તેમજ રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહેલ. તા.૦૩/૦૩/૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકમાં માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સિંહ વસ્તી અંદાજ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવેલ હતી. 

મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સિંહ સંરક્ષણ માટે વિસ્તાર વિકાસલક્ષી બૃહૃદ ગીર વિસ્તારને અનુલક્ષીને સ્થાયી વિકાસના સિદ્ધાંતોને અનુરૂપ કાર્યપદ્ધતિથી વન્યજીવ સંર્વધનના કાર્યક્રમો બાબતે સંબોધન કરવામાં આવેલ. તેઓએ માન, પ્રધાન મંત્રી દ્વારા ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦ ના રોજ લાલ કિલ્લાની પ્રાચીરથી પ્રોજેક્ટ લાયનની જાહેરાત તેમજ હાલમાં જ સાસણ ખાતેની રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની બેઠકમાં રૂા. ૨૯૨૭.૭૧ કરોડના પ્રોજેક્ટ લાયન ૨૦૪૭ ના ભવિષ્યલક્ષી આયોજન બાબતનો પણ ઉલ્લેખ કરેલ. મુખ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે, પ્રજાની સહભાગીતા સિંહ સંરક્ષણની સફળતાના કાર્યક્રમો માટે ચાવીરૂપ ભૂમિકા ભજવેલ છે. તેઓ જણાવેલ કે, સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજા સિંહ માટે ગૌરવની લાગણી અનુભવે છે. તેમજ તેને એક પરિવારનો સભ્ય માનવામાં આવે છે. મુખ્ય મંત્રીશ્રી દ્વારા સિંહની વસ્તીની સતત વૃદ્ધિ માટે રાજ્ય સરકારના કુશળ આયોજન, અને સ્થાનિક લોકોની ભાગીદારી બાબતે ચર્ચા કરવામાં આવેલ. 

મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવેલ કે, સિંહોની વસ્તીના વિસ્તરણમાં અનેક પરિબળોમાં સ્થાનિક લોકોનો સિંહ પ્રત્યેનો સાંસ્કૃતિક, ધાર્મિક લગાવ, પ્રેમભાવ, આદર તેમજ કુટુંબનાં સભ્ય તરીકેની ભાવનાએ પણ ખુબ જ અગત્યનો ભાગ ભજવેલ છે. આજે આપણો સિંહ એશિયાખંડમાં માત્ર ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ જોવા મળે છે. તેનું પ્રત્યેક ગુજરાતીને ગૌરવ છે. સંહોની વસ્તી વધવાના કારણે વર્ષ ૨૦૦૦ માં ફક્ત ૩ જીલ્લાઓમાં જોવા મળતા આપણા સિંહો આજે ૧૧ જીલ્લાઓ (એશિયાટીક લાયન લેન્ડસ્કેપ) માં વિચરણ કરતો રહેલો છે. 

એશિયાઇ સિંહો તરફ લોકોના આકર્ષણથી ગીર ક્ષેત્રમાં ટુરિઝમને વેગ મળેલ છે. ત્યારે તેનાં સંરક્ષણ અને સંવર્ધન પરત્વે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ લાવી નક્કર પગલાઓ લેવામાં આવી રહેલ છે. તે ઉપરાંત આ એશિયાટીક લાયન લેન્ડસ્કેપ વિસ્તારના લોકોમાં પણ સિંહ સંરક્ષણ અને સંવર્ધન પ્રત્યે જાગૃતિ નિર્માણ થયેલ જોવા મળી રહેલ છે. માન. મુખ્ય મંત્રી દ્વારા બરડા અને અન્ય નવા વિસ્તારોમાં સિંહની વસ્તીને વધાવવામાં આવેલ અને જણાવેલ કે, આવા વિસ્તારો સિંહ સંવર્ધનના પ્રયાસોને વધુ સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. ૧૦મી મે,૨૦૨૫ ના રોજ માનનીય કેબીનેટ મંત્રી વન, અને પર્યાવરણ મુળુભાઇ બેરા દ્વારા લીલી ઝંડી આપી સિંહ વસ્તી અંદાજની કામગીરીની શરૂઆત કરાવવામાં આવેલ. ઉપરાંત માનનીય રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ લેન્ડસ્કેપમાં ચાલતી વસ્તી અંદાજની કામગીરીમાં જોડાયેલ હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news