ખેડૂતો માટે મોટા સમાચાર ! સરકારે કરી 700 કરોડનાં રાહત પેકેજની જાહેરાત

પાક વિમા ઉપરાંત સરકાર દ્વારા એસડીઆરએફ ફંડમાંથી 700 કરોડની સહાય આપવામાં આવશે, જેના હેઠળ તમામ ખેડૂતોને આવરી લેવામાં આવશે

Updated By: Nov 13, 2019, 05:34 PM IST
ખેડૂતો માટે મોટા સમાચાર ! સરકારે કરી 700 કરોડનાં રાહત પેકેજની જાહેરાત

ગાંધીનગર : આજે ગુજરાત સરકારનાં કેબિનેટ સ્તરની બેઠક યોજાઇ હતી. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા પાક વિમા ઉપરાંત 700 કરોડ રૂપિયાનું રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા આ ઉપરાંત ખેડૂતોને બાંહેધરી આપવામાં આવી હતી કે ખેડૂતોને કોઇ પણ પ્રકારે સમસ્યા ન થાય તેવા પ્રયાસો કરવામાં આવશે. 

- બિન પિયતવાળી જમીન હશે તો 6800 રૂપિયાની સહાય ચુકવાશે. 2 લાખ ખેડૂતોને 33 ટકાથી વધારે નુકસાની થઇ છે. કલેક્ટર દ્વારા સહાયની રકમ ખેડૂતને આપવામાં આવશે. પિયવાળી જમીન હશે તો 13500 રૂપિયાની સહાય ચુકવાશે. ખેડૂતોને આરટીજીએસ દ્વારા સહાયની રકમ પહોંચાડાશે. 

- પાંચ લાખ હેક્ટરમાં નુકસાન થયું હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું. 700 કરોડ રૂપિયાનાં રાહત પેકેજની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસ દ્વારા લોકો અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.  ખેડૂતોની પડખે સરકાર હંમેશા હોવાની નીતિન પટેલે બાંહેધરી આપી. તમામ સહાયની રકમ આરટીજીએસ દ્વારા ચુકવવામાં આવશે. 

- 18 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. કોંગ્રેસની કથની અને કરણીમાં ઘણો જ ફરક છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે છતા પણ કોઇ માફી અપાઇ નથી. કોંગ્રેસ પોતાના રાજ્યોમાં સહાય આપે, પછી અમારી સામે આંદોલન કરે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube