ગુજરાત સરકારનો મોટો નિર્ણય; ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીને લઈને સૌથી મહત્વના સમાચાર

Big decision of Gujarat Government: ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો. શુભારંભ બાદ કૃષિ મંત્રીએ ટેકાના ભાવે વેચાણ માટે આવેલા ખેડૂતો સાથે સહજ સંવાદ કર્યો. બજાર કરતા વધુ ભાવે જણસીની ખરીદી કરવા બદલ ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો.

ગુજરાત સરકારનો મોટો નિર્ણય; ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીને લઈને સૌથી મહત્વના સમાચાર

Big decision of Gujarat Government: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી 15,000 કરોડથી વધુ મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે. 

Add Zee News as a Preferred Source

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવીને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું હતું.

તદુપરાંત, કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ સંવાદ પણ કર્યો હતો. આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતા પણ વધુ ભાવે જણસીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

સર્વ વિદિત છે કે, મગફળીના આશરે રૂ. 5,000 પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. 7,263 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરિણામે પોતાની જણસીના બજાર ભાવ કરતા આશરે રૂ. 2,263 પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ, ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. કારકિર્દીની શરૂઆતથી ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતની રાજનીતિ, ગુજર

...और पढ़ें

Trending news