)
અમદાવાદ-સુરતમાં ETSની સફળતા
ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ સતત વધી રહ્યો છે. ઉદ્યોગો વધવાની સાથે-સાથે પર્યાવરણને સુરક્ષિત રાખવાની જવાબદારી પણ વધતી જાય છે. આ મુદ્દાને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે સાવચેતીભર્યું પગલું લીધેલ છે. સુરત અને અમદાવાદ શહેરમાં એમિશન ટ્રેડિંગ સ્કિમ (ETS) લાગુ કરવામાં આવી હતી. આ શહેરોની અદ્ભૂત સફળતા બાદ સરકાર તેને સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવાની યોજના કરી રહી છે. પારંપરિક પદ્ધતિથી અલગ, તે એક બજાર- આધારીત પદ્ધતિ છે. આ પ્રણાલી હેઠળ ઉદ્યોગો પ્રદૂષણ કે ઉત્સર્જન અધિકારોની લે-વેચ કરી શકે છે. આ સ્કિમને સક્રિય કરી, સ્વચ્છ વાતાવરણ જાળવી રાખવા માટે ઉદ્યોગોને પ્રેરિત કરે છે.
GPCB સાથેના વિવિધ જોડાણથી નોંધપાત્ર સુધારો
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ના નેતૃત્વ હેઠળ વર્ષ 2019માં ETSનો પાયલટ પ્રોજેક્ટ સુરત શહેરમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ શિકાગો, યેલ યુનિવર્સિટી અને અબ્દુલ લતિફ જામીલ પોવર્ટી એક્શન લેબ (J-PAL)ના જોડાણથી 355 ઉદ્યોગો આ સ્કિમ સાથે જોડાયાં હતા. માત્ર બે વર્ષમાં જ પાર્ટીક્યુલેટ મેટર (PM)માં 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઉદ્યોગોમાં 11 ટકા વધુ ખર્ચ કાર્યક્ષમતા જોવા મળી. ઔદ્યોગિક ક્ષેત્રમાં સંપૂર્ણ 100 પ્રતિશત અનુપાલન નોંધાયું હતું. આ સ્કિમના પાલનની પારદર્શિતા માપવા Continuous Emission Monitoring Systems (CEMS)એ સતત રીઅલ-ટાઈમ ડેટા પૂરો પાડ્યો હતો.
મોનિટરિંગ કરી ETSનો વિસ્તાર વધાર્યો
ETSની સફળતા બાદ, સરકારે અમદાવાદ સુધી આ સ્કિમનો વિસ્તાર અને 2023માં અમદાવાદ શહેરના વટાવા, નરોડા, દાણીલીમડા જેવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે 118 ઉદ્યોગો લાઈવ ટ્રેડિંગમાં જોડાયા હતા. આ યોજના હેઠળ, 80 પ્રતિશત એમિશન ખર્ચ મુફ્તમાં કાઢવામાં આવ્યો હતો જ્યારે અન્ય 20 પ્રતિશત દર અઠવાડિયે થતી હરાજી વડે લેવામાં આવ્યા હતા. પાર્ટીક્યુલેટ મેટરના ભાવ રુપિયા 5 થી રુપિયા 100 પ્રતિ કિલોગ્રામ વચ્ચે રહે છે. તેનું CEMS દ્વારા યોગ્ય રીતે અવલોકન પણ થાય છે.
3,000 કરોડ રુપિયાનું ઈન્વેસ્ટમેન્ટ
રાજ્ય વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ કહ્યું, "ETS ઔદ્યોગિક ખર્ચને ઓછો કરે છે, સરકારી નિયમોને સરળ બનાવે છે અને નાગરિકોને સ્વચ્છ પર્યાવરણ પણ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં આ યોજનાના સકારાત્મક પરિણામે સમગ્ર ભારતમાં કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ માટે પાયો નાખ્યો છે. દેશના બીજા રાજ્યો પણ આ મોડેલથી પ્રેરણા લઈ તેનો અભ્યાસ કરી રહ્યાં છે. ગુજરાતના ચાર મુખ્ય શહેરો કે જે પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તેના માટે GPCBએ 3,000 કરોડ રુપિયાના ખર્ચે હવાના પ્રદૂષણને દૂર કરવાની જહેમત ઉઠાવી છે."
રાષ્ટ્રીય સ્તરે પણ આ યોજના સક્રિય બનશે
GPCBના પ્રમુખ આર.બી. બરાડ ETSને પરિવર્તન પ્રોત્સાહિત કરતી એક યોજના જણાવે છે. તેઓ કહે છે, "પાર્ટીક્યુલેટ મેટર પર ધ્યાન દોરવા માટે ETS સ્કિમ કેપ એન્ડ ટ્રેડ મોડેલ પર આધરિત શૂન્ય ઉત્સર્જન દરનું લક્ષ્ય દર્શાવે છે. સુરત અને અમદાવાદ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે સરકારે આ યોજનાની અન્ય ઔદ્યોગિક ક્ષેત્રો જેમાં વડોદરા, રાજકોટ, વાપી, અંક્લેશ્વર, ભરુચ, મોરબીની ગણના કરી છે. માર્ચ 2026 સુધી એર ઈન્ડેક્સ ક્વાલિટીને 35 થી 50 પ્રતિશત સુધારવાનું લક્ષ્ય છે. પ્લાસ્ટિક વેસ્ટ અને ઈ-વેસ્ટની સમસ્યાઓના ઉકેલ માટે પણ કડક અમલીકરણ થકી પ્રયાસો ચાલુ રહેશે. "
સંજીવ કુમારના હાથમાં છે આ સ્કિમની લગામ
વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ સંજીવ કુમારએ આ પ્રોગામને આગળ ધપાવવાની અને મોનિટર કરવાની જવાબદારી લીધેલ છે. તેમણે બંને વિભાગો અને GPCBના કટિબદ્ધ વચનોને ધ્યાનમાં રાખી પ્રદૂષણની માત્રા ઓછી કરવાનું અને લોકોના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખવાનું ધ્યેય દર્શાવ્યું છે. જેને ETSએ ગુજરાતમાં સાકાર કર્યું છે.
અન્ય રાજ્યો ગુજરાતના ETS મોડેલથી પ્રેરિત
GPCBના વરિષ્ઠ અધિકારીના મતે આ યોજના ઉદ્યોગો માાટે સજારુપ નથી પરંતુ એક પહેલ છે જે ઉદ્યોગોને શુદ્ધ વાતાવરણની જાળવણી માટે પ્રેરિત કરે છે અને ઔદ્યોગિક મૂલ્યોને પણ સાચવી રાખે છે. હવે તો ભારત સરકાર અને અન્ય રાજકીય સરકાર પણ આ યોજના તરફ આકર્ષક બન્યાં છે. કેન્દ્ર સરકાર નેશનલ કાર્બન ટ્રેડિંગ પ્લેટફોર્મ સ્થાપિત કરવા માટે કાર્યરત છે.
ETS કેવી રીતે કાર્ય કરે છે
ETS માર્કેટ આધારિત એક સિસ્ટમ છે. ઉદ્યોગો કેટલા પ્રમાણમાં પ્રદૂષણને વધારે છે, નિયંત્રણ કરે છે તે જણાવે છે. મૂળભૂત રીતે તે પ્રદૂષણ વધવાની મર્યાદા નક્કી કરે છે. જો કોઈપણ એક યુનિટ તેને આપવામાં આવેલ મર્યાદા કરતાં ઓછો વપરાશ કરે છે તો તે બાકી રહેલ ક્રેડિટનું અન્ય ઉદ્યોગો સાથે વેચાણ કરી શકે છે. ગુજરાતમાં ETSની કામગીરી જોયાં બાદ બીજા રાજ્યોને પણ પ્રેરણા મળી છે. પરિણામે ગુજરાત સરકારે NITI આયોગ સાથે જોડાણ કર્યું છે. ETSનું લક્ષ્ય પાર્ટીક્યુલેટ મેટરના સ્તરનો ઘટાડો કરવાનું છે. આ સ્કિમમાં ભાગ લીધેલ દરેક ઉદ્યોગોને મોનિટરિંગ સાધનો અને ચીમનીઓ ઈન્સટોલ કરવી આવશ્યક છે.