હાઈકોર્ટમાં કોરોના મામલે સુઓમોટો અરજી પર આજે સુનાવણી, સરકારના સોગંદનામા પર દલીલો

કોરોનાની (Corona) કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની (High Court) સુઓમોટો અરજી (Suo Moto Pil) મામલે રાજ્ય સરકાર દ્વારા 53 પેજનું સોગંદનામું (Affidavit) રજૂ કર્યું હતું

Updated By: Jun 15, 2021, 11:03 AM IST
હાઈકોર્ટમાં કોરોના મામલે સુઓમોટો અરજી પર આજે સુનાવણી, સરકારના સોગંદનામા પર દલીલો

આશ્કા જાની/ અમદાવાદ: કોરોનાની (Corona) કથળેલી સ્થિતિ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની (High Court) સુઓમોટો અરજી (Suo Moto Pil) મામલે રાજ્ય સરકાર દ્વારા 53 પેજનું સોગંદનામું (Affidavit) રજૂ કર્યું હતું. ત્યારે હાઇકોર્ટમાં આજે કોરોના મામલે થયેલી સુઓમોટો અરજી પર વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટમાં કોરોના મહામારી મામલે કરવામાં આવેલી સુઓમોટો અરજી પર આજે સુનાવણી શરૂ હાથ ધરવામાં આવશે. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં રાજ્ય સરકારે કરેલા 53 પેજના સોગંદનામા પર પણ દલીલો કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં કોરોનાના ત્રીજા વેવ માટે સરકારનો શું પ્લાન છે તે અંગે પણ જાણકારી મેળવવામાં આવશે.

આ પણ વાંચો:- ઝાડુને જુતાનો ડર? આપની પ્રેસ કોન્ફરન્સમાં પોલીસ,પ્રેસ અને કાર્યકર્તાઓ તમામને જુતા બહાર કઢાવાયા

આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા સોગંદનામામાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મામલે ઉભી કરાયેલી આરોગ્ય લક્ષી સેવા અને લોકજાગૃતિ માટેના કાર્યક્રમોનો ઉલ્લેખ કરાયો છે. મ્યુકરમાઈકોસિસ મામલે સરકારે રજૂઆત કરી છે તેની સારવાર માટેના ઇન્જેક્શનનો જથ્થો કેન્દ્ર સરકાર હસ્તક છે. આજે આ મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube