ઓનલાઈન શિક્ષણ: HCએ રદ કર્યો ફી અંગેનો પરિપત્ર, 'શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે'

ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પણ આજે સુનાવણી થઈ. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણને અંગેના જીઆરને અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 

Updated By: Jul 31, 2020, 03:07 PM IST
ઓનલાઈન શિક્ષણ: HCએ રદ કર્યો ફી અંગેનો પરિપત્ર, 'શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે'

આશ્કા જાની, અમદાવાદ: ઓનલાઈન શિક્ષણને લઈને ગુજરાત હાઈકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી થઈ. ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા સામે સરકારે મૂકેલા પ્રતિબંધને ખાનગી શાળા સંચાલકોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકારના ઓનલાઈન શિક્ષણ અંગેના જીઆરમાં ફી માફીનો મુદ્દો અયોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેસીને સરકાર ફી નક્કી કરે. આ ઉપરાંત હાઈકોર્ટે શિક્ષણકાર્ય ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે. 

હાઈકોર્ટે કહ્યું કે ફી માફીનો મુદ્દો પરિપત્રમાંથી રદ કરો. શાળાઓ અને વાલીઓ વચ્ચે સંકલન જળવાવવું જોઈએ. સરકાર સાથે શાળા સંચાલકો ચર્ચા કરીને વચગાળાનો કોઈ ઉકેલ શોધે. આ બાજુ શાળા સંચાલકો તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે શાળા શરૂ થાય નહીં ત્યાં સુધી શાળાઓ ફી ન લઈ શકે તેવો નિર્ણય સરકાર કરી શકે નહીં. આવો ઠરાવ સરકાર બહાર ન પાડી શકે. 

કોર્ટે જો કે પરિપત્રના બાકીના મુદ્દાઓ યથાવત રાખ્યા છે. કોર્ટમાં સરકારે પોતાની રજૂઆતમાં કહ્યું કે શાળાઓ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા માંગતી નથી. શાળા સંચાલકોએ પણ હવે સરકાર સાથે ચર્ચા કરવાની તૈયારી બતાવી છે. કોર્ટે ચોખ્ખુ કહ્યું કે શાળા સંચાલકો ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખે બંધ કરે નહીં. 

વધુ વિગતો માટે જુઓ VIDEO

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube