સરકારને નાણાકીય નુકશાન કરતા કર્મચારીઓ માટે હાઇકોર્ટનો લાલબત્તી સમાન ચૂકાદો

સરકારને નાણાકીય નુકશાન કરવા બદલ નુકશાન પેટે રૂા.૩,૫૦,૦૦૦ની રકમ તેઓને મળવાપાત્ર નિવૃત્તિના લાભોમાંથી વસુલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

સરકારને નાણાકીય નુકશાન કરતા કર્મચારીઓ માટે હાઇકોર્ટનો લાલબત્તી સમાન ચૂકાદો

અમદાવાદ: સરકારને નાણાકીય નુકશાન થાય તેવી કામગીરી કરતા કર્મચારીઓ માટે ગુજરાત હાઇકોર્ટે લાલબત્તી સમાન ચૂકાદો આપ્યો છે. સરકારી રેકર્ડમાં ચેડા, ફરજ પ્રત્યે નિષ્કાળજી દાખવવી તેમજ નાણાકીય નુકશાન બદલ સબ રજિસ્ટ્રાર ગ્રેડ-૧માં નિવૃત એ.જી.શેખ.ને બે વર્ષ માટે નિચલા પગાર ધોરણમાં ઉતારવાની શિક્ષા તેમજ તેમના દ્વારા સરકારને નાણાકીય નુકશાન કરવા બદલ નુકશાન પેટે રૂા.૩,૫૦,૦૦૦ની રકમ તેઓને મળવાપાત્ર નિવૃત્તિના લાભોમાંથી વસુલ કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

હાલ નિવૃત એ.જી.શેખ, સબ રજીસ્ટ્રાર ગ્રેડ-૧ દ્વારા તેઓની સબ રજીસ્ટ્રાર કચેરી અમદાવાદ-૭ (ઓઢવ) ની તત્કાલીન એક રાજ્ય સેવક તરીકેની ફરજ દરમિયાન ગુજરાત સ્ટેમ્પ એક્ટ-૧૯૫૮ની કલમ ૩૨(ક) હેઠળની કામગીરીમાં ગેરરીતી તથા રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૦૮ની જોગવાઇનો ભંગ, સરકારી રેકર્ડમાં ચેડા કરવા, ફરજ પ્રત્યે નિષ્કાળજી અને બેદરકારી દાખવવા બદલ શેખને નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર તા.૨૮/૦૭/૨૦૦૫ના હુકમથી ફરજીયાત નિવૃત્તિની ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ) નિયમો હેઠળ મોટી શિક્ષા કરવામાં આવેલ હતી. 

ઉલ્લેખનીય છે કે, શેખ દ્વારા આ હુકમ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં સ્પે. સીવીલ એપ્લીકેશન નં.૧૯૪૧૨/૨૦૦૬ દાખલ કરતા, નામ. ગુજરાત હાઇકોર્ટ દ્વારા તા.૨૬/૪/૨૦૧૭ના ઓરલ જજમેન્ટથી  એ.જી.શેખને કરવામાં આવેલ શિક્ષામાં ઘટાડો કરી, બે વર્ષ માટે નીચલા પગાર ધોરણમાં ઉતારવાની મોટી શિક્ષા કરવા તથા તેમના દ્વારા સરકારને કરવામાં આવેલ નુકશાન પેટે રૂા.૩,૫૦,૦૦૦/-ની રકમ તેઓને મળવાપાત્ર નિવૃત્તિના લાભોમાંથી વસુલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news