આશ્કા જાની/અમદાવાદ :આજે કોરોના મામલે થયેલી સુઓમોટો મામલે gujarat highcourt માં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. ગુજરાતની હોસ્પિટલમાં બેડની અછત નથી અને પૂરતા બેડ ઉપલબ્ધ છે તેવો સરકારે એફિડેવિડમાં દાવો કર્યો હતો. સરકારના સોંગઘનામાં પર આજે hc માં ચાલેલી સુનાવણીમાં રેમડેસિવિર મામલે hc એ રાજ્ય સરકારનો ઉધડો લીધો છે. સાથે જ હાઈકોર્ટે આકરાપાણીએ આવી કહ્યું કે, ગુજરાતમા રેમડેસિવિર (remdesivir) અને ઓક્સજનની કાળાબજારી બંધ કરો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેમડેસિવિર અંગે ગુજરાત હાઈકોર્ટે સરકાર પર રીતસરના સવાલો વરસાવ્યા હતા. રેમડેસિવિર મામલે hc એ રાજ્ય સરકારને ઉધડો લઈને પૂછ્યું કે, રેમડેસિવિરને અમૃત બનાવી દીધું છે, કે જે લેશે તે બચશે. તબીબો કેમ રેમડેસિવિરનો કોઈ વિકલ્પ નથી આપી રહ્યા. ઝાયડ્સ રેમડેસિવિર માત્ર 899 રૂપિયામાં આપી રહી છે, જ્યારે કાળાબજારમાં તે ઇજેક્શન 12 હજારથી વધુ કિંમતમાં મળી રહ્યા છે તો સરકાર કેમ કાળાબજારી પર રોક નથી લગાવતી. 


હાઈકોર્ટે (gujarat highcourt) પૂછ્યુ કે, રેમડેસિવિર મામલે તમારા નિષ્ણાંત તબીબોના સૂચનોની સાથે અન્ય ડોક્ટરોને પણ સાથે રાખી રેમડેસિવિરની આડઅસર અંગે માહિતગાર કરો. જેથી લોકલ ડોક્ટર લોકોને જરૂર વગર ઈન્જેક્શન લખે નહિ. મીડિયામાં આવ્યુ છે કે, ડોક્ટરોએ રેમડેસિવિર ઇન્જેશન જેમને જરૂર નથી તેવા લોકોને પણ આપ્યા છે. તેમજ કાળાબજારી પર પણ રાજ્ય સરકાર દેખરેખ રાખે. - કમલ ત્રિવેદી તમને ખબર છે ખરી ઇન્જેક્શનની ડિમાન્ડ અને જરૂરિયાત કેટલી છે. અમદવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઇન્જેક્શન છે, પરંતુ ભવિષ્યમાં શું પરિસ્થિતિ થશે તેનો ખ્યાલ છે.


ગુજરાત સરકાર સામે હાઈકોર્ટે સવાલ કર્યો કે, 7000 કેસ રોજના આવે છે એવું તમે કહો છો. રોજના 5000 એડમિટ થાય છે. તો જે લોકો ઘરે છે તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂરિયાત નથી પડવાની. તો શા માટે ઇન્જેક્શનની અછત પડી રહી છે. તમે જે કહો છો કે ઇન્જેક્શનની અછત છે તે વાત માનવામાં આવે તેવી નથી. તમારા જ આકડાં છે. - રેમડેસિવિરર ઇન્જેક્શન ક્યાં મળે છે અને કેવી રીતે મળે છે તેનો ઉલ્લેખ કેમ એફીડેવિટમાં નથી. તેનું પેજ ક્યાં છે. તમે કહો છો કે 53% બેડ ખાલી છે. તો શા માટે લોકોને હોસ્પિટલની બહાર ઉભું રહેવું પડે છે, ઘરે જવું પડે છે. અમે વાત આખાય ગુજરાતની છે.