)
Gujarat High Court : રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. એક મહિનામાં સરેન્ડર કરવા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજામાં માફીની અરજી પણ હાઈકોર્ટે ફગાવી છે.
રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા કાયદાના સકંજામાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠીયા હત્યા કેસમાં એક મહત્વનો આદેશ આપ્યો છે. પોપટ સોરઠિયા હત્યા કેસમાં 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. એટલું જ નહિ, અનિરુદ્ધસિંહે રોજેરોજ હાજરી પુરવવાની રહેશે. તેમજ પાસપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે.
શું છે સમગ્ર કિસ્સો
તા. 15 ઓગસ્ટ 1988 ના રોજ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના પૂર્વ ખકઅ પોપટભાઈ સોરઠીયાની ગોળી મારીને જાહેરમાં હત્યા કરવાના ગુનામાં આજીવન કેદની સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજાને વર્ષ 2018માં સજા માફી આપીને મુક્ત કરવામાં આવ્યો હતો. આ સજા માફીને રદ કરવા માટે હાઇકોર્ટમાં મૃતક ધારાસભ્યના પૌત્ર હરેશ સોરઠીયાએ અરજી કરી હતી. જેની સુનાવણી તારીખ6 ઓગસ્ટ અને બુધવારના રોજ ચાલતા જેમાં હાઇકોર્ટના જસ્ટિસ એચડી સુથારે માફીના લાભ અંગે સવાલો ઉઠાવી સરકાર અને જેલ સત્તાવાળાના નિર્ણય ની આકરી આલોચના કરી હતી.
પોપટ લાખા સોરઠીયા હત્યાકાંડ મુદ્દે પાટીદાર અગ્રણી તેમજ કાયદા નિષ્ણાત પરુષોત્તમ પીપળીયાએ જણાવ્યું કે, આ કેસમાં હાઇકોર્ટનો આ નિર્ણય છે. એટલે જેને સજા થઈ હોઈ તે વ્યક્તિને કોર્ટ સમક્ષ અથવા જેલ સમક્ષ હાજર થવાનું હોય છે. હજુ ફાઈનલ નિર્ણય આવશે. કોઈ કેસમાં આરોપીને સજા થાય તો એ સમાજ માટે મહત્વનું બની રહે છે. અને જો સજા બાદ માફી કે અન્ય ચુકાદો આવે તો એ પણ મહત્વનો બને છે. આ કેસને પાટીદાર સમાજ સાથે લેવા દેવા નથી, પરંતુ જે ઘટના ઘટી હતું જેતે વખતે તે સર્વ સમાજ માટે મહત્વની રહે છે.
અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ 3-3 મહિનાથી કેમ નથી પકડી શક્તી
ઉલ્લેખનીય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદીપસિંહ જાડેજાને હાલ પોલીસ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ શોધી રહી છે. રીબડામાં અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહ જાડેજાને SMC દ્વારા કેરળથી ઝડપવામાં આવ્યો હતો. ત્યારે રીબડામાં થોડા સમય પહેલા આપઘાત કરનાર અમિત ખૂંટના પરિવારે રાજકોટ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. અમિત ખૂંટના પરિવારજનોએ આરોપીઓને પકડવા માટે SMC ના વડા નિર્લિપ્ત રાયને રજૂઆત કરી. અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે એક નિવેદનમાં જણાવ્યું કે, જો પોલીસ અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને 20 દિવસમાં પકડી શકતી હોય તો અમિત ખૂંટની આત્મહત્યામાં જવાબદાર અનિરુદ્ધ સિંહ અને રાજદીપ સિંહ 3-3 મહિનાથી કેમ નથી પકડી શક્તી. અમિત ખૂંટના આરોપીઓને તાત્કાલિક પકડવા નિર્લિપ્ત રાય સાહેબને વિનંતી છે.
અમિત ખૂંટમાં પણ અનિરુદ્ધસિંહના વળતા પાણી થયા
ચકચારી બનેલા રીબડાનાં અમિત ખૂંટ આપઘાત પ્રકરણ માં આરોપી રાજદિપસિંહ જાડેજાએ અત્રેની સેશન્સ કોર્ટમાં મુકેલી આગોતરા જામીન અરજી કોર્ટ દ્વારા નામંજુર કરાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં પાટીદાર યુવકના ખિસ્સામાંથી મળેલી સ્યૂસાઈડ નોટમાં તેને મરવા મજબુર કરવા અંગે રાજદિપસિંહ જાડેજાનું નામ હોઈ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં રાજદિપસિંહ સામે ગુનો નોંધાયો હતો. બનાવ બાદ રાજદિપસિંહ ફરાર હોઈ તેના દ્વારા હાઇકોર્ટમાં કોસીંગ અરજી કરાઇ હતી. જે હાઇકોર્ટ દ્વારા રદ કરાતા રાજદિપસિંહે અત્રેની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટ દ્વારા નામંજુર કરાઈ હતી.