)
Gujarat Police : ગુજરાતના પોલીસ બેડામાં હાલ એક જ ચર્ચા ચાલી રહી છે, આઈપીએસ અધિકારીઓની બદલી. કેટલાક IPS અધિકારીઓ માટે આ બદલી ગુડ ન્યૂઝ બની. પરંતુ કેટલાક IPS અધિકારીઓ એવા છે, જેમના માટે આ બદલી ગુડ ન્યૂઝ નથી બની. કારણ કે, ક્યાંકને ક્યાંક તેઓને સાઈડલાઈન કરીને ન ગમતી જગ્યાઓ પર પોસ્ટીંગ આપી દેવાયુ છે. વિવાદોને કારણે તેમણે સરકારી ગુડ બુકમાંથી પોતાનું નામ ગુમાવ્યુ છે. ત્યારે આવા કેટલાક અધિકારીઓ અને તેમના વિવાદો પર એક નજર કરીએ.
સરકારી વિભાગમાં ગમતી જગ્યા માટે પોસ્ટીંગ મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડે છે. કેટલાય ભઈ બાપા કરવા પડે છે. જો સારુ કામ કર્યું તો મલાઈદાર પોસ્ટીંગ મળી જશે. પરંતું જો તે સરકારની ગુડ બુકમાંથી ખસ્યા, તો પોસ્ટિંગ ગયુ સમજો. આવુ જ કંઈક ગઈકાલે જાહેર કરાયેલ IPS અધિકારીઓની બદલીઓમાં જોવા મળ્યું. આ બદલીના ઓર્ડર IPS અધિકારીઓ માટે કહી ખુશી કહી ગમ જેવા બની રહ્યાં.
સાઈડલાઈન કરાયેલા આઈપીએસ અધિકારીઓની વાતક કરીએ તો, ખેડાના ઇન્ચાર્જ SP અર્પિતા પટેલને પોસ્ટીંગ સાઈડલાઈન કરાયાની ચર્ચા ચારેતરફ ચાલી રહી છે. તો અમદાવાદના ટ્રાફિક વિભાગમાં કાર્યરત નીતા દેસાઈ પણ સાઈડલાઈન કરાયાની ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતા પુજા યાદવ રાજકોટમાં ફરજ બજાવતા IPSને ડાંગ જિલ્લામાં SP તરીકે મુકીને સાઈડલાઈન કરાયા.
બદલીમાં સૌથી વધુ ચર્ચા મનીષ સિંહની
પોલીસ બેડામાં સૌથી મોટી ચર્ચા મનીષ સિંહના નામની થઈ રહી છે. કારણ કે, અભય સુડાસમાના વિવાદને કારણે તેઓ સાઈડલાઈન કરાયા હોવાની વાત વહેતી થઈ છે. મનીષ સિંહ IPS તાજેતરમાં ગાંધીનગર AMT વિભાગના SP તરીકે ફરજ બજાવતા હતા તેમને અગાઉના વિવાદોના કારણે સાઇડ પોસ્ટિંગ આપવામાં હતી. તેમને ભચાઉ કચ્છ SRPFમાં પોસ્ટિંગ આપાયું છે. તેમને રીતસર સાઇડ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તાજેતરમાં સિનિયર IPS અભય ચૂડાસમા સાથે વિવાદમાં નામ આવ્યું હતું અને તેઓ ફરી ચર્ચામાં આવ્યા હતા. તેના કારણે તેમને AMT શાખા કરતા પણ વધુ સાઇડમાં મુકાયા હોવાની ચર્ચા છે.
જો અન્ય અધિકારીઓની વાત કરીએ તો, દારૂ, ગંભીરા બ્રિજ મુદ્દે વિવાદોમાં આવનાર રોહન આનંદને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમમાં સાઇડ પોસ્ટિંગ અપાયાની ચર્ચા પોલીસ બેડામાં થઇ રહી છે.
લઠ્ઠાકાંડને કારણે પહેલેથી જ સાઈડ પોસ્ટિંગનુ દુખ ભોગવનાર ડો. કરણરાજ વાઘેલાનું ફરી સાયબરની નવી ઉભી કરેલી જગ્યાએ સાઇડ પોસ્ટિંગ મળ્યાની ચર્ચા ચાલી રહી છે.
IPS અધિકારી હિંમકર સિંઘ હજી થોડા સમય પહેલા જ બદલીનો માર ભોગવી ચૂક્યા હતા. ત્યારે ન
તો આઈપીએસ અક્ષય રાજ મકવાણા બનાસકાંઠામાં મજુરો બ્લાસ્ટમાં મૃત્યુ કેસમાં વિવાદોમાં આવ્યા હતા. તેમ છતાં તેમને પાટણ, બનાસકાંઠા અને ત્યાર બાદ ભરૂચ જેવા જિલ્લામાં પોસ્ટિંગ અપાતા પોલીસ વિભાગમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કેમકે તેમના તાર મુંબઇ સુધી અડતા હોવાની ચર્ચા પોલીસ વિભાગમાં થઇ રહી છે.
કયા અધિકારીની ક્યાં ક્યાં બદલી થઈ
બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણાની ભરૂચ SP તરીકે બદલી
વલસાડના SP કરણરાજ વાઘેલાની સુરત ઈકોનોમિક વિંગમાં બદલી
કરણરાજ વાઘેલાની ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ તરીકે બદલી
જામનગરના SP પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર SP તરીકે બદલી
ગીર સોમનાથ SP મનોહરસિંહ જાડેજાની અરવલ્લી SP તરીકે બદલી
મહીસાગરના SP જયદીપસિંહ જાડેજા ગીર સોમનાથ SP બન્યા
બરોડા DCP પન્ના મોમાયાની અમદાવાદ સ્પેશિયલ બ્રાંચમા બદલી
સુરત ઝોન-2 DCP ભગીરથ ગઢવીની અમદાવાદ ઝોન-6માં બદલી
દાહોદના SP રાજદીપસિંહ ઝાલાની ગાંધીનગર સાયબરમાં બદલી
અમદાવાદ ઝોન-3 વિશાખા ડબરાલની નર્મદા SP તરીકે બદલી
સફીન હસનની અમદાવાદમાંથી મહીસાગર SP તરીકે બદલી
રાજકોટનાં DCP પૂજા યાદવની ડાંગ SP તરીકે બદલી
રૂપલ સોલંકીની ગાંધીનગરથી અમદાવાદ ઝોન-3 DCP તરીકે બદલી
મોરબીના SP રાહુલ ત્રિપાઠીની અમદાવાદ SOGમાં DCP બન્યા
રાજકોટ ગ્રામ્ય SP હિમકરસિંહની અમદાવાદ ઈકો વિંગમાં બદલી
વડોદરા ગ્રામ્ય SP રોહન આનંદની ગાંધીનગરમાં થઈ બદલી
IPS રોહન આનંદની ગાંધીનગર CID ક્રાઈમમાં બદલી થઈ
ભરૂચના SP મયૂરસિંહ ચાવડાની સ્ટેટ મોનિટરિંગ સેલમાં બદલી
રાજકોટ સિટી DCP પાર્થરાજસિંહની સાબરકાંઠા SP તરીકે બદલી
અમદાવાદથી રવિ મોહન સૈનીની જામનગર SP તરીકે થઈ બદલી
10 અધિકારીઓનો કોઈ ઓર્ડર ન આવ્યો
ડીઆઈજી સ્તરના 10 જેટલા વરિષ્ઠ અધિકારીઓને હાલમાં કોઈ પણ જગ્યાએ પોસ્ટિંગ વગરના રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા આ અધિકારીઓને નવા આદેશ ન મળે ત્યાં સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું છે. પોલીસ તંત્રના આ ઉચ્ચ અધિકારીઓને પોસ્ટિંગ ન મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.