District Panchayat: 31 જિલ્લા પંચાયતનું પરિણામ: ક્યાં કોણ આગળ...જાણો પળેપળની અપડેટ

District Panchayat Election Results: આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે.

Updated By: Mar 2, 2021, 04:05 PM IST
District Panchayat: 31 જિલ્લા પંચાયતનું પરિણામ: ક્યાં કોણ આગળ...જાણો પળેપળની અપડેટ

ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: આજે ગુજરાત (Gujarat) માં જિલ્લા પંચાયત (District Panchayat ), તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) ના પરિણામનો દિવસ છે. સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ ગઈ. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી ચાલુ છે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) થઈ રહી છે. જો કે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 

LIVE UPDATES: 

- 31 જિલ્લા પંચાયતોનું પરિણામ- તમામ ભાજપના ફાળે જતી જણાય છે. 
- મહેસાણા જિલ્લા પંચાયત ભાજપને ફાળે ગઈ. 
- રાજકોટ જિલ્લા પંચાયત પર ભાજપનો ભગવો લહેરાયો.
- અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપને ફાળે ગઈ. 
- 31 જિલ્લા પંચાયતોમાંથી 30ના પરિણામ. 28 જિલ્લા પંચાયતો પર ભગવો લહેરાયો, કોંગ્રેસના ફાળે 2 ગઈ. એકનું પરિણામ બાકી. 
- નર્મદા જિલ્લા પંચાયત તિલકવાડા. અગર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ઉમેદવારની 2020 લીડથી જીત.
- કોંગ્રેસના ગઢમાં પાછું ગાબડું, કોંગ્રેસની પરંપરાગત બેઠક ભરૂચ જિલ્લાના પાલેજ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની 1100 મતથી જીત
- ભરૂચ જિલ્લાની ભોલાવ જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપના ધર્મેશ મિસ્ત્રીની મોટા માર્જિનથી જીત
- અત્યાર સુધીમાં કુલ 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપના ફાળે 26 અને કોંગ્રેસના ફાળે 2 ગઈ. 
- અમદાવાદ- કુહા બેઠક પર ભાજપના અલ્પાબેન રામસિંહ ચૌહાણની જીત. 
- અમદાવાદ જિલ્લા પંચાયતની ઘોડા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, ભાવનાબેન વડલાણી પૂર્વ ધારાસભ્ય પ્રેમજી વડલાણીના પુત્રવધુ.

May be an image of text that says "ભાજપ અન્ય કોંગ્રેસ ο પરિણામ BREAKING ZEE24kalak દાહોદ 1/50 જિ.પંચાયત પરિણામ ફુલ 28/31 ભાજપ 26 કોંગ્રેસ 2 ο તા.પંચાયતો 50/231 અન્ય કોંગ્રેસના કદાવર નેતા વી. કે. હુંબલ હાર્યા ભાજપ 35 કોંગ્રેસ 15 AAP AIMIM અન્ય"
 - વડોદરા અનગઢ જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ઈવીએમ મશીનમાં ગડબડીનો આરોપ લગાવ્યો. કોંગ્રેસ ઉમેદવાર પારુલ મકવાણા હાર્યા છે. તેમના પતિ પ્રવીણ મકવાણાએ આ આરોપ લગાવ્યો છે. કહ્યું કે મારા ધનોરા ગામમાં 850માંથી મને માત્ર 100 મત મળ્યા. ભાજપે ઈવીએમ સાથે ચેડા કર્યા, અમે કોર્ટમાં જઈને ન્યાય મેળવીશું. કોંગ્રેસના ઉમેદવારે ફરી મતદાનની માગણી કરી. 
- દાહોદ- દેવગઢ બારિયા તાલુકાની બારા જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર શાંતીબેનની જીત. 
- મહીસાગર- ડેભારી બેઠક પર ભાજપની જીત 
- ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે હવે ખાતું ખોલ્યું, મોટી ભોયણ બેઠક પર કોંગ્રેસના રજીબેન ઠાકોર વિજેતા થયા. જ્યારે બહિયલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સુનીતાબેન સોલંકી વિજેતા. 
- ગાંધીનગર જિલ્લા પંચાયતની ભોયણ મોટી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, અત્યારસુધીમાં આવેલા બે બેઠકોના પરિણામ ભાજપને ફાળે, કોંગ્રેસને એક પણ નહીં. 
- આણંદ જિલ્લા પંચાયત- ચાર બેઠકના આવ્યા પરિણામ, બાંધણી પર ભાજપના કોકિલાબેન સોલંકીનો વિજય, નાપાવાટા પર કોંગ્રેસના રવિન્દ્ર મહીડા જીત્યા, અલારસા પર  ભજાપના માનસી મહીડા જીત્યા અને જંત્રાલ બેઠક ભાજપના વિમળા સોલંકીએ જીતી.
- અરવલ્લી જિલ્લા પંચાયતની 30 બેઠકોમાંથી 3 બેઠક ભાજપને ફાળે, કઉ બેઠક પર ભાજપના અનિરુદ્ધસિંહ ચૌહાણ વિજેતા
- પાટણમાં જિલ્લા પંચાયતની દુદુખા બેઠક અને અમરાપુર બંને બેઠકો પર અપક્ષ ઉમેદવારની જીત
-  વલસાડ જિલ્લા પંચાયતની બલિથા બેઠક પર ભાજપ વિજેતા
- 4 જિલ્લા પંચાયતોમાં ભાજપ અને એકમાં કોંગ્રેસ આગળ 
- દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત ગણતરી- 1 બજાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જીવીબેન એભાભાઈ કરમૂરની જીત, કોંગ્રેસના ઉમેદવારને 7374 મત મળ્યા જ્યારે ભાજપના ઉમેદવારને 4434 મત મળ્યા.
- રાજકોટના આણંદપરમાં જીલ્લા પંચાયતની એક બેઠક પર કોંગ્રેસનો વિજય
- વેરાવળની આદ્રી જિલ્લા પંચાયત સીટનો પહેલો રાઉન્ડ પૂર્ણ, ભાજપ આગળ
- બોટાદ જિલ્લા પંચાયતની 4 બેઠક માટે પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ
- મોરબી જિલ્લા પંચાયતની આમરત બેઠક પર કોંગ્રેસ આગળ, 40 પોસ્ટલ બેલેટમાંથી 29 મત રિજેક્ટ થયા. 20 કરારનામામાં સહી નહતી. અને 9માં તો કરારનામા જ નહતા. 11 મતમાંથી 5 કોંગ્રેસને અને 4 ભાજપને મળ્યા. 
- પાટણ જિલ્લાના સાંતલપુર કોલીવાડા સીટ પર ભાજપના ઉમેદવાર 330 મતથી આગળ, જિલ્લા પંચાયત સીટ કોલીવાડા. 
- શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપને ફાળે 4 જતી જોવા મળી રહી છે.
- સ્ટ્રોંગ રૂમ ખુલ્યા, મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. 
- ગુજરાતમાં સૌથી પહેલા આણંદમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. 

ગત ચૂંટણીમાં ભાજપને પડ્યો હતો ફટકો
2015માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. 31 જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને 24 અને ભાજપને ફાળે સાત ગઈ હતી. 

આ 31 જિલ્લા પંચાયતોના પરિણામ
ગુજરાતની કુલ 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોના આજે પરિણામ છે. જેમાં અમદાવાદ (34) , અમરેલી (34) , આણંદ(42), અરવલ્લી(30), ભરૂચ(34), ભાવનગર(40), બોટાદ (20), છોટાઉદેપુર (32), દાહોદ(50), ડાંગ(18), દેવભૂમિ દ્વારકા(22), ગાંધીનગર(28), ગીર સોમનાથ(28), જામનગર(24), જૂનાગઢ(30), કચ્છ(40), મહેસાણા(42), મહિસાગર(28), મોરબી(24), નર્મદા(22), નવસારી(30), પંચમહાલ(38), પાટણ(32), પોરબંદર(18), રાજકોટ(36), સાબરકાંઠા(36), સુરત(36), સુરેન્દ્રનગર(34), તાપી(26), વડોદરા(34), વલસાડ(38) નો સમાવેશ છે. 

25 બેઠકો બિનહરિફ
31 જિલ્લા પંચાયતોની કુલ બેઠક 980 છે જેમાંથી ભાજપના 955, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2655 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 25 બેઠકો બિનહરિફ જાહેર કરવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube