ગુજરાતમાં ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું! EWS રાજકીય અનામતની માંગ સાથે સવર્ણ સમાજમાં બેઠકોનો દોર
EWS Reservation: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને ચૂંટણીની જાહેરાત પહેલાં જ રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કારણ કે હવે સવર્ણ સમાજે EWS રાજકીય અનામતની માંગને લઈને મોરચો ખોલ્યો છે. ગાંધીનગર સર્કિટ હાઉસમાં યોજાયેલી મહત્વની બેઠકમાં વિવિધ સવર્ણ સમાજોના અગ્રણીઓ એક મંચ પર જોવા મળ્યા છે.
Trending Photos
)
EWS Reservation: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું છે. સવર્ણ સમાજના વિવિધ વર્ગો EWS રાજકીય અનામતની માગણીને તેજ કરી રહ્યા છે. આ મુદ્દે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ એક સાથે જોવા મળ્યા છે.
શું છે સવર્ણ સમાજની માંગ?
આ બેઠકમાં ઉપસ્થિત રહેલા સમાજના અગ્રણીઓએ માગ કરી કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10 ટકા EWS અનામત તાત્કાલિક અમલમાં મુકાય. આગેવાનોનું કહેવું છે કે, જ્યારે શિક્ષણ અને નોકરીમાં EWS અનામત છે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેમ નહીં?
નોકરીમાં અનામત તો ચૂંટણીમાં કેમ નહીં?
આ માગણીનું કારણ છે કે સવર્ણ સમાજને આર્થિક રીતે નબળા વર્ગ તરીકે માન્યતા મળી છે, પરંતુ રાજકીય અનામતના અભાવે તેઓને પ્રતિનિધિત્વ મળતું નથી. ચૂંટણી પહેલા આ મુદ્દો તેજ થતાં રાજકીય પાર્ટીઓ પર દબાણ વધ્યું છે. જો અનામત અમલી ન બને તો સમાજ આંદોલનના માર્ગે જઈ શકે છે.
EWS રાજકીય અનામતનો મુદ્દો ગરમાયો
ચૂંટણી નજીક છે, અને આવા સમયમાં સવર્ણ સમાજની આ માંગ રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહી છે. હવે જોવું રહ્યું કે સરકાર સવર્ણ સમાજની આ માંગ પર શું વલણ અપનાવે છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં EWS રાજકીય અનામતનો મુદ્દો ગરમાયો છે ત્યારે સરકાર શું નિર્ણય લે છે, તે ઉપર સૌની નજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે













