મહેસૂલ મંત્રીએ લાંચિયા અધિકારીઓને આડકતરી રીતે આપી ગર્ભિત ચેતવણી, પકડાયા તો ખેર નહીં...

રાજ્યના મહેસુલ મંત્રીએ આજે તમામ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોંફરન્સના માધ્યમથી એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહેસુલ વિભાગને લગતા જુદા જુદા પ્રશ્નોને લઇને ચર્ચા કરવામાં આવી હતી.

  • મહેસુલ મંત્રીએ આજે તમામ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોંફરન્સના માધ્યમથી એક બેઠક 
  • આ વિડીયો કોન્ફરન્સનો હેતુ મહેસુલ વિભાગમાં નાના-મોટા તમામ લોકોને સુવિધા રહે તે રીતે કામ કરવાનો છે
  • પ્રજાજનોની સીધી રીતે સંકળાયેલા મુદ્દાઓને સંવેદનશીલ બનીને પ્રશ્નો સંદર્ભે વિચારવાનો આદેશ કર્યો છે

Trending Photos

મહેસૂલ મંત્રીએ લાંચિયા અધિકારીઓને આડકતરી રીતે આપી ગર્ભિત ચેતવણી, પકડાયા તો ખેર નહીં...

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યના મહેસૂલ મંત્રીએ લાંચિયા અધિકારીઓ માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજ્યના મહેસુલ મંત્રીએ આજે તમામ જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોંફરન્સના માધ્યમથી એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મહેસુલ વિભાગને લગતા જુદા જુદા પ્રશ્નોને લઇને ચર્ચા કરવામાં આવી હતી. આ વિડીયો કોન્ફરન્સનો હેતુ મહેસુલ વિભાગમાં નાના-મોટા તમામ લોકોને સુવિધા રહે તે રીતે કામ કરવાની હતી. નાગરિકોને સરળતા થાય, પોતાના કામનો ઝડપી નિકાલ બને અને મુશ્કેલીઓ ઓછી પડે અને ન્યાય ઝડપથી મળે તેના કારણે મહેસુલ વિભાગના તમામ અધિકારીઓ સાથે રાજ્યના મહેસૂલ મંત્રીએ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. 

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રજાજનોની સીધી રીતે સંકળાયેલા મુદ્દાઓને સંવેદનશીલ બનીને પ્રશ્નો સંદર્ભે વિચારવાનો આદેશ કર્યો છે. સામાન્ય રીતે અધિકારી પાસે વળતર અરજી કે અપીલ રિમાન્ડ કરવાની પ્રક્રિયાના ભાગનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં તેમણે એક ઉદાહરણ આપીને અધિકારીઓને સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગેલાભાઈ રૂપા વરિયા બાપ દાદાના સમયથી ખેતીની મિલકત જમીન 14 એકર કરતા આવ્યા છે અને આજે પણ તેમનો કબજો છે તે બાબતનું કોઈ વિવાદ નથી પણ સાત બારના ઉતારામાં જમીન 4 એકર બતાવવામાં આવી છે. 24 વર્ષથી જમીન માપણી બાબતે લડતો આવ્યા છે. આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અગ્રીમ રીતે કેસના નિકાલ થવા જોઈએ. મેટર રિમાન્ડ કરવાને બદલે ગુણદોષ ઓર સીધો નિકાલ કરવો જોઈએ. સુનાવણી પછી ઝડપથી ચુકાદો આપી દેવો જોઈએ. શક્ય બને તો 3 દિવસમાં ચુકાદો આપવો જોઈએ. મહેસુલી પ્રશ્નોના લોક પ્રશ્નોના મેળાઓ આવતા સમયમાં યોજાશે. જેમાં પ્રભારી મંત્રીઓ હાજર રહે તેવી અમારો આગ્રહ રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે મારી અધિકારીઓને અને તંત્રને ધ્યાન દોરવાનો આ મારો પ્રયાસ છે અને આવી ઘટનાઓ ન બનવી જોઈએ. તેના ગુણદોષ ઉપર નિકાલ કરવો જોઈએ. મિલકત તકરાર ફિલમની અરજીને માફ કરીને કે ગુણદોષ પર નિકાલ કરવો જોઈએ કે જેનાથી દેશમાંથી આવો કેસનો ઝડપથી નિકાલ થાય. આવી અરજીને ત્રણ દિવસમાં નિકાલ કરવી જોઈએ, જેના કારણે આક્ષેપનો કોઈ અવકાશ જ ન રહે. મહિનાની કે પંદર દિવસની મુદત નહીં પણ એક અઠવાડિયાની મુદ્દત આપવાનું કહેવામાં આવ્યું છે.

રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આજે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી સમયમાં મહેસુલી સેવાના મેળા યોજવામાં આવશે. પ્રભારી મંત્રી અને અનુકુળતા હોય તો લોક પ્રશ્નો મહિનામાં એક વાર ક્યાં કરે તે પ્રકારના પ્રયાસો કરાશે. જિલ્લાવાર આ પ્રકારે મેળાના આયોજન કરવામાં આવશે. તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનો માટે ગામતળની દરખાસ્તો નો હોય તો નવી દરખાસ્તો તૈયાર કરી અને તેનો નિકાલ કરો. ગામતળની તમામ દરખાસ્તો પંદર દિવસની અંદર નિકાલ કરવાની વાત કરવામાં આવી હતી, અને પડતર શહેરી વિસ્તારની દરખાસ્તોને ઝુંબેશ સ્વરૂપે નિકાલ કરવાનો નિર્ણય કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તમામ પ્રકારની ધાર્મિક સંસ્થાઓ કે જેમને જમીન આપવામાં આવી છે, જમીન વેચાતી હોય છે તેવા કિસ્સાઓમાં કલેકટરને sumoto કરી આવી જમીનો સરકાર પોતાના હસ્તક લેશે. મહેસુલ વિભાગની છબી સારી દેખાય અને સારી થાય એ દિશામાં પ્રયત્નો કર્યા છે. શહેરી વિસ્તારમાં પ્રોપર્ટી કાર્ડ આપવા તે માટે જે અરજીઓ કરવામાં આવી છે. જેણે તાત્કાલિક ભરી આપવામાં આવે તે નિર્ણય લેવામાં આવ્યો છે. દર પંદર વર્ષે કોઈ જમીન 15 વર્ષ સતત જમીન રહી હોય તો એ આપોઆપ નવીશરતને આધારે ખેતી તરીકે વાપરી શકાય છે. દર પંદર વર્ષે ચકાસણી થાય તે માટેની જરૂરી સુચના આપવામાં આવી છે.

તેમણે ઉમેર્યું હતું કે, મહેસુલ વિભાગમાં ગતિશીલતા લાવવા માટે ગાંધીનગરથી બનાવેલી ટીમ કલેકટર કચેરીથી માંડીને તમામ જગ્યાએ લેશે. અને જે તે ટીમ ગંભીરતા પકડાવવામાં આવશે તો ખાતાકીય તપાસ અને એ સહિતના તમામ પગલાં સરકાર ભરશે. ભાવનગર, મહીસાગર, નર્મદા જિલ્લો, બનાસકાંઠા, સુરત, ડાંગ કલેકટર દ્વારા પોતાના સૂચનો પણ આપવામાં આવ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news