મોદીની નો રિપીટ થિયરી: ગુજરાત સરકારમાં કોને કેબિનેટ અને કોને મળશે રાજ્યકક્ષાનું મંત્રી પદ

ગુજરાત સરકારમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યાં બાદ આજે સરકારના મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે. ત્યારે ભાજપે આ વખતે 100 ટકા નો રિપીટ થિયેરી અપનાવી છે જેને કારણે રૂપાણી સરકારમાં મંત્રી રહેલાં તમામ મંત્રીઓના પત્તા કપાયા છે. જ્યારે મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે.

મોદીની નો રિપીટ થિયરી: ગુજરાત સરકારમાં કોને કેબિનેટ અને કોને મળશે રાજ્યકક્ષાનું મંત્રી પદ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાત સરકારમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યાં બાદ આજે સરકારના મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે. ત્યારે ભાજપે આ વખતે 100 ટકા નો રિપીટ થિયેરી અપનાવી છે જેને કારણે રૂપાણી સરકારમાં મંત્રી રહેલાં તમામ મંત્રીઓના પત્તા કપાયા છે. જ્યારે મંત્રીમંડળમાં તમામ નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. 12 ધારાસભ્યોને કેબિનેટમાં જ્યારે 11 ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રીમંડળમાં સ્થાન અપાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સરકારમાં 100 નોરિપીટ થિયેરી અપનાવીને દેશની રાજનીતિના ઈતિહાસમાં સૌ કોઈને ચોંકાવી દીધાં છે. દેશની રાજનીતિના ઈતિહાસમાં પહેલીવાર આપ પ્રકારનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. યુવા નેતાઓને તક આપવા માટે રાજનીતિના તમામ પંડિતોને ખોટા પાડીને પ્રધાનમંત્રી મોદીએ આ મોટો નિર્ણય કર્યો છે. એ મુજબ ગુજરાત સરકારમાં કોને કેબિનેટમાં સ્થાન અપાશે અને કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવશે તેના પર સૌ કોઈની નજર છે. ત્યારે ઝી 24 કલાક પાસે સંભવિત મંત્રીઓ અંગે એક્સકલુસિવ માહિતી છે. જાણો ગુજરાત સરકારમાં કોણ કેબિનેટમાં બેસશે અને કોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવશે. 

ગુજરાત સરકારના સંભિવત મંત્રીઓની યાદીઃ

સંભવિત કેબિનેટ મંત્રીઓની યાદીઃ

ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
1) રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા -- કેબિનેટ
2) જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ -- કેબિનેટ
3) ઋષિકેશ પટેલ, વિસનગર  -- કેબિનેટ
4) રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય -- કેબિનેટ
5) પૂર્ણેશ મોદી- સુરત, કેબિનેટ
6) કિરીટસિંહ રાણા, લીંબડી -- કેબિનેટ
7) નરેશ પટેલ, ગણદેવી -- કેબિનેટ
8) અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ -- કેબિનેટ
9) કનુભાઇ દેસાઈ, પારડી -- કેબિનેટ
10) પ્રદીપ પરમાર, અસારવા- કેબિનેટ

-----
રાજ્યકક્ષાના મંત્રી તરીકેનો સ્વતંત્ર હવાલો:

1) હર્ષ સંઘવી, મજુરા - રાજ્યકક્ષાના મંત્રી 
2) મનીષા વકીલ, વડોદરા - રાજ્યકક્ષાના મંત્રી 
3) જગદીશ પંચાલ, નિકોલ - રાજ્યકક્ષાના મંત્રી 
4) બ્રિજેશ મેરજા, મોરબી - રાજ્યકક્ષાના મંત્રી
5) જીતુ ચૌધરી, કપરાડા - રાજ્યકક્ષાના મંત્રી

સંભવિત રાજ્યકક્ષાના મંત્રીઓની યાદીઃ

કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર -- રાજ્યકક્ષા
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ -- રાજ્યકક્ષા
મુકેશ પટેલ, ઓલપાડ -- રાજ્યકક્ષા
અરવિંદ રૈયાણી, રાજકોટ -- રાજ્યકક્ષા
નિમિષાબેન સુથાર, મોરવા હડફ -- રાજ્યકક્ષા
વીનુ મોરડિયા, કતારગામ -- રાજ્યકક્ષા
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ - રાજ્યકક્ષા
આર. સી. મકવાણા, મહુવા -- રાજ્યકક્ષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news