Gujarati News : આખા દેશમાં ગુજરાત મોડલનું બ્રાન્ડિંગ કરાય છે. ગુજરાતના વિકાસના તર્જ પર અન્ય રાજ્યોમાં વિકાસના પાયા નાંખવામાં આવે છે. પરંતુ હવે દીવા તળે અંધારા જેવો ઘાટ ગુજરાતમાં સર્જાયો છે. ગુજરાત મોડલ ગુજરાતમાં ફેલ સાબિત થઈ રહ્યું છે. ખુદ શાસક પક્ષના નેતાઓ આવું કહી રહ્યાં છે. ગુજરાતને દૂબઈ અને સિંગાપોર બનાવવાની વાત તો અભરાઈએ પહોંચી ગઈ, પરંતું સામાન્ય સુવિધા મેળવવામાં પણ ફાંફા પડી રહ્યાં છે. ગુજરાતમાં બે એવી ઘટના સામે આવી રહ્યાઁ છે, જેમાં ખુદ ભાજપના જ નેતાઓ પોતાના વિસ્તારમાં સુવિધા માટે ટળવળી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપનો ગઢમાં સુવિધાના અભાવે પરિવારો ‘હિજરત” કરી રહ્યા છે
સુરત મહાનગરપાલિકામાં ૧૯૯૦થી ભાજપનું રાજ છે પરંતુ આટલા વર્ષો પછી પણ ભાજપ કોટ વિસ્તારમાં તમામ સુવિધાઓ આપવા માટે નિષ્ફળ ગઈ છે. સેન્ટ્રલ ઝોનમાં પાયાની સુવિધા નો અભાવ હોવાથી ઘણા પરિવારો ઝોન છોડી રહ્યાં છે આ હિજરતના કારણે કોટ વિસ્તાર ખાલી થઈ રહ્યો છે એમ ખુદ ભાજપના ધારાસભ્યએ પત્ર લખી મેયરને જાણ કરી છે. 


ગુજરાતમાં ફેલાયેલી રાશનકાર્ડની અફવા વિશે સરકારે કરી ચોખવટ! ચિંતા ન કરતા, મળશે લાભ


સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોટ વિસ્તારમાં ૯ મીટર કે તેથી વધુ પહોળાઈના રસ્તા સીસી રોડ બનાવવા મેયર દક્ષેશ માવાણીને પત્ર લખીને માંગણી કરી છે. ૯ મીટરથી પહોળા રસ્તાને સીસી રોડ બનાવવા આગામી બજેટમાં જોગવાઈ કરવા માંગ કરી છે. સેન્ટ્રલ ઝોનની ગલીઓ રસ્તાઓ માં પરા-પર્વથી ડામરના રસ્તા હોવાથી દર બે-ત્રણ વર્ષે કારપેટ- રીકાર્પેટ કરવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય, દર વરસાદમાં રસ્તાઓ તુટી જાય, ખાડા પડી જાય, વારંવાર રીપેર કરવા પડે અને રસ્તાની ઉંચાઈ વધવા માંડે છે. મકાનના આંગણા નીચા થતાં જાય છે. લાખો-કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. જાહેર નાણાંનો વ્યય થાય છે. સીસી રોડ તેનો ઉકેલ બની શકે છે. વર્ષ-૨૦૧૬થી ડ્રેનેજ- પાણીની લાઇન બદલવાનું કામ ચાલ્યા કરે છે તેથી લોકો હેરાન-પરેશાન છે.


કેનેડામાં કચરા પોતા કરવાના પણ કામ મળતા નથી! વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થયું